તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેલવેએ 30 જૂન સુધી બુક થયેલી ટ્રેન ટિકિટ્સ રદ કરી છે. શ્રમિક સ્પેશિયલ અને સ્પેશિયલ ટ્રેન ચાલુ રહેશે. આ નિર્ણયથી હાલ એમ માનવામાં આવી રહ્યું છે કે 30 જૂન સુધી ટ્રેનની સામાન્ય સેવાઓ શરૂ નહિ થાય. સામાન્ય રીતે ટ્રેનની ટિકિટ્સ 120 દિવસ પહેલા બુક કરી શકાય છે. એવામાં લોકડાઉન પહેલા જ ઘણી ટિકિટ બુક કરવામાં આવી હતી.
Indian Railways cancels all tickets booked to travel on or before June 30th, 2020. Refunds given to all tickets booked till 30th June 2020. All special trains and Shramik Special train to however ply as usual. pic.twitter.com/5Pgs09WB2t
— ANI (@ANI) May 14, 2020
સ્પેશિયલ ટ્રેન માટે 22 મેથી વેટિંગ લિસ્ટ બહાર પાડશે રેલવે, મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ થઈ શકે છે
રેલવે કોરોના સંક્રમિતોની ટિકિટની સંપૂર્ણ રકમ રિફન્ડ કરશે
કોરોનાના લક્ષણના કારણે જે લોકોને ટ્રેનમાં મુસાફરી કરતા અટકાવવામાં આવશે તેમને રેલવેની સંપૂર્ણ ટિકિટ રિફન્ડ કરવામાં આવશે. રેલવેએ બુધવારે આ માહિતી આપી છે. આ અંગે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. કન્ફર્મ ટિકિટ ધરાવતા પેસેન્જરમાં પણ જો સ્ક્રીનિંગ દરમિયાન કોવિડ-19ના લક્ષણ દેખાય છે. જેમ કે વધ તાવ, ખાંસી તો તેને મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહિ. આવા સંજોગોમાં તેની ટિકિટ રદ કરવામાં આવશે અને રેલવે સંપૂર્ણ પૈસા પરત કરશે.
ગ્રુપ ટિકિટ કેન્સલ થવા પર પણ બધા પૈસા રિફન્ડ કરાશે
ગ્રુપ ટિકિટમાં જો કોઈ પેસેન્જર મુસાફરી માટે અનફીટ નીકળે છે અને તે પીએનઆર નંબર પર મુસાફરી કરનાર બીજા લોકો પણ ટ્રાવેલ કરવા માંગતા નથી તો આવા સંજોગોમાં રેલેવે ટિકિટના બધા પૈસા રિફન્ડ કરશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.