તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Railways Says Not Every Train Can Be Started With Korna In Mind, Special Trains To Be Added As Per Demand

અત્યારે દરેક ટ્રેન શરૂ નહીં થાય:રેલવેએ કહ્યું- કોરનાને ધ્યાનમાં રાખીને દરેક ટ્રેન શરૂ ન કરી શકીએ, માંગ અનુસાર સ્પેશ્યલ ટ્રેન વધારીશું

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ફોટો 10 જૂનનો છે. ઉત્તરપ્રદેશના આગ્રા રેલવે સ્ટેશન પર લોકોમોટિવ ક્લાસના એન્જિનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સૌથી શક્તિશાળી એન્જિન છે. હવે ભારતીય રેલમાં તેનો ઉપયોગ કરવામા આવશે. - Divya Bhaskar
આ ફોટો 10 જૂનનો છે. ઉત્તરપ્રદેશના આગ્રા રેલવે સ્ટેશન પર લોકોમોટિવ ક્લાસના એન્જિનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સૌથી શક્તિશાળી એન્જિન છે. હવે ભારતીય રેલમાં તેનો ઉપયોગ કરવામા આવશે.
  • ભારતીય રેલવેએ ગુરૂવારે 12 ઓગસ્ટ સુધી દરેક રેગ્યુલર મેલ, એક્સપ્રેસ , પેસેન્જર અને સબ અર્બન ટ્રેન કેન્સલ કરવાનો નિર્ણય કર્યો હતો
  • આ ટ્રેનોમાં 1 જુલાઇથી 12 ઓગસ્ટ વચ્ચે કોઇએ ટિકિટ બુકિંગ કરાવી હશે તો તેને કેન્સલ માનવામા આવશે

કોરોનાના વધી રહેલા કેસની સંખ્યા જોતા  અત્યારે દરેક ટ્રેન ચલાવી શકાય તેવી પરિસ્થિતિ નથી. રેલવેએ શુક્રવારે આ વાત સ્પષ્ટ કરી હતી. રેલવેએ કહ્યું કે અત્યારે જે પરિસ્થિતિ છે તેને જોતા દરેક ટ્રેન શરૂ કરવી શક્ય નથી. જોકે સ્પેશ્યલ ટ્રેનો ચાલતી રહેશે અને માંગ અનુસાર તેની સંખ્યા વધી શકે છે. 

12 ઓગસ્ટ સુધી રેગ્યુલર ટ્રેન નહીં
ગુરૂવારે રેલવે વિભાગે જાહેરાત કરી હતી કે હવે 12 ઓગસ્ટ સુધી કોઇ પણ રેગ્યુલર ટ્રેન ચલાવવામા નહીં આવે. મતલબ કે 12 ઓગસ્ટ સુધી પેસેન્જર, એક્સ્પ્રેસ ટ્રેનોનું સંચાલન નહીં થાય. જે લોકોની ટિકિટ 12 ઓગસ્ટ સુધી બુક છે તેમને રેલવે 100 ટકા રિફન્ડ આપશે. ગુરૂવારે રેલવે બોર્ડે તેનું સર્ક્યુલર જાહેર કર્યું હતું. બોર્ડના નિર્ણય અનુસાર આ સમયગાળામાં સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામા આવશે. 

નવા નિર્ણયની અસર કઇ ટ્રેનના પ્રવાસીઓ પર પડશે ?
દરેક રેગ્યુલર મેલ, એક્સપ્રેસ, પેસેન્જર અને સબ અર્બન ટ્રેનોને 12 ઓગસ્ટ સુધી કેન્સલ કરવામા આવી છે. તેમાં ટિકિટ બુકિંગ નહીં થઇ શકે.

શું તાજેતરમાં શરૂ કરવામા આવેલી કોઇ ટ્રેન ચાલુ રહેશે ?
મહારાષ્ટ્રના મુંબઇમાં હમણા જ લોકલ ટ્રેન સેવા શરૂ કરવામા આવી હતી. તે લિમિટેડ લોકો માટે સ્પેશ્યલ સેવા છે. આ સર્વિસ ચાલુ રહેશે.

જો કોઇએ ટિકિટ બુક કરાવી લીધી હોય તો ?
આ ટ્રેનોમાં 1 જુલાઇથી 12 ઓગસ્ટ વચ્ચે મુસાફરી કરવા માટે જો કોઇએ ટિકિટ  બુકિંગ કરાવી હશે તો તેને કેન્સલ ગણવામા આવશે. રેલવેએ કહ્યું છે કે મુસાફરોને 100 ટકા રિફન્ડ આપવામા આવશે. 

હવે પ્રવાસીઓ પાસે શું વિકલ્પ છે ?
રેલવેએ કહ્યું કે 230 મેલ અને સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે અને તે ચાલતી રહેશે. રેલવેએ અગાઉ જાહેર કર્યું છે કે જરૂરિયાત જણાશે તો વધુ સ્પેશ્યલ ટ્રેન ચલાવવામા આવશે. 

અન્ય સમાચારો પણ છે...