ઈદના દિવસે થનારી મહાઆરતીના કાર્યક્રમને રદ કરી દેવાયો છે. MNS ચીફ રાજ ઠાકરેએ સોશિયલ મીડિયામાં લખ્યું કે કાલે રમઝાન હોવાને કારણે મનને કાર્યકર્તાઓને મહાઆરતી નહીં કરવાનો આદેશ આપવામાં આવે છે.
આ વચ્ચે રાજ ઠાકરેએ અયોધ્યા જવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મુંબઈના વિભિન્ન ભાગમાં સોમવાર સવારે મોટા પોસ્ટર-બેનર લગાડવામાં આવ્યા છે, જેમાં અયોધ્યા ચલોનું સૂત્ર આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓને 5 જૂને અયોધ્યા જવાનું આહ્વાન કરાયું છે. તે દિવસે રાજ પણ અયોધ્યા જશે. જો કે રાજની અયોધ્યા મુલાકાતને લઈને મનસેએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
રાજની ઔરંગાબાદ રેલીની તપાસ થશે
ઔરંગાબાદ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, મામલાની તપાસ માટે એક DCP સ્તરના અધિકારીને લગાડવામાં આવ્યા છે. જે બાદ લીગલ ટીમ પાસેથી સલાહ લેવામાં આવશે. તેમાં એ જોવામાં આવશે કે જે 16 શરતોને આ રેલીના આયોજકને પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું, તેનું ઉલ્લંઘન થયું છે કે નહીં.
ગૃહ મંત્રી દિલીપ વાલસે પાટિલે આજે આ મુદ્દાને લઈને એક હાઈલેવલ મીટિંગ પણ બોલાવી છે. મીટિંગમાં રાજના તે અલ્ટીમેટમ પર ચર્ચા થશે, જેમાં તેમને 4 મેથી આખા રાજ્યમાં લાઉડસ્પીકર પર અઝાન દરમિયાન ડબલ અવાજમાં હનુમાન ચાલીસા વગાડવાનું કહ્યું હતું.
આ છે રાજ ઠાકરેનું નવું અલ્ટીમેટમ
રવિવારે મનસે પ્રમુખે કહ્યું કે તેઓ મસ્જિદથી 3 મે સુધીમાં લાઉડસ્પીકર હટાવવાની વાત પર અડગ છે. સાથે જ તેમને કહ્યું કે એવું નહીં થાય તો તમામ હિન્દુ ધાર્મિક સ્થળોની બહાર હનુમાન ચાલીસા ચલાવવામાં આવશે. તેમને કહ્યું કે જો ઉત્તર પ્રદેશ સરકાર લાઉડસ્પીકર હટાવી શકે છે, તો મહારાષ્ટ્ર સરકારને શું વાંધો છે. ઠાકરેએ કહ્યું, 'મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની 3 મેની ડેડલાઈન પછી શું થશે, હું તેના માટે જવાબદાર નથી.'
અમે પણ રાજ તે અંદાજમાં જવાબ આપી શકીએ છીએઃ સાંસદ ઈમ્તિયાઝ
રાજના અલ્ટીમેટમનો જવાબ આપતા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું, 'અમે પણ બોલવા માટે સ્વતંત્ર છીએ, રાજ ઠાકરે જે અંદાજમાં બોલશે, અમે પણ તેનો જવાબ તે અંદાજમાં જ આપી શકીએ છીએ.' જલીલે પૂછ્યું, રાજ ઠાકરેએ સભા માટે ઔરંગાબાદની જ કેમ પસંદ કર્યું?
તેમને કહ્યું, હવે દરેક રાજકીય પાર્ટી એમ વિચારી રહી છે કે પોતાની રાજનીતિ ચમકાવવા માટે દેશને ધાર્મિક મુદ્દે સળગાવવું પડશે. જલીલે કહ્યું, રાજ ઠાકરેનું વર્ચસ્વ ઘટી રહ્યું છે. તમારી સભામાં લોકો આવશે અને સાંભળીને જતા રહેશે, પરંતુ આજની યુવા પેઢી જે છે તે ઘણી જ હોશિયાર છે. તેમને નોકરી, વેપાર અને પરિવારની ચિંતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.