અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ફાયરિંગ:હુમલાખોરે ભીડ ઉપર આડેધડ ગોળીઓ વરસાવી; 3 લોકોના મોત, 11 ઈજાગ્રસ્ત થયા

એક મહિનો પહેલા

અમેરિકામાં ફરી એક વખત ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં ફિલાડેલ્ફિયા શહેરમાં શનિવારે મોડી રાત્રે થયેલા ફાયરિંગમાં 3 લોકોના મોત થયા છે. આ પૈકી એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે, હોસ્પિટલ લઈ જતી વખતે તેમના મોત નિપડ્યા હતા. ઘટનામાં 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે ખાસ માહિતી હજુ સુધી મળી શકી નથી.ફિલાડેલ્ફિયા પોલીસના જણાવ્યા પ્રમાણે સાઉત સ્ટ્રીટમાં સેંકડો લોકો વીકેન્ડ એન્જ્યોઈ કરી રહ્યા હતા, તે સમયે એક હુમલાખોરો ભીડ ઉપર આડેધડ ફાયરિંગ કર્યું હતું. પોલીસનું કહેવું છે કે ઘટના સ્થળેથી બે હથિયાર મળી આવ્યા છે. જોકે હુમલાખોરની હજુ સુધી ધરપકડ કરી શકાઈ નથી.

પોલીસ કરેલા ફાયરિંગથી શંકાસ્પદ બચી ગયો
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એફ.પેસે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ભીડ પર ગોળીઓ ચલાવનાર એક શંકાસ્પદ વ્યક્તિ ઉપર પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. પણ હજુ સુધી એ બાબત સ્પષ્ટ થઈ શકી નથી કે તેને ગોળી લાગી હતી કે નહીં. પોલીસે સાઉથ સ્ટ્રીટ વિસ્તારને સીલ કરી દીધો છે અને સાવચેતીના ભાગરૂપે લોકોને ત્યાં નહીં જવા આદેશ આપ્યો છે. ઘટનાની તપાસ માટે પોલીસ આજુબાજુની દુકાનોના CCTV ફુટેજ પણ તપાસી રહી છે.

ફાયરિંગની ઘટના અટકી રહી નથી
અમેરિકામાં ફાયરિંગની સતત ઘટના બની રહી છે અને તે અટકતી નથી. મંગળવારે ન્યૂ ઓરલિયન્સમાં એક હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન સેરેમનીમાં ફાયરિંગ થયા બાદ એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અગાઉ ટેક્સાસ રાજ્યની એક શાળામાં ફાયરિંગમાં 19 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા.