નવા વર્ષમાં ઠંડીએ પણ ચમકારો આપ્યો છે. રાજસ્થાનના 11 જિલ્લામાં પારો 5 સેલ્સિયસની નીચે ચાલી રહ્યો છે. હરિયાણાના હિસારમાં ગુરુવારે (31 ડિસેમ્બર)ના રોજ 24 વર્ષની સૌથી ઠંડી રાત હતી. હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને પંજાબમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઘણા જિલ્લામાં બરફ પણ પડી શકે છે.
દિલ્હીઃ14 વર્ષ પછી સૌથી ઓછું તાપમાન
દિલ્હીમાં રેકોર્ડતોડ ઠંડી પડી રહી છે. નવા વર્ષના પહેલા દિવસનું તાપમાન 1.1 ડિગ્રી રેકોર્ડ થયું છે. અહીં 14 વર્ષ પછી સૌથી ઓછું તાપમાન છે. આ પહેલા જાન્યુઆરી 2006માં 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌથી ઓછું મિનિમમ હવામાન વિભાગ રિજનલ ફોરકાસ્ટિંગ સેન્ટરના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, પાલમ અને સફદરગંજ વિસ્તારમાં ધુમ્મસને કારણે શુક્રવારે વિજિલિબિટી શૂન્ટ થઈ ગઈ હતી.
ધુમ્મસમાં દ્રશ્યતા 0થી 50 મીટર, ધુમ્મસમાં 51 થી 200 મીટર, મોડરેટ ધુમ્મસમાં 201થી 500 મીટર અને ઓછા ધુમ્મસમાં દ્રશ્યતા 500થી 1000 મીટર સુધી હોય છે.
મધ્યપ્રદેશઃભોપાલમાં રાતનો પારો 0.3 સેલ્સિયસ ઘટ્યો, 20 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાયો
ભોપાલ સહિત મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારમાં વર્ષના અંતિમ દિવસે પણ ઠંડીનું જોર રહ્યું હતું. ભોપાલમાં રાતના તાપમાનમાં ઘટાડો નોંધાયો. દિવસનું તાપમાન 24.4 ડિગ્રી નોંધાયું. રાતના તાપમાનમાં 0.3 ડિગ્રીનો ઘટાડો થયો.જે 9.9 ડિગ્રી નોંધાયું. ગુરુવારે રાતે ભોપાલમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. ગ્વાલિયર,ધાર, નરસિંહપુર, રાજગઢ અને ખજૂરાહોમાં ઠંડો દિવસ રહ્યો. હવામાન વૈજ્ઞાનિકોએ 2 જાન્યુઆરીથી ભોપાલમાં વાદળ છવાયા, હળવો વરસાદ થવાની શક્યતા છે. માલવા-નિમાડના ઘણા વિસ્તારમાં વરસાદ અને બરફ પણ પડી શકે છે.
રાજસ્થાનઃ 4.4 ડિગ્રી તાપમાન સાથે માઉન્ટ આબૂ સૌથી ઠંડુ
ઠંડીની માર રાજસ્થાનમાં દિવસેને દિવસ વધી રહી છે. ગુરુવારે સતત ચોથા દિવસે 3 જગ્યાએ પારો માઈનસમાં રહ્યો અને સીકરમાં શૂન્યમાં નોંધાયો. જયપુર સહિત 11 શહેરોમાં તાપમાન 5 ડિગ્રી નીચે રહ્યો. માઉન્ટ આબૂ -4.4 સેલ્સિયસ ડિગ્રી સાથે સૌથી ઠંડો રહ્યો. પાક હિમના સકંજામાં છે. હવામાન વૈજ્ઞાનિકોએ વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય થવાથી શુક્રવારે ઘણા વિસ્તારમાં હળવો વરસાદ અને બરફ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.આગામી 24 કલાકમાં જયપુર, અજમેર, ઝૂંઝૂનૂ, સીકર, ટોન્ક, કોટા, બૂંદી, ધૌલપુર સહિત ઘણા સ્થળો પર વરસાદ અને બરફ પડવાની શક્યતા છે.
પંજાબઃ બઠિંડા 0 ડિગ્રી પર, યલો એલર્ટ જાહેર
પંજાબના તમામ જિલ્લામાં શીતલહેર અને ધુમ્મસના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવાર રાતે બઠિંડામાં પારો 0 ડિગ્રીએ પહોંચી ગયો છે. 4 જાન્યુઆરી સુધી શીતલહેર રહેવાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1 થી 4 જાન્યુઆરી વચ્ચે ઘણી જગ્યાએ વરસાદ પડી શકે છે. જ્યારે અમુક વિસ્તારમાં વધુ ઠંડી, ગરમી અથવા પછી વરસાદ પડે છે તો હવામાન વિભાગ રેડ, ઓરેન્જ,યલો એલર્ટ જાહેર કરે છે. જ્યારે કોઈ શહેરનું હવામાન સામાન્ય હોય તો તેને ગ્રીન કેટેગરીમાં રાખવામાં આવે છે. હાલ પંજાબ ઓરેન્જ એલર્ટ પર છે.એટલે ઘરેથી નીકળતા પહેલા સતર્ક રહેવું પડશે.
હરિયાણાઃ24 વર્ષમાં હિસારમાં સૌથી ઠંડી રાત
હાડ થીજવતી ઠંડીએ હવે હરિયાણામાં પણ એન્ટ્રી કરી છે. રાતનો પારો સામાન્ય કરતા 8 ડિગ્રી નીચે પહોંચી ગયો છે. હિસામાં તે માઈનસ 1.2 ડિગ્રી રહ્યો. આ ડિસેમ્બર મહિનામાં 24 વર્ષમાં સૌથી ઓછો છે. આ પહેલા 10 ડિસેમ્બર 1996ના રોજ તાપમાન માઈનસ 1.8 ડિગ્રી રહ્યું હતું. સાથે જ કરનાલમાં દિવસનું તાપમાન 12.9 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતા 6 ડિગ્રી ઓછું છે. HAU હિસારના હવામાન વિભાગના અધ્યક્ષ ડો. મદન ખીચડના જણાવ્યા પ્રમાણે, અરબ સાગરમાંથી ઠંડો પવન આવશે. આનાથી 2 જાન્યુઆરી પછી હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ થઈ શકે છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઠંડી અને વરસાદથી 24.87 લાખ હેક્ટર ઘઉં સહિત 31.86 લાખ હેક્ટરમાં વાવેલા રવિ પાકને ફાયદો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.