• Gujarati News
  • National
  • Raised The Issue Of Tripura Violence And The Jurisdiction Of The BSF; He Also Met BJP MP Subramaniam Swamy

PM મોદીને મળવા પહોંચ્યા મમતા:ત્રિપુરા હિંસા અને BSFના અધિકાર ક્ષેત્રનો મુદ્દો ઉઠાવ્યો; ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને પણ મળ્યા

6 દિવસ પહેલા

તૃણમુલ કોંગ્રેસ (TMC)ની સુપ્રીમો અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છે. આજે સાંજે 5 વાગે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના ઘરે પહોંચ્યા છે. આ અગાઉ બપોરે 3.30 વાગે મમતા ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને પણ મળ્યા હતા.

PM સાથે આ મુલાકાતમાં મમતા રાજ્યના વિકાસના વિવિધ મુદ્દા ઉપરાંત BSFના અધિકાર ક્ષેત્રને વધારવા અને ત્રિપુરામાં હિંસાની ઘટના અંગે ચર્ચા કરી શકે છે. મમતાએ આરોપ લગાવ્યો છે કે ત્રિપુરામાં બિપ્લબ દેવની સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહી છે. આ અગાઉ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં TMCની આ અરજી નકારી દીધી હતી, જેમાં ત્રિપુરામાં યોજાનારી સ્થાનિક ચુંટણી અટકાવવાની માગ કરી હતી.

પેટાચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત દિલ્હી યાત્રા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં TMCના પ્રચંડ વિજય બાદ બેનર્જીની દિલ્હીની આ બીજી યાત્રા છે. આ જીત સાથે જ મમતા સતત ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રી બન્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ ભવાનીપુર પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આ તેમની દિલ્હીની પ્રથમ યાત્રા છે.

લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાયા મમતા
મમતા બેનર્જી વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીમાં અત્યારે જોડાઈ ગયા છે. બંગાળમાં ખેલા હોબે ના નારા બાદ દીદીનો હવે પછીનો લક્ષ્યાંક લોકસભા ચૂંટણી બાદ પોતાને ત્રીજા વિકલ્પ તરીકે રજૂ કરવાનો છે. દીદીએ આ માટે દેશભરમાં પાર્ટી સંગઠનને મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે.

અનેક નેતાઓ TMC સાથે જોડાયા
મમતાએ દિલ્હી આવી અનેક મોટા નેતાઓને પક્ષમાં સામેલ કર્યાં છે. સૌથી પહેલા JDUના સાંસદ રહી ચુકેલા પવન વર્માએ પાર્ટીનું સભ્યપદ લીધું. ત્યારબાદ કોંગ્રેસ નેતા અને ભૂતપુર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ પત્ની પૂનમ આઝાદ સાથે મમતાના સાંસદ ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પહોંચ્યા. અહીં અગાઉથી ઉપસ્થિત રહેલા મમતા બેનર્જીએ તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. ત્યારબાદ થોડા જ કલાકમાં હરિયાણા કોંગ્રેસના ભૂતપુર્વ અધ્યક્ષ અને સાંસદ રહી ચુકેલા અશોક તંવર પણ મમતાને મળ્યા અને TMCમાં સામેલ થયા.