તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારમાં હિમવર્ષાનો દોર શરૂ, અનેક વિસ્તારોમાં વરસાદ, હાઈવે બંધ કરાયા, હિમાચલમાં યલો એલર્ટ જાહેર

શ્રીનગર, શિમલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
હિમવર્ષાને કારણે કાર પર બરફના થર જામી ગયા હતા - Divya Bhaskar
હિમવર્ષાને કારણે કાર પર બરફના થર જામી ગયા હતા

જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારમાં હિમવર્ષાનો દોર શરૂ થઇ ગયો છે. જોકે મેદાની વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી અમુક દિવસો સુધી હિમવર્ષા ચાલુ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આ હિમવર્ષા થઈ રહી હોવાનું જણાવાયું છે. તેના લીધે હવામાનમાં પલટો આવ્યો છે. જોકે તાજેતરની હિમવર્ષાને લીધે અનેક હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી.

હિમવર્ષા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું
હવામાન વિભાગના જણાવ્યાનુસાર સ્કી-રિસોર્ટ તરીકે પ્રસિદ્ધ બારામુલ્લાના ગુલમર્ગમાં 2.5 ઈંચ, પીર ગલીમાં 1 ફૂટ જેટલી હિમવર્ષા નોંધાઈ હતી. બીજી બાજુ હિમાચલમાં પણ ભારે વરસાદ અને હિમવર્ષા માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું હતું. અહીં 17 નવેમ્બર સુધી તાપમાન ખરાબ રહેશે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો