મહારાષ્ટ્ર પોલીસના કડક વલણ બાદ પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરે અઝાન દરમિયાન ડબલ અવાજમાં હનુમાન ચાલીસા વગાડવાના પોતાના નિર્ણય પર અડગ છે. આ વચ્ચે MNS ચીફે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું લાઉડસ્પીકર વિવાદ પર પોતાનો મત રજૂ કર્યો છે. તેમને જાહેરાત કરી કે- અઝાનના સમયે મસ્જિદોની બહાર હનુમાન ચાલીસા ત્યાં સુધી વગશે જ્યાં સુધી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે. જો સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નથી કરે તો કોર્ટ તેમના વિરૂદ્ધ શું પગલાં ભરશે.
મીડિયા સાથેની સંપૂર્ણ વાતચીત, 7 પોઈન્ટ્સમાં વાંચો
NCP વડાએ બેઠક બોલાવી
NCP ચીફ શરદ પવારે પણ મુંબઈમાં MVAની બેઠક બોલાવી છે, જેમાં આદિત્ય ઠાકરે, બાળાસાહેબ થોરાટ, અજિત પવાર સહિત ઘણા મોટા મંત્રીઓ હાજર છે.
બાળાસાહેબનો વીડિયો શેર કર્યો
આ વીડિયોમાં બાળાસાહેબ કહે છે, 'જ્યારે મહારાષ્ટ્રમાં મારી સરકાર આવશે ત્યારે અમે રસ્તામાં નમાઝ બંધ કર્યા વિના રહીશું નહીં. ધર્મ એવો હોવો જોઈએ કે તે રાષ્ટ્રહિતના માર્ગમાં ન આવે. જો આપણા હિંદુઓ કંઈ ખોટું કરે છે તો મને કહો, અમે એનો પણ ઉકેલ લાવીશું, મસ્જિદમાંથી લાઉડસ્પીકર નીચે આવશે.'
મહારાષ્ટ્ર પોલીસની સખતાઈ છતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) આજે અઝાન દરમિયાન બે ગણા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવાના નિર્ણય પર અડગ છે. મનસે-પ્રમુખ રાજ ઠાકરેની વિરદ્ધ ઔરંગાબાદમાં ભડકાઉ ભાષણનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. હવે તેમની ધરપકડ થઈ શકે છે. એમ છતાં તેમણે મનસે કાર્યકર્તાઓને પોતાની તાકાત દેખાડવા માટે કહ્યું છે.
રાજ ઠાકરેના આહવાન પછી થાણેના ચારકોપ વિસ્તારમાં સવારે 5 વાગ્યે નમાઝ દરમિયાન મનસે કાર્યકર્તાઓએ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી છે. બીજી તરફ, નાસિકમાં પણ નમાઝ દરમિયાન હનુમાન ચાલીસા વગાડવા પર 7 મહિલા કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક મેસેજમાં રાજે તમામ નાગરિકોને એક હિન્દુની તાકાત દેખાડવા માટે કહ્યું. આ સિવાય એ પણ કહ્યું હતું કે જે હાલ થશે નહિ તો ક્યારે પણ થશે નહિ. રાજ ઠાકરેએ કહ્યું હતું, હું તમામ હિન્દુઓને અપીલ કરું છું કે જો 4 મેના રોજ તમે લાઉડસ્પીકર પર અઝાન સાંભળો છો તો એનો જવાબ એ જગ્યાઓ પર હનુમાન ચાલીસા વગાડીને આપો. ત્યારે જ તેમને લાઉડસ્પીકરની તકલીફનો અનુભવ થશે.
લાઉડસ્પીકર વાગતું જુઓ તો 100 નંબર પર ફરિયાદ કરો
તેમણે વધુમાં કહ્યું હતું કે તહેવાર, સ્કૂલો અને હોસ્પિટલોની સામે સાઇલન્ટ વિસ્તારોમાં પ્રતિબંધ હોવા છતાં મસ્જિદોને આ પ્રકારની પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. હું તમામ હિન્દુઓને અપીલ કરું છું કે તેમને હનુમાન ચાલીસા સંભળાવો, તમામ સ્થાનિક મંડળ અને સતર્ક નાગરિક એની વિરુદ્ધ એક હસ્તાક્ષર અભિયાન શરૂ કરે અને જો કોઈ મસ્જિદ લાઉસ્પીકર વગાડતી દેખાય છે તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પ્રત્યેક દિવસે સહીની સાથે અપીલ કરવામાં આવે. નાગરિકોએ રોજ 100 નંબર ડાયલ કરવો જોઈએ અને ફરિયાદ કરવી જોઈએ.
હિન્દુઓને મંદિરમાં લાઉડસ્પીકર વગાડવા માટે પરવાનગીની જરૂર પડે છે
પોતાના નિવેદનમાં રાજ ઠાકરેએ આગળ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે લાઉડસ્પીકર માટે એક નિયમ નક્કી કર્યો હતો. આ અવાજ 10થી 55 ડેસિબલની વચ્ચે હોવો જોઈએ. કૃપા કરીને ધ્યાન આપો કે 10 ડેસિબલનો સ્તર એ અવાજને સલંગ્ન છે, જે આપણી વચ્ચે થાય છે. જ્યારે 55 ડેસિબલનો સ્તર આપણા રસોડામાં રાખવામાં આવેલા મિક્સરના અવાજ બરાબર છે. મસ્જિદને લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે અને જો હિન્દુ મંદિરોમાં લાઉડસ્પીકર વગાડવા માગે છે તો આપણે રોજ પરવાનગી લેવી પડે છે.
એ રસ્તાની વચ્ચે બેસીને ટ્રાફિકજામ કરે છે
મનસે-પ્રમુખે મુસલમાનો દ્વારા રોડ પર નમાઝ અદા કરવા બાબતે પણ વાંધો વ્યક્ત લીધો છે. તેમણે કહ્યું હતું કે કયો ધર્મ કહે છે કે એકત્રિત થઈને રસ્તામાં બેસીને પ્રાર્થના કરો અને ટ્રાફિકજામનું કારણ બનો. મુસ્લિમ સમુદાય માટે મારાં નિવેદનોનું મુખ્ય કારણ એ છે કે લાઉડસ્પીકર લોકોને પ્રભાવિત કરનારો એક સામાજિક મુદ્દો છે.
બધા હિન્દુઓની ધરપકડ થાય એટલી જેલ નથી
તેમણે વધુમાં કહ્યું હતું કે હું એ બાબતનું પુનરાવર્તન કરું છું કે દરેક નાગરિકને એક હિન્દુની તાકાતનો ખ્યાલ હોવો જોઈએ. આપણા દેશમાં હિન્દુઓની ધરપકડ કરીને જેલમાં નખાય એટલી જેલ જ નથી. મનસે-પ્રમુખે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને એ વાત પણ યાદ કરાવી કે તેમના સ્વર્ગસ્થ પિતા બાળ ઠાકરેએ મસ્જિદો પરથી લાઉડસ્પીકરને નીચે ઉતારવાની વાત કહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.