તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rajasthan Dungarpur Violent Protest 3rd Day Latest News Updates; Agitation Over Teachers Exam Turns Violent In Rajasthan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનમાં આ પ્રદર્શન છે કે અરાજકતા:40 કલાકથી અમદાવાદ-ઉદેપુર હાઈવે પર કબજો, દુકાન-હોટલોમાં લૂંટફાટ, 30 વાહન ફૂંક્યાં, 700 પર કેસ

જયપુર4 મહિનો પહેલા
  • દેખાવકારો શિક્ષક-ભરતીની આરક્ષણ 1167 સીટને એસટી વર્ગથી ભરવાની માગ કરી રહ્યા છે
  • 7 સપ્ટેમ્બરથી વિરોધ ચાલે છે, 2 કેસ નોંધાયા પછી ગુરુવારથી ઉમેદવારો ભડકેલા છે

રાજસ્થાનના ડુંગરપુરમાં ટીચર ભરતીમાં અનઆરક્ષણ પદોને આરક્ષણ આપવાની માગણી કરીને સતત ત્રીજા દિવસે પણ હિંસક પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. 40 કલાકથી ઉદેપુર-અમદાવાદ હાઈવેના 10 કિમી વિસ્તારમાં તણાવ ફેલાયેલો છે. પ્રદર્શનકારીઓ હાઈવે અને આસપાસના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે પ્રદર્શનકારીઓએ ફરી એકવાર હાઈવે પર બનેલી હોટલો અને દુકાનોમાં તોડફોડ અને લૂંટફાંટ કરી છે. 30 વાહનોમાં આગ લગાવવામાં આવી છે. અત્યારસુધીમાં 700 લોકો પર કેસ ફાઈલ કરવામાં આવ્યા છે.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અમુક લોકો બાઈક પર આવ્યા હતા, અમારી સામે અમારી દુકાનો લૂંટી ગયા. તે ઉપરાંત ત્યાં આવેલી એક સ્કૂલમાં પણ તોડફોડ કરી હતી.

એક્શન મોડમાં પોલીસ
એક્શનમાં આવેલી પોલીસે ઉપદ્રવીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. 700 લોકોની નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રદર્શન દરમિયાન 7 કન્ટેનર સહિત 30 વાહનોમાં આગ લગાવવામાં આવી છે. જયપુર ગ્રામીણ એસપી શંકર દત્તા શર્માને સ્પેશિયલ ડ્યૂટી આપવામાં આવી છે.

ઉપદ્રવીઓને પકડીને લઈ જતી પોલીસ.
ઉપદ્રવીઓને પકડીને લઈ જતી પોલીસ.

રાતના 2 વાગ્યા સુધી પથ્થરમારો, સળગતાં રહ્યાં ટાયરો
ડુંગરપુર સીમાના મોથલી મોડમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. ખેરવાડાથી ઉદેપુર રોડ પર અઢી કિમી દૂર ટોલ પ્લાઝાથી આવેલા હાઈવે પર મોડી રાત સુધી પહાડો પરથી વાહનો પર પથ્થરમારો કરવામાં આવતો હતો. અન્ય મુસાફરોને પણ પથ્થરો વાગવાની ઘટના બની હતી. ટાયર પણ સળગાવવામાં આવ્યાં.

હાઈવે પર આવેલી હોટલમાં તોડફોડ કરવામાં આવી.
હાઈવે પર આવેલી હોટલમાં તોડફોડ કરવામાં આવી.

શું ઈચ્છે છે પ્રદર્શનકારીઓ
પ્રદર્શન કરનારા શિક્ષકો બિનઆરક્ષણ 1167 પદ પર એસટી વર્ગને ભરવાની માગણી કરી રહ્યા છે. તે માટે કાંકરી ડુંગરી પહાડ પર 17 દિવસથી પ્રદર્શન ચાલી રહ્યું છે. શુક્રવારે ઉદેપુર-અમદાવાદ હાઈવે પર પ્રદર્શનમાં અરાજકતાની દરેક હદ પાર કરી દેવામાં આવી. પ્રદર્શનકારીઓએ હાઈવેના 10 કિમી સુધીના રસ્તા પર કબજો કરી લીધો હતો. છેલ્લા 40 કલાકમાં કરોડોની સંપત્તિ ફૂંકી દેવામાં આવી છે. મકાનોમાં પણ તોડફોટ અને લૂંટફાટ કરવામાં આવી છે.

ઠેર ઠેર ટાયરોમાં આગ લગાવીને હાઈવે પર ફેંક્યાં, ઉપદ્રવ ડીઝલ પણ લૂંટી ગયા.
ઠેર ઠેર ટાયરોમાં આગ લગાવીને હાઈવે પર ફેંક્યાં, ઉપદ્રવ ડીઝલ પણ લૂંટી ગયા.

ગુસ્સો કેમ ભડક્યો?
ઉમેદવાર 7 સપ્ટેમ્બરથી વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. પોલીસઅધિકારીઓએ તેમને વાતચીત કરીને સમજાવ્યા કે અહીં પડાવ ન નાખો. તેમ છતાં પ્રદર્શન ચાલી રહ્યા છે. બિછવાડા પોલીસે કોવિડ મહામારીના નિયમ તોડવા અને બિનજામીન કલમમાં બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. ત્યાર પછી ઉમેદવારોમાં વધારે ગુસ્સો ભડક્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser