• Gujarati News
  • National
  • Rain Breaks 8 year Record, Shuts Down Vehicular Traffic; Food Packets Were Delivered By Boat On The Streets

ભારે વરસાદથી બેંગલૂરુ પાણી..પાણી...:વરસાદે 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો, વાહન વ્યવહાર બંધ; શેરીઓમાં બોટથી ફૂડ પેકેટ પહોંચાડાયાં

એક મહિનો પહેલા
બેંગલૂરુમાં પૂરથી સ્થિતિ કફોડી બની

બેંગલૂરુમાં રવિવારની આખી રાત ભારે વરસાદ વરસ્યો હતો અને સોમવારે સવારે પણ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. રાતભર અનરાધાર વરસાદ એવો પડ્યો કે તેણે આઠ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ભારે વરસાદના પગલે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું અને વાહન વ્યવહાર સદંતર બંધ રાખવો પડ્યો હતો. નીચાણવાળા ગરીબ વિસ્તારોના લોકોને બોટ મારફત ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યાં હતાં.

એક અઠવાડિયામાં બીજીવાર જળબંબાકાર
બેંગલૂરુના કેટલાક વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે અને રાતભરના ભારે વરસાદ પછી રસ્તાઓ ડૂબી ગયા છે, જેમાં શહેરના મહત્ત્વ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. કર્ણાટક રાજ્યની રાજધાનીમાં આવો વરસાદ એક સપ્તાહમાં બીજીવાર થયો છે.

સરજાતપુર વિસ્તાર પાણીમાં ગરક થયો
સરજાતપુર વિસ્તાર પાણીમાં ગરક થયો

ગઈકાલે રાત્રે પડેલા વરસાદ બાદ એપાર્ટમેન્ટના સેલરમાં પાણી ભરાઈ ગયાં હતાં ત્યારે અનેક મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વહીવટી તંત્રે ઈમર્જન્સી કામ સિવાય કોઈને ઘરની બહાર જવાનું ટાળવા અને બાળકોને શાળાએ ન મોકલવા અપીલ કરી છે.

IT કોરિડોર પણ પાણી ભરાઈ ગયો
ઇકોસ્પેસ નજીક આઉટર રિંગ રોડ, બેલાંદુર, કેઆર માર્કેટ, સિલ્ક બોર્ડ જંક્શન અને વર્થુર અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ છે. IT કોરિડોર પણ પાણીમાં ભરાઈ ગયો છે જ્યારે HBR લેઆઉટમાં કેટલાય ઘરો પાણીમાં ડૂબી ગયાં છે.

શેરીઓમાં બોટ ફરી રહી છે
શેરીઓમાં બોટ ફરી રહી છે

પાણીથી ભરાયેલા ઓલ્ડ એરપોર્ટ રોડની વચ્ચે બસો ફસાયેલી દેખાઈ હતી. ગયા અઠવાડિયે પણ વરસાદ પડતાં આ રોડ પાણીમાં ડૂબી ગયો હતો અને બે દિવસ પહેલાં મુખ્યમંત્રી બસવરાજ બોમઈએ તેની મુલાકાત લીધી હતી. સરજાતપુર રોડમાં ભારે પાણી ભરાયા હોવાના અહેવાલ છે અને નજીકની ઈમારતોના પાર્કિંગની જગ્યાઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...