ઉમદા નિર્ણય:રેલવે પહેલી નવેમ્બરથી પેપરલેસ થશેઃ રેલવે બોર્ડ

બિલાસપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય રેલવે પહેલી નવેમ્બરથી સંપૂર્ણપણે પેપરલેસ થઈ જશે. કાગળો દ્વારા પત્ર વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાશે. તેના બદલે ઇ-ઑફિસ પ્લેટફોર્મ દ્વારા ઇમેલથી પત્રવ્યવહાર થશે. આ વ્યવસ્થામાં હાલ વિજિલન્સ વિભાગને બાકાત રખાયું છે.

રેલવેના બે ઝોન વચ્ચેનો પત્રવ્યવહાર પણ ઇ-ઑફિસના માધ્યમથી થશે. દેશમાં પર્યાવરણની સુરક્ષા અને કાગળોની ખપત ઓછી કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ દિશામાં રેલવે દ્વારા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

રેલવે બોર્ડ, ઝોનલ રેલવે અને દરેક યુનિટમાં તેનો અમલ થશે. દસ્તાવેજો પર અધિકારીઓના હસ્તાક્ષરને પણ સ્કેન કરીને ઑફિશ્યલ ઇમેલ દ્વારા મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...