• Gujarati News
  • National
  • Babal, A Police Constable Of 33 Police Stations, After A Fatal Attack On Two People; Curfew In Jodhpur Remains The Same

રાજસ્થાનના ભીલવાડામાં અફરાતફરી:બે યુવક પર જીવલેણ હુમલા પછી બબાલ, 33 પોલીસ સ્ટેશનની પોલીસ તહેનાત; જોધપુરમાં કર્ફ્યૂ યથાવત્

ભીલવાડા17 દિવસ પહેલા
તણાવને જોતાં મોટી સંખ્યામાં જવાન તહેનાત કરાયા છે. વરિષ્ઠ અધિકારી પણ દેખાઈ રહ્યા છે. - Divya Bhaskar
તણાવને જોતાં મોટી સંખ્યામાં જવાન તહેનાત કરાયા છે. વરિષ્ઠ અધિકારી પણ દેખાઈ રહ્યા છે.
  • સમગ્ર જિલ્લામાં ઈન્ટરનેટને બંધ કરી દેવામાં આવ્યું છે

જોધપુર પછી ભીલવાડા શહેરમાં બુધવારે મોડી રાતે તણાવ પેદા થયો છે. સ્થિતિને જોતાં પહેલા શહેરમાં પછી ગુરુવારે સવારે સમગ્ર જિલ્લામાં ઈન્ટરનેટને બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં બે યુવકની સાથે એક ડઝનથી વધુ બુકાનીધારીઓએ પહેલા મારપીટ કરી અને પછી બાઈકને સળગાવી દીધી હતી. બંને ઘાયલોને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની સ્થિતિ હાલ સારી છે. તેમની પર શા માટે હુમલો કરવામાં આવ્યો એ અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ હાલ આ મુદ્દાની તપાસ કરી રહી છે.

એસપી આદર્શ સિદ્ધુએ જણાવ્યું હતું કે ઘટના બુધવાર રાતના લગભગ 10 વાગ્યાની છે. અહીં સંગાનેરના કરબલા રોડ પર બેઠેલા બે યુવક આઝાદ અને સદ્દામ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. માહિતી મળવા પર પોલીસ સીઓ સદર રામચન્દ્ર, એસડીએમ ઓમ પ્રભા અને સુભાષનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પુષ્પા કાસોટિયા ઘટનાસ્થળે પહોંચ્યા છે.

તણાવને જોતા મોટી સંખ્યામાં જવાન તહેનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ પણ નજર રાખી રહ્યાં છે.
તણાવને જોતા મોટી સંખ્યામાં જવાન તહેનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ પણ નજર રાખી રહ્યાં છે.

શરૂઆતમાં કેટલાક લોકોએ હુમલાખોરોની ધરપકડની માગને લઈને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાનો વિરોધ કર્યો, જોકે પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓની સમજાવટ પછી બંને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાવધાનીના ભાગરૂપે સાંગાનેર વિસ્તારમાં 33 પોલીસ સ્ટેશનમાંથી 150થી વધુ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

લોકોને શાંતિ રાખવાની અપીલ
કલેક્ટર આશિષ મોદીએ જણાવ્યું હતું કે આ બંને યુવકની સાથે મારપીટ અને બાઈક સળગાવવાના મામલાનું કારણ હજી જાણી શકાયું નથી. પોલીસ ટીમ હુમલાખોરની શોધખોળ કરી રહી છે. કલેક્ટરનું કહેવું છે કે ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે શહેરવાસીઓને અપીલ કરી છે કે તેઓ અફવા પર ધ્યાન ન આપે. શહેરમાં શાંતિ-વ્યવસ્થાને જાળવી રાખો અને પ્રશાસનનો સહયોગ કરો.

સંગાનેર અંતિસંવેદનશીલ ક્ષેત્ર છે
ભીલવાડાનું ઉપનગર સાંગાનેર અતિસંવેદનશીલ ક્ષેત્ર છે. રાજસ્થાનમાં કારૌલી, અલવર, જોધપુર અને હવે ભીલવાડામાં માહોલને ખરાબ કરવાની કોશિશ તરીકે આ ઘટનાને જોવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...