• Gujarati News
  • National
  • Rajasthan Black Fungal Infection Cases Update; 400 Patient In Jaipur Ajmer Jodhpur Kota Udaipur

રાજસ્થાનમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરાઈ:ગેહલોત સરકારે બીમારીને નોટિફાય કરી, હવે દરેક કેસ અને મૃત્યુઆંક અંગે નોંધ લેવાશે

7 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર

રાજસ્થાનમાં કોરોના કહેર વચ્ચે બ્લેક ફંગસનો રોગ પણ ભારે આતંક ફેલાવી રહ્યો છે. આ સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં રાખતા રાજસ્થાન સરકારે આ રોગને મહામારી તરીકે જાહેર કરી દીધો છે. કોરોના મહામારીથી સાજા થયેલા દર્દીઓમાં આ રોગ ફેલાવવાની શક્યતા વધારે જણાઈ રહી છે. આ બીમારીને કારણે રાજ્યમાં 2 વ્યક્તિઓનાં મૃત્યુ નીપજ્યાં છે. જયપુર, જોધપુર પછી આ બીમારી સીકર, પાલી, બીકાનેર અને કોટામાં પણ ઝડપી પ્રસરી રહી છે. પ્રતિદિવસ આના કેસ સામે આવી રહ્યા છે, જેથી ગહેલોત સરકારે આ નિર્ણય લીધો છે.

રાજસ્થાનમાં જયપુર, અજમેર, જોધપુર, કોટા, ઉદયપુર સહિત અન્ય જિલ્લાઓમાં લગભગ 400થી વધુ કેસ સામે આવ્યા છે. એકલા જયપુરની SMS હોસ્પિટલમાં 45થી વધુ કેસ નોંધાયા છે. હોસ્પિટલમાં 33 બેડ વાળો વોર્ડ ભરાઈ જતા, વધુ નવા વોર્ડ બનાવવામાં આવ્યા છે, પરંતુ પ્રદેશમાં આવા 100 કેસ જ દાખલ થયા છે. આ બીમારી ફેલાવવાનું મુખ્ય કારણ એ છે કે આને સૂચિત રોગ તરીકે જાહેર નહોતો કર્યો. જેથી સરકાર પાસે આનાં ચોક્કસ આંકડાઓ રહ્યા નથી. આ મહામારીને સૂચિત રોગમાં સામેલ કરવા પાછળનું તાત્પર્ય એ છે કે ભવિષ્યમાં આ રોગ ગંભીર કહેર વરસાવે, તે પહેલા કાબૂમાં લાવી શકાય અને આ રોગનું યોગ્ય મોનિટરિંગ પણ હાથ ધરવામાં આવે.

રાજસ્થાનમાં આ બીમારી અંગે આટલી ચિંતામાં કેમ છે?
આ ફંગસની સારવાર કરવા માટે એકમાત્ર ઇન્જેક્શન લાઈપોસોમલ અમ્ફોટેરિસિન-બી આવે છે, જે માર્કેટમાં ઉપલબ્ધ નથી અથવા તો ઘણી ઓછી માત્રામાં પ્રાપ્ત કરી શકાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે આ અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. આના સિવાય બીમારીની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનને ખરીદવા માટે સરકારે 2500 વાઈલ ખરીદવાનો ઓર્ડર સીરમ કંપનીને આપ્યો છે.

બ્લેક ફંગસ શુ છે અને કેવું હોય છે?
કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે તેઓને સ્ટેરોઇડ આપવામાં આવે છે. જેનાથી એની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. આનાથી દર્દીનું બ્લડ શુગર લેવલ પણ અચાનક વધવા લાગે છે. આ તમામ પ્રકારની સારવારને કારણે જે આડઅસર થાય છે, જેના કારણે મ્યુકોરમાઈકોસિસનો રોગ ઉદ્ભવે છે.

આ બીમારીની શરૂઆતમાં નાક સુકાઈ જાય છે. ચહેરા અને તાળવા પર સોજા આવે છે, ચામડી સુકાઈ જાય છે અને દાંત પણ ઢીલા પડી જાય છે. આ બીમારીમાં આંખની નસો પાસે ફંગસ જમા થઈ જાય છે, જે સેન્ટ્રલ રેટાઇનલ આર્ટરીનું બ્લડ ફ્લૉ બંધ કરી દે છે. જેના કારણે મોટાભાગનાં દર્દીઓ અંધ થઈ જાય છે. ઘણા કેસમાં તો ફંગસ દર્દીનાં આંખથી નીચે ફેલાય છે જેથી આ ફંગસ જડબાને પણ નષ્ટ કરી દે છે.

અન્ય સમાચારો પણ છે...