• Gujarati News
  • National
  • Railways To Launch Special Trains For 38 Cities In 19 States, Suspense Over IPL Schedule To End Today

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રેલવે 19 રાજ્યના 38 શહેરો માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરશે, IPLના શિડ્યુઅલ અંગે સસ્પેન્સનો આજે અંત આવશે, શોવિક-રિયાની એકબીજાની સામે બેસાડી પૂછપરછ થશે

એક વર્ષ પહેલા

ભારતીય સેનાએ 6 સપ્ટેમ્બર 1965ના રોજ પશ્ચિમ પાકિસ્તાન પર ત્રણ જગ્યાથી સરહદ પાર કરી હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં ભારતે વિજય મેળવ્યો હતો. અત્યારે LAC પર ભારત અને ચીનની સેના વચ્ચે તણાવભરી સ્થિતિ છે. શનિવારે ચીની સૈનિકોએ અરુણાચલ પ્રદેશના એક ગામમાંથી પાંચ લોકોનું અપહરણ કરી લીધુ હતું. તો ચાલો શરૂ કરીએ આજનું મોર્નિંગ ન્યૂઝ બ્રીફ....

હવે જોઈએ એવી ઘટના કે જેના પર આજે સૌની નજર રહેશે
1.IPLની સિઝન-13નો શિડ્યુઅલ જાહેર થશે. આ વખતે આ ટૂર્નામેન્ટ UAEમાં યોજાઈ રહી છે. 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી કુલ 60 મેચ રમાશે.
2. નવી દિલ્હી સ્થિત હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ છ મહિના બાદ ખુલવા જઈ રહી છે
3.સુશાંત મૃત્યુ કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહેલી નાક્રોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમ શોવિકને રિયા સામે બેસાડી પૂછપરછ કરશે.

હવે ગઈકાલના 6 મહત્વના સમાચાર જોઈએ

1. રેલવે વધુ 80 ટ્રેન ચલાવશે
રેલવે 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેનો 38 શહેરોને જોડશે. તેમા રાજસ્થનના 5 અને મધ્ય પ્રદેશના 4 શહેરનો સમાવેશ થાય છે. (વાંચો સમાચાર વિગતવાર)

2. ચીનની સેનાએ અરુણાચલમાં 5 વ્યક્તિને બંધક બનાવ્યા
ચીનની સેનાએ અરુણાચલ પ્રદેશના સુબાનસિરી જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પાંચ વ્યક્તિને બંધક બનાવ્યા છે. શનિવારે આ માહિતી સરકાર તરફથી નહીં પણ અરુણાચલ પ્રદેશમાં કોગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગ મારફતે સામે આવી હતી. અત્યારે આ ઘટનાને લગતી પ્રાથમિક તપાસ પોલીસને સોંપવામાં આવી છે.(વાંચો સમાચાર વિગતવાર)

3. જિયોની કહાનીઃ આ રીતે રિલાયન્સ દેવા મુક્ત થયું
મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બર 2016ના રોજ રિલાયન્સ જિયોને ફ્રી 4G ડેટા અને વોઈસ કોલિંગ સાથે દેશભરમાં લોંચ કરવામાં આવ્યુ હતુ. ત્યારે દેશમાં 12 ટેલિકોમ કંપની હતી. હવે ફક્ત 5 જ છે. 31 માર્ચ 2020 સુધીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર 1.61 લાખ કરોડનું દેવુ હતું. પણ જિયોમાં આવેલા રોકાણને લીધે કંપનીએ માર્ચ,2021ની જે સમયસીમા નક્કી કરી હતી તે અગાઉ એટલે કે 18 જૂન,2020ના રોજ દેવા મુક્ત બનવાની જાહેરાત કરી.

4. સુશાંત કેસમાં રિયાના ભાઈને 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ
સુશાંત કેસ સાથે સંડળાયેલા કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકને 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર રાખ્યો છે ભૂતપુર્વ સ્ટાફર સેમ્યુઅલ મિરાંડા પણ 4 દિવસના રિમાન્ડ પર છે. આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.(વાંચો સમાચાર વિગતવાર)

5. ભાસ્કર એક્સપ્લેનરઃ સંસદનું ચોમાસુ સત્ર
14 સપ્ટેમ્બરથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. આ વખતે પ્રશ્નકાળ નહીં હોય. શૂન્યકાળની અવધી પણ એક કલાકથી ઘટાડી અડધો કલાક કરી દેવામાં આવી છે. આ બાબતને લઈ સરકારની ટીકા થઈ રહી છે. આ ચોમાસુ સત્રમાં આ પ્રકારના અનેક પગલા ભરવામાં આવ્યા છે, જે વર્ષ 1952 બાદ અત્યાર સુધીના સંસદીય ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળશે.(વાંચો સમાચાર વિગતવાર)

6. ભાસ્કર ડેટા સ્ટોરીઃ ટીચિંગમાં જેન્ડર ગેપ
આપણા દેશમાં ટીચિંગ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી વધારે છે. પ્રાઈમરી શિક્ષણમાં પુરુષોની તુલનામાં મહિલાઓની સંખ્યા લગભગ બમણી છે. સેકન્ડરી, સીનિયર સેકન્ડરી અને કોલેજ સ્તર પર આ પ્રમાણ 100 પુરુષો સામે 73 મહિલા છે. એટલે કે અભ્યાસનું સ્તર વધતા મહિલાઓની ભાગીદારી ઓછી થતી જાય છે.(વાંચો સમાચાર વિગતવાર)

હવે 6 સપ્ટેમ્બરનો ઈતિહાસ

1965: ભારતે પંજાબ માર્ગે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો
2018: સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા સમલૈંગિકતાને લગતી બાબત અપરાધની શ્રેણીમાંથી દૂર કરી હતી.
2012: અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે બરાક ઓબામા સતત બીજી વખત ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર બન્યા.

અંતમાં બરાક ઓબામાએ 6 સપ્ટેમ્બર 2012ના રોજ ડેમોક્રેટીક નેશનલ કન્વેશનમાં આપેલ એક નિવેદન

અન્ય સમાચારો પણ છે...