તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajasthan Delhi; School Reopening Latest Update | Uttar Pradesh Madhya Pradesh Guidelines On Safe School Reopening

સ્કૂલ ચલે હમ:17 મહિનાના લાંબા વિરામ પછી વિવિધ રાજ્યોમાં સ્કૂલો ખૂલશે, કોવિડ પ્રોટોકોલનું કડકપણે પાલન કરવામાં આવશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર ઉત્તર પ્રદેશના મુરાદાબાદની છે જ્યાં સ્કૂલો ખુલવા પર બાળકોને સામાજીક અંતર સાથે બેસાડવામાં આવ્યા છે - Divya Bhaskar
આ તસવીર ઉત્તર પ્રદેશના મુરાદાબાદની છે જ્યાં સ્કૂલો ખુલવા પર બાળકોને સામાજીક અંતર સાથે બેસાડવામાં આવ્યા છે
  • UPમાં પહેલા થી પાંચમા ધોરણ સુધી
  • રાજસ્થાનમાં 9થી 12માં ઘોરણ સુધી
  • MPમાં 6થી 12માં ઘોરણ સુધી સ્કૂલો શરુ

કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો નોંધાતા દેશના કેટલાક રાજ્યોમાં આજે ફરીથી સ્કૂલો ખોલવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાન જેવા રાજ્યોમાં કડક પ્રોટોકોલ સાથે સ્કૂલો શરુ કરવામાં આવી છે. રાજ્ય સરકારોએ સ્કૂલોને કોવિડ-19 ગાઈડલાઈન્સનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સ્કૂલોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી, શિક્ષકો અને સ્ટાફની થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહી છે.

કોરોના મહામારીના કારણે એક વર્ષથી વધુ સમયથી સ્કૂલો બંધ હતી. જોકે આ દરમિયાન ઓનલાઈન ક્લાસ ચાલૂ હતાં. સ્કૂલ ખોલવાને લઈને બાળકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. તેના પહેલા તેમનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિદ્યાર્થીઓને ક્લાસરુમમાં બેસાડવામાં આવ્યાં. જોકે પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી.

UPમાં આજથી 1થી 5માં ધોરણ સુધી સ્કૂલો ખૂલી
UPમાં આજથી નાના બાળકો માટે પણ સ્કૂલો શરુ કરવામાં આવી છે. બાળકોના સ્વાગત માટે રંગબેરંગી કાર્ટૂન અને ફુગ્ગાઓ દ્વારા ક્લાસરૂમ શણગારવામાં આવ્યા. કોવિડના તમામ નિયમોને ધ્યાનમાં રાખીને બાળકોના ક્લાસ શરુ કરવામાં આવ્યાં.

UPના લખનઉની આ તસવીર છે જેમાં સ્કૂલોમાં કોરોનાના નિયમનું પાલન થતું જોવા મળી રહ્યુ છે
UPના લખનઉની આ તસવીર છે જેમાં સ્કૂલોમાં કોરોનાના નિયમનું પાલન થતું જોવા મળી રહ્યુ છે

MPમાં 6થી 8 ઘોરણ સુધી 50% વિદ્યાર્થીઓ સાથે સ્કૂલો ખોલવામાં આવી
MPમાં બુધવારે 6થી 8 સુધીની સ્કૂલો શરુ કરવામાં આવી છે. શિક્ષકોને સત્ર શરુ થયાની સાથે બોલાવામાં આવી રહ્યા છે તેથી સ્વચ્છ્તાનો સવાલ ઉભો થતો નથી, કોવિડના નિયમોને ધ્યાનમાં રાખીને સ્કૂલો ફરીથી શરુ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં ધોરણ 9થી 12 સુધીની સ્કૂલો શરું, કડક ગાઈડલાઈનનું પાલન
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની નવમા ધોરણથી બારમા ધોરણ સુધીની શાળાઓ આજથી શરૂ થઈ ગઈ છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ શાળા વહીવટ અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ મુજબ સ્કૂલ ફરી ખુલશે ત્યારે વિદ્યાર્થીઓ સાથે લંચ નહીં કરી શકે. એક સાથે માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને જ બોલાવી શકાય છે. સાથે જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા મેનેજમેન્ટે કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.

દિલ્હીમાં ફરી સ્કૂલો શરુ કરવામાં આવી છે
દિલ્હીમાં ફરી સ્કૂલો શરુ કરવામાં આવી છે

રાજસ્થાનમાં 9થી 12માં ધોરણની સ્કૂલો શરૂ
રાજસ્થાનમાં 4 મહિના પછી આજે વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરુ કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચર ચેક કરીને સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. માત્ર 40% વિદ્યાર્થીઓને જ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે. દરેક દિવસે અલગ બેન્ચના આધારે બાળકોને બેસાડવામાં આવશે. કોઈ વિદ્યાર્થીને સ્કૂલ જવા બાબતે કોઈ જબરદસ્તી નથી વિદ્યાર્થીઓ તેમની ઈચ્છા મુજબ સ્કૂલ જવાનું પસંદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...