તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુદરતી આફત:ઉત્તર ભારતમાં 6 રાજ્યમાં વરસાદ-વાવાઝોડું, ઉત્તર પ્રદેશમાં 14 લોકોનાં મોત

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • નાના ઝૂંપડા, વીજ અને ટેલિફોનના થાંભલા પણ ધરાશાયી થઈ ગયા
 • દિલ્હીમાં વરસાદ પડતાં ગરમીથી ત્રાહિમામ લોકોએ રાહતનો દમ લીધો

કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં સખત પવન સાથે રેતીનું તોફાન જોવા મળ્યું હતું. વરસાદ સાથે ભારે પવનને પગલે દિલ્હીમાં કેટલાક સ્થળે વૃક્ષો, નાના ઝૂંપડા, વીજ અને ટેલિફોનના થાંભલા પણ ધરાશાયી થઈ ગયા હતા. આ દરમિયાન દિલ્હીમાં વરસાદ પડતાં ગરમીથી ત્રાહિમામ લોકોએ રાહતનો દમ લીધો હતો. 
અનેક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી 
ઉત્તર પ્રદેશમાં 18 જિલ્લામાં રવિવારે સવારથી આંધી-તૂફાન અને વરસાદ તથા વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં 14 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઝાંસીમાં મોટા પ્રમાણમાં કરા પડ્યા હતા. અનેક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. હવામાન વિભાગે આગામી બે-3 દિવસ સુધી દેશના વિવિધ ભાગમાં વરસાદની આગાહી કરી છે. મધ્ય પ્રદેશમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો