છત્તીસગઢના રાયપુરમાં બર્થડેના સેલિબ્રેશનના કારણે એક યુવક જીવણ-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. યુવકના ચહેરા પર ફોમ સ્પ્રે લાગેલું હતું, જેના કારણે કેક પર લાગેલી સ્પાર્કલ કેન્ડલના તણખાથી તેના મોઢા પર આગ લાગી ગઈ. તેના મિત્રોએ હાથેથી આગ ઠારવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં તે ગંભીર રીતે દાજી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
તેલીબાંધા તળાવના કિનારે જોવા મળે છે પોલીસનો બંદોબસ્ત
આ ઘટના રાયપુરના તેલીબાંધા તળાવ પાસેની છે. જ્યારે આ ઘટના ઘટી ત્યારે સાંજનો સમય હતો. આ વિસ્તારમાં સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પોલીસનો બંદોબસ્ત રહે છે. પોલીસ અસામાજિક તત્વો પર નજર રાખે છે અને રાત્રે 10 વાગ્યા પછી નાઈટ કર્ફ્યૂના કારણે લોકોને ભગાડી દેવામાં આવે છે. આ વીડિયોમાં જોવા મળતા યુવક અંગે હજુ સુધી કોઈ જ જાણકારી મળી નથી.
જશ્નનો વીડિયો બનાવવાનો હતો, દુર્ઘટના રેકોર્ડ થઈ ગઈ
વીડિયોમાં કેટલાંક યુવકો જન્મદિવસનો જશ્ન મનાવી રહ્યાં હતા. વીડિયોમાં બર્થડે બોય પર ફોમ સ્પ્રે કરાયું હતું. તારામંડળ (ફુલઝર) જેવી કેન્ડલ કેક ઉપર લગાડવામાં આવી હતી. આ કેન્ડલનો એક જ તણખો કિશોરના ચહેરા પર લાગેલા ફોર્મ પર લાગ્યો અને જોતજોતમાં જ યુવકનો ચહેરો સળગી ગયો. આ ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ શોકિંગ વીડિયો જોઈને લોકો આવી રીતે ઉજવણી ન કરવાની અપીલ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.