તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajasthan Ashok Gehlot Legislature Party Meeting In CM House, Sachin Pilot Latest News Update

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનમાં ગેહલોત Vs પાયલટ:પાયલટ ભાજપમાં નહીં જોડાય, નજીકના સાથીઓએ કહ્યું- ગેહલોત પાસે બહુમતી છે તો સાબિત કરે, ધારાસભ્યોને હોટેલમાં શાં માટે મોકલે છે?

જયપુર9 મહિનો પહેલાલેખક: વિષ્ણુ શર્મા અને અનંત એરન
CM નિવાસ પર ધારાસભ્ય પક્ષની બેઠક ખતમ થયા પછી ત્યાં હાજર ગેહલોત સમર્થક તમામ ધારાસભ્યોને 4 બસોમાં સીધા માઉન્ટ ફેયર હોટલ મોકલી દેવાયા
 • ગેહલોતના નિવાસ સ્થાને ધારાસભ્યોની બેઠક યોજાઈ, 107 પૈકી પાયલોટના સમર્થક 18 ધારાસભ્ય ન પહોંચ્યા
 • ગેહલોત છાવણીનો દાવો કે 102 ધારાસભ્ય પહોંચ્યા, બહુમતી સાબિત કરવા હજુ 101ની જરૂર
 • સચિન પાયલટ ધારાસભ્યોની સોદાબાજીની તપાસ કરી રહેલી SOGની નોટિસ મળ્યા પછીથી નારાજ
 • રાજસ્થાન કોંગ્રેસના ઈન્ચાર્જ અવિનાશ પાંડેએ કહ્યું- અમારી પાસે 109 ધારાસભ્યોના સમર્થન પત્ર છે, સરકારની સ્થિતિ મજબૂત જ છે

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ ભાજપમાં જઈ રહ્યા નથી. ન્યૂઝ એજન્સીએ પાયલટના નજીકના સૂત્રોને ટાંકી આ દાવો કર્યો છે. આ સાથે નજીકના સહયોગીઓએ એવો પણ દાવો કર્યો છે કે ગેહલોત સરકાર લઘુમતીમાં છે. તેમણે કહ્યું કે જો ગેહલોત પાસે બહુમતી હોય તો તે વિધાનસભામાં સાબિત કરે. પોતાના ધારાસભ્યોને હોટેલમાં શાં માટે મોકલી રહ્યા છે.

આ અગાઉ મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસ સ્થાન પર સોમવારે ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી.  તે સમયે મુખ્યમંત્રી અને ધારાસભ્યોનો વિક્ટ્રી સાઈન દેખાડતો એક ફોટો આવ્યો હતો. આ સાથે એવું દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે આ ઘટનાક્રમ સરકારની પકડમાં છે. પણ હકીકત કંઈક અલગ છે. કોંગ્રેસ પાસે 107 ધારાસભ્ય છે. ગહલોત છાવણીનો દાવો છે કે બેઠકમાં 102 ધારાસભ્ય પહોંચ્યા.

CMના મીડિયા સલાહકારે તો આ બેઠકમાં પૂરા 107 ધારાસભ્ય પહોંચ્યા હોવાનું કહ્યુ છે. બીજી બાજુ સચિન પાયલટ સહિત 18 કોંગ્રેસી ધારાસભ્ય બેઠકમાં પહોંચ્યા ન હતા. જેને પગલે ગહલોત નબળા પડતા દેખાઈ રહ્યા છે. બહુમતિ માટે 101 ધારાસભ્ય જરૂરી છે.

સીએમ ગેહલોતના નિવાસસ્થાને સોમવારે સવારે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. ત્યારપછી ગેહલોતે તેમની સરકાર સુરક્ષિત હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. બેઠક પછી ત્યાં હાજર તમામ ચાર ધારાસભ્યોને ચાર બસોથી સીધા માઉન્ટ ફેયર હોટલ મોકલી દેવાયા છે. આ પહેલા બેઠકમાં સામેલ થનારા ધારાસભ્યોને પોલીસ એસ્કોર્ટ વચ્ચે સુરક્ષામાં લાવવામાં આવ્યા હતા. ગેહલોત સાથે 96 થી 98 ધારાસભ્યોના આવવાના સમાચાર છે. જો કે, દાવો 107નો કરવામાં આવી રહ્યો છે. બેઠક પછી કોંગ્રેસ ધારાસભ્ય પક્ષે રેઝોલ્યુશન પાસ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે, સરકાર વિરુદ્ધ કામ કરનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રેઝોલ્યુશનમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા લોકતંત્ર ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, આ રાજ્યની 8 કરોડ જનતાનું અપમાન છે. ધારાસભ્ય પક્ષે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અશોક ગેહલોત માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે ધારાસભ્ય બેઠકમાં હાજર નહોતા તેમાં રાકેશ પારીક,મુરારી લાલ મીણા, જીઆર ખટાના, ઈન્દ્રાજ ગુર્જર, ગજેન્દ્ર સિંહ શક્તાવત, હરીશ મીણા, દીપેન્દ્ર સિંહ શેખાવત, ભંવર લાલ શર્મા, ઈન્દિરા મીણા, વિજેન્દ્ર ઓલા, હેમારામ ચૌધરી, પીઆર મીણા, રમેશ મીણા, વિશ્વેન્દ્ર સિંહ, રામનિવાસ ગાવડિયા, મુકેશ ભાકર અને સુરેશ મોદી છે.

 આ અગાઉ રવિવાર સાંજે ડેપ્યુટી સીએમ સચિન પાયલટે દાવો કર્યો હતો કે કોંગ્રેસના 30 ધારાસભ્યો તેમના સમર્થનમાં છે અને રાજ્યની ગેહલોત સરકાર લઘુમતીમાં છે. આ સાથે જ પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથેના મતભેદ પણ સ્પષ્ટ કર્યા હતા. પાયલટે કહ્યું કે, તે સોમવારે થનારી કોંગ્રેસ વિધાનસભા પક્ષને બેઠકમાં સામેલ નહીં થાય. જો કે રાજસ્થાન કોંગ્રેસના ઈન્ચાર્જ અવિનાશ પાંડેએ દાવો કર્યો છે કે અમારી પાસે 109 ધારાસભ્યોના સમર્થન પત્ર છે. ગેહલોત સરકાર બહુમતીમાં છે.

અપડેટ્સ 

 • ગેહલોત અને પાયલટ વચ્ચેના વિવાદને ખતમ કરવા માટે હવે પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળી લીધો છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધી અશોક ગેહલોત અને સચિન પાયલટ બન્ને નેતાઓ સાથે વાત કરી રહી છે. બન્ને નેતાઓ સાથે વાત કરીને વિવાદ ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
 • ગેહલોત સરકારમાં મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, સરકારને કોઈ જોખમ નથી. અમને 109થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. જે ધારાસભ્યોને ભાજપ દ્વારા બળજબરી રોકવામાં આવી રહ્યા છે, એ તમામ વીડિયો બનાવે અને શેર કરે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરશે.
 • કેન્દ્રીય નેતૃત્વ તરફથી જયપુર મોકલવામાં આવેલા સુરજેવાલાએ કહ્યું કે, છેલ્લા 48 કલાકમાં કોંગ્રેસ નેતૃત્વએ ઘણી વખત સચિન પાયલટ સાથે વાત કરી છે. રાજસ્થાન સરકાર જનતાની સેવા માટે કામ કરશે. અમે તમામ ધારાસભ્યો અને નેતાઓને અપીલ કરીએ છીએ કે તે ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ થાય, કોંગ્રેસની સરકારને મજબૂત કરવાનું કામ કરે.સચિન પાયલટ રાજ્યમાં પાર્ટી પ્રભારી અવિનાશ પાંડે સામે પોતાની વાત રાખી શકે છે. પાયલટ જયપુર આવવાનો સમય પણ જણાવી શકે છે. બેઠકમાં તેમની રાહ જોવાશે. ભાજપને જ્યારે પ્રજાતંત્રની હત્યા કરવી હોય તો તે 3 વિભાગ ઈનકમ ટેક્સ, ED, CBI આગળ આવી જાય છે. ભલે ભાજપ ગમે તેટલા ગતકડાં કરી લે,રાજસ્થાન સરકાર અને ધારાસભ્યોને ખરીદી નહીં શકે.
 • છત્તીસગઢના કોંગ્રેસ પ્રભારી પીએલ પુનિયાએ દાવો કર્યો કે સચિન પાયલટ હવે ભાજપમાં છે. કોંગ્રેસ અંગે ભાજપનું શું વલણ છે, એ તો સૌને ખબર છે. અમારે ભાજપ પાસેથી કોઈ સર્ટિફિકેટની જરૂર નથી, કોંગ્રેસમાં તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનું સન્માન થાય છે. 
 • પાયલટના ભાજપમાં જોડાવાની સંભાવનાઓ અંગે રાજસ્થાનમાં પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, સચિન પાયલટનું ભાજપમાં સ્વાગત છે. આ લડાઈના મૂળ કોંગ્રેસનો આંતરિક વિવાદ છે.
 • સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સચિન પાયલટ આજે નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસના એક તૃતીયાંશ ધારાસભ્યો પાયલટ સાથે જોડાવાનો દાવો કરાઈ રહ્યો છે. આ રીતે રાજ્યમાં ત્રીજા મોરચાની રચના થઈ શકે છે. ‘પ્રગતિશીલ કોંગ્રેસ’ના નામે ત્રીજો મોરચો ઊભો કરવાની શક્યતા છે.
 •  બે ધારાસભ્યોના ઘરે સોમવારે ઈનકમ ટેક્સના છાપા મારવામાં આવ્યા હતા. ધારાસભ્ય ધર્મેન્દ્ર યાદવ અને રાજીવ અરોરાના ઘરે આયકર વિભાગની ટીમ પહોંચી હતી. બન્ને ગેહલોતના અંગત હોવાનું માનવામાં આવી રહ્યું છે. 
 • રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે, પાયલટ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, મેસેજ પણ કર્યો પરંતુ તેમણે જવાબ નથી આપ્યો. 

SOGની નોટિસ પછી પાયલટ નારાજ
પાયલટ ધારાસભ્યોના ખરીદ વેચાણ અંગે તપાસ કરી રહેલી SOGની નોટિસ મળવાથી નારાજ છે. તેમને કોંગ્રેસના અન્ય અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જ CM ગેહલોતે રવિવારે રાતે 9 વાગ્યે ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ગેહલોત સમર્થક ધારાસભ્યોએ દાવો કર્યો કે આપણા જેટલા ધારાસભ્ય જશે, એનાથી વધુ ધારાસભ્ય આપણે ભાજપ પાસેથી લઈને આવીશું.  

દિલ્હી ગયેલા બે ધારાસભ્યોના સુર બદલાયા 
દિલ્હી ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો દાનિશ અબરાર અને રોહિત બોહરાએ જયપુર આવીને કહ્યું કે તેઓ વ્યક્તિગત કારણોના લીધે દિલ્હી ગયા હતા. મીડિયાએ જે કહેવું હોય તે કહી શકે છે. અમે કોઇ પણ વિવાદમાં સામેલ થવા માગતા નથી. અમે કોંગ્રેસના સિપાહી છીએ અને છેલ્લી ઘડી સુધી કોંગ્રેસની સાથે જ રહીશું. 

મોડી રાતે મુખ્યમંત્રી આવાસમાં જમવા માટે 115 ધારાસભ્ય ગયા હોવાનો સરકારી દાવો
મુખ્યમંત્રી ગેહલોતે રવિવારે રાતે સરકારના તમામ મંત્રીઓને સરકારી આવાસ પર જમવા માટે બોલાવ્યા હતા. કેબિનેટ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, સરકાર પાસે પૂર્ણ બહુમતી છે. લગભગ 115 ધારાસભ્ય આ ભોજનમાં સામેલ થયા હતા. 

શું કહે છે સમીકરણ
પાયલટનો દાવો છે કે તેમના સંપર્કમાં 30થી વધુ ધારાસભ્ય છે. તેને સાચું માનીએ તો ગેહલોત સરકાર લઘુમતીમાં આવી જશે. કોંગ્રેસના 107માંથી 30 ધારાસભ્ય રાજીનામું આપે તો ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા 170 થઈ જશે. એવામાં બહુમતી માટે 86 ધારાસભ્યોની જરૂર પડશે. 30ના રાજીનામા પછી કોંગ્રેસ પાસે 77 ધારાસભ્ય બચશે. એક RLD ધારાસભ્ય પહેલાથી તેમની સાથે છે એટલે કોંગ્રેસની કુલ સંખ્યા 78 થશે. એટલે કે બહુમત કરતા 8 ઓછી. તો આ તરફ RLPના 3 ધારાસભ્ય મળીને ભાજપ પાસે 75 ધારાસભ્ય છે. સરકાર બનાવવા માટે ભાજપને અપક્ષ તોડવા પડશે. રાજ્યના 13 ધારાસભ્યોમાં હાલ 10 કોંગ્રેસ સમર્થક છે. જો આમાથી ભાજપ 8 ધારાસભ્યોને પોતાની તરફ કરી લેશે તો ભાજપની સરકાર બની શકે છે.

SOG તપાસમાં સામે આવી ધારાસભ્યોને 25 કરોડ આપવાની વાત

 • SOGના જણાવ્યા પ્રમાણે, તેને ગેરકાયદે હથિયાર અને વિસ્ફોટક સામગ્રીની ચોરી સાથે જોડાયેલા મામલામાં મોબાઈલ નંબર 9929229909 અને 8949065678ને સર્વેલન્સ પર લીધા હતા. 
 • સર્વેલન્સ પર લેવાયેલા મોબાઈલની વાતચીતમાં સામે આવ્યું છે કે રાજ્યસભા ચૂંટણી પહેલા સરકાર પાડવાનું કાવતરું કરાયું હતું. ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયા આપવાની માહિતી પણ સામે આવી છે. 

રાજસ્થાન વિધાનસભાની વર્તમાન સ્થિતિ: કુલ સીટ: 200

પાર્ટીધારાસભ્યોની સંખ્યા
કોંગ્રેસ107
ભાજપ72
અપક્ષ13
RLP3
BTP2
ડાબેરી2
RLD 1
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો