• Gujarati News
  • National
  • 11 Cabinets And 4 New Ministers Of State Will Be Sworn In; 4 Ministers From Pilot Group, 3 Ministers Of State Promoted

રાજસ્થાનમાં 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રીએ શપથ લીધા:શપથ લીધા પછી રામલાલ જાટ, મમતા ભૂપેશ અને ભજન લાલ જાટવે CMના ચરણ સ્પર્શ કર્યા, જાહિદાએ અંગ્રેજીમાં શપથ લીધા

જયપુર15 દિવસ પહેલા
  • જે ખામીઓ હતી તેને પુરી કરી લેવામાં આવી છેઃ સચિન પાયલટ

ગેહલોત કેબિનેટમાં આજે ત્રણ વર્ષમાં પહેલીવાર ફેરબદલ થવા જઈ રહ્યો છે. મંત્રી બનનાર તમામ ધારાસભ્યો રાજભવન પહોંચી ગયા છે. રાજ્યપાલે પહેલા હેમારામ ચૌધરીને શપથ લેવડાવ્યા હતા. મે મહિનામાં, હેમારામે તેમના મતવિસ્તારની અવગણનાનો આરોપ લગાવતા સરકારથી નારાજ થઈને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. હરીશ ચૌધરીના સ્થાને હવે હેમારામને બાડમેરથી તક આપવામાં આવી છે. તેઓ ગત વખતે ગેહલોત સરકારમાં મહેસૂલ મંત્રી પણ હતા. બીજા નંબરે મહેન્દ્રજીત સિંહ માલવિયા અને ત્રીજા નંબરે રામલાલ જાટે શપથ લીધા. રામલાલ જાટને સીએમના ખાસ માનવામાં આવે છે. શપથ બાદ તેમણે મુખ્યમંત્રીના ચરણ સ્પર્શ કર્યા હતા.

ચોથા નંબરે મહેશ જોશી અને પાંચમા નંબરે વિશ્વેન્દ્ર સિંહે શપથ લીધા. મહેશ જોશીને ગેહલોતના મુશ્કેલી નિવારક માનવામાં આવે છે. છઠ્ઠા નંબરે રમેશ મીણાને શપથ લેવડાવવામાં આવ્યા હતા. સાતમા નંબરે મમતા ભૂપેશ અને આઠમા નંબરે ભજનલાલ જાટવે શપથ લીધા. ભૂપેશને રાજ્ય મંત્રી સેક. કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપવામાં આવી છે. શપથ બાદ બંનેએ સીએમના ચરણ સ્પર્શ કર્યા હતા. આ પછી ભજનલાલ જાટવ, ટીકારામ જુલી, ગોવિંદ રામ મેઘવાલ, શકુંતલા રાવતને શપથ લેવડાવવામાં આવ્યા હતા. બ્રિજેન્દ્ર સિંહ ઓલા રાજ્ય મંત્રી તરીકે શપથ લેનારા પ્રથમ હતા. આ પછી મુરારીલાલ મીણા, રાજેન્દ્ર સિંહ ગુડા અને ઝાહિદાએ શપથ લીધા. ઝાહિદાએ અંગ્રેજીમાં શપથ લીધા.

મમતા ભૂપેશને રાજ્યમંત્રીથી કેબિનેટ મંત્રીપદે પ્રમોટ કરવામાં આવ્યા છે
મમતા ભૂપેશને રાજ્યમંત્રીથી કેબિનેટ મંત્રીપદે પ્રમોટ કરવામાં આવ્યા છે
કેબિનેટ મંત્રીની શપથ લેતા ભજનલાલ જાટવ
કેબિનેટ મંત્રીની શપથ લેતા ભજનલાલ જાટવ

પાયલટની બોડી લેગ્વેજ ચર્ચામાં રહી
શપથ અગાઉ પાયલટ પણ રાજભવન પહોંચ્યા. અહીં તેઓ દરેક ધારાસભ્યોને ઉત્સાહપૂર્વક હાથ મિલાવ્યા. શપથ સમારોહમાં તેમની આ બોડી લેગ્વેજ ખૂબ જ ચર્ચામાં રહી. જ્યારે આ અગાઉ પીસીસીમાં તેઓ ચૂપ હતા. અહીં તેમણે શાંતિલાલ ધારીવાલ અને પ્રતાપ સિંહ ખાચરિયાવાસ સાથે પણ હાથ મિલાવ્યા.

શપથ બાદ રામલાલ જાટે સીએમના પગ સ્પર્શ્યા
શપથ બાદ રામલાલ જાટે સીએમના પગ સ્પર્શ્યા
મહેન્દ્રજીત સિંહ માલવીયે બીજા નંબરે શપથ લીધા
મહેન્દ્રજીત સિંહ માલવીયે બીજા નંબરે શપથ લીધા
ધારાસભ્યો સાથે ચર્ચા કરતા પીસીસી અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા અને સચિન પાયલટ.
ધારાસભ્યો સાથે ચર્ચા કરતા પીસીસી અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા અને સચિન પાયલટ.

પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય પર પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા નવા મંત્રીઓનું સ્વાગત કરી રહ્યાં છે. સીએમના પહોંચ્યા પછી બધાનું તિલક લગાવીને સ્વાગત કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારંભ માટે રાજભવનમાં તૈયારીઓ પુરી થઈ ચૂકી છે. સુરક્ષાની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. 1500 પોલીસ કર્મચારીઓના કાફલાને તહેનાત કરવામાં આવ્યો છે.

પીસીસી પહોંચ્યા અશોક ગેહલોત અને અજય માકન. અહીં ધારાસભ્યો સાથે બેઠક લીધી.
પીસીસી પહોંચ્યા અશોક ગેહલોત અને અજય માકન. અહીં ધારાસભ્યો સાથે બેઠક લીધી.
પીસીસીની બહાર ઉપસ્થિત સમર્થક. હવે અહીં સીએમ અશોક ગેહલોતની રાહ જોવામાં આવી રહી છે.
પીસીસીની બહાર ઉપસ્થિત સમર્થક. હવે અહીં સીએમ અશોક ગેહલોતની રાહ જોવામાં આવી રહી છે.

ગેહલોત કેબિનેટમાં ફેરબદલથી સચિન પાયલટ ખુશ
રાજસ્થાનમાં મહીનાઓ સુધી ચાલેલી ઉથલ-પાથલની વચ્ચે આજે નવી કેબેનિટનું શપથ ગ્રહણ થવાનું છે. આ દરમિયાન સચિન પાયલટે એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં તેમણે કહ્યું કે મંત્રી મંડળની નવી યાદીથી સારો સંદેશ ગયો છે. કેટલીક ખામીઓ હતી, તેને પુરી કરી લેવામાં આવી છે.

કુલ 15 મંત્રી બનશે
11 કેબિનેટ મંત્રીઃ હેમારામ ચૌધરી, મહેન્દ્રીત સિંહ માલવીય, રામલાલ જાટ, મહેશ જોષી, વિશ્વેન્દ્ર સિંહ, રમેશ મીણા, મમતા ભુપેશ, ભજનલાલ જાટવ, ટીકારામ જૂલી, ગોવિંદ મેઘવાલ, શકુંતલા રાવત
4 રાજ્યમંત્રીઃ જાહિદા, બ્રિજેન્દ્ર ઓલા, રાજેન્દ્ર ગુઢા અને મુરારીલાલ મીણા

સંગઠનમાં પદવાળા માત્ર ત્રણ મંત્રીઓને ડ્રોપ કરવામાં આવ્યા છે. રવિવારે સાંજે 4 વાગ્યે શપથગ્રહણ સમારંભ યોજાશે. રવિવારે બપોરે 2 વાગ્યે તમામ મંત્રીઓને પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય પર બોલાવવામાં આવ્યા છે, ત્યાંથી આ બધા રાજભવન જશે. મંત્રી બનાનાર તમામ ધારાસભ્યોને શનિવારે રાતે જ ફોન કરીને માહિતી આપવામાં આવી છે. શનિવારે સાજે સીએમ નિવાસ પર થયેલી મંત્રીપરિષદની બેઠકમાં તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા. જે મંત્રીઓને હટાવવામાં આવ્યાછે, માત્ર તે જ 3ના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બાકીના તમામ નવા મંત્રીમંડળમાં સામેલ રહેશે.

મંત્રીઓના વિભાગમાં ભારે ફેરબદલ
મંત્રીઓના વિભાગોમાં ભારે ફેરબદલ થવાનું નક્કી મનાઈ રહ્યું છે. કેટલાક મંત્રીઓને બાદ કરતા તમામના વિભાગને બદલી નાંખવામાં આવશે. મંત્રીઓના વિભાગ પણ કોંગ્રેસ હાઈકમાનના સ્તરે જ નક્કી થઈને આવ્યા છે, જેમના વિશે નિર્ણય શપથ ગ્રહણ સમારંભ પછી થશે.

7 પોઈન્ટ્સમાં જાણો કેવું હોઈ શકે છે નવું મંત્રીમંડળ...
1. ડોટાસરા અને હરીશની જગ્યાએ જાટ અને રધુની જગ્યાએ બ્રાહ્મણ ચેહેરાને જ તક
ગોવિંદ સિંહ ડોટાસરા, હરીશ ચૌધરી અને રધુ શર્માની જગ્યાએ નવા ચહેરાને મંત્રીમંડળમાં જગ્યા અપાઈ રહી છે. બે જાટ અને એક બ્રાહ્મણ ચેહેરાને તક અપાઈ રહી છે. ડોટાસરા અને હરીશ ચૌધરીની જગ્યા જાટ ચેહેરા તરીકે રામતાલ જાટ, બૃજેન્દ્ર સિંહ ઓલા, હેમારામ ચૌધરીને તક આપવામાં આવશે.

રધુ શર્માની જગ્યાએ મહેશ જોશી મંત્રી બનશે. હેમારામ, રામલાલ જાટ અને ઓલા પહેલા પણ ગેહલોતની સાથે મંત્રી રહી ચૂક્યા છે. મહેશ જોશી ગેહલોતના ખૂબ જ નજીકના કહેવાય છે.

2. બસપામાંથી કોંગ્રેસમાં આવનારાઓમાં ગુઢા મંત્રી બનશે
બસપામાંથી કોંગ્રેસમાં આવનારાઓમાં રાજેન્દ્ર સિંહ ગુઢાને રાજ્યમંત્રી બનાવવામાં આવી રહ્યાં છે. બસપામાંથી કોંગ્રેસમાં સામેલ થનારા તમામ છ ધારાસભ્યો જ દાવેદારી કરી રહ્યાં હતા. જોકે બાકીના પાંચને સીએમના સલાહકાર કે સંસદીય સચિવ બનાવીને સંતુષ્ટ કરી શકાય છે.

3. માસ્ટર ભંવરલાલની જગ્યાએ દલિત વર્ગમાંથી મમતા ભૂપેશ, ટીકારામ જૂલી પ્રમોટ, ગોવિંદ નવા ચહેરા
માસ્ટર ભંવરલાલ મેધવાલના નિધન પછી ગેહલોત સરકારમાં કોઈ દલિત કેબિનેટ મંત્રી નહોતા. માસ્ટર ભંવરલાલ મેધવાલની જગ્યાએ ગોવિંદ મેધવાલને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી રહ્યાં છે. ત્રણે દલિત રાજ્ય મંત્રીઓને પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. ગોવિંદ મેધવાલ વસુંધરા રાજેના પ્રથમ કાર્યકાળમાં સંસદીય સચિવ રહી ચૂક્યા છે, પછીથી તે બીજેપી છોડીને કોંગ્રેસમાં આવ્યા.

4. આદિવાસી ક્ષેત્રથી માલવીય
આદિવાસી ચેહેરા તરીકે મહેન્દ્રજીત માલવીયને મંત્રી બનાવવામાં આવશે. માલવીય પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે. માલવીયની પત્ની જિલ્લા પ્રમુખ છે.

5. લઘુમતી વર્ગમાંથી જાહિદા, ગુર્જર સમાજમાંથી શકુંતલા
લઘુમતી વર્ગમાંથી જાહિદાને રાજ્યમંત્રી બનાવવામાં આવશે. ગુર્જર ચેહેરા તરીકે શકુંતલા રાવતને કેબિનેટ મંત્રી તરીકે જગ્યા અપાઈ રહી છે. કોંગ્રેસના અંદરના રાજકારણના પગલે ગુર્જર ચેહેરાને તક મળવાની સંપૂર્ણ શક્યતા હતી. જાહિદા ખાન પહેલા સંસદીય સચિવ રહી ચૂકી છે.

6. વિશ્વેન્દ્ર સિંહ સિવાય પાયલટ કેમ્પમાંથી 4 મંત્રી
સચિન પાયલટ કેમ્પમાંથી વિશ્વેન્દ્ર સિંહને છોડીને 4 મંત્રી બનાવવામાં આવી રહ્યાં છે. બળવાખોરીના સમયે સસ્પેન્ડ કરાયેલા રમેશ મીણા અને વિશ્વેન્દ્ર સિંહને ફરીથી કેબિનેટ મંત્રી બનાવવામાં આવી રહ્યાં છે. હેમારામ ચૌધરી પણ કેબિનેટ મંત્રી બનશે. બૃજેન્દ્ર સિંહ ઓલાને રાજ્ય મંત્રી બનાવવામાં આવી રહ્યાં છે.

7. ફેરબદલ પછી 13 જિલ્લામાંથી કોઈ મંત્રી નહિ
ફેરબદલ પછી ગેહલોત સરકારમાં 13 જિલ્લાઓમાંથી હાલ કોઈ મંત્રી નથી. અજમેર, નાગૌર, જોધપુર, ઉદયપુર, પ્રતાપગઢ, ડુંગરપુર, શ્રીગંગાનગર, હનુમાનગઢ, સીકર, સિરોહી, ધૌલપુર, ટોંક, સવાઈ માધોપુર જિલ્લાઓમાંથી ફેરબદલ પછી પણ મંત્રી નથી. ક્ષેત્રીય સંતુલન સાધવાની રીતે તેને ખામી ગણવામાં આવી રહી છે. કોંગ્રેસનો ગઢ ગણાતા નાગૌર, સીકરમાંથી કોઈ મંત્રી નથી. નહરી ક્ષેત્રના બે જિલ્લા પણ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...