તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Railways Plans To Start Passenger Trains From May 12, Trains Will Run From Delhi, Booking On IRCTC From Tomorrow

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેની જાહેરાત:12મેથી અમદાવાદ સહિત 15 રૂટ પર ટ્રેન ચલાવવાની તૈયારી, માત્ર ઓનલાઇન બુકિંગ થશે, દિલ્હીથી ઉપડતી ટ્રેનોનું ભાડું રાજધાની જેટલું

નવી દિલ્હી:9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટેશન પર ટિકિટ વેચાણ નહીં થાય, IRCTC પરથી ટિકિટ મળશે, પ્રવાસ પહેલા સ્ક્રિનીંગ થશે
 • માત્ર IRCTC ઓનલાઇન અથવા એપથી ટિકિટ બુક થશે, એજન્ટ દ્વારા ટિકિટ બુક નહીં કરી શકાય: રેલવે મંત્રાલય

રેલવેએ 12મેથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇ પ્રમાણે 11મેના 4 વાગ્યાથી રિઝર્વેશન શરૂ થઇ જશે. આ ટ્રેન ટિકિટોને માત્ર IRCTCની વેબસાઇટ પરથી મેળવી શકાશે. શરૂઆતમાં 15 ટ્રેન દોડાવવામાં આવશે.આ દરેક ટ્રેનમાં એસી કોચ જોડવામાં આવશે અને સ્ટોપ પણ મર્યાદિત રહેશે. આ ટ્રેનોમાં પ્રવાસ કરવા માટે રાજધાની જેટલું ભાડું ચૂકવવું પડશે. અત્યારે 22 માર્ચથી ટ્રેનનું પરિવહન લોકડાઉનના કારણે બંધ છે. 

કયા રૂટ પર ટ્રેન ચલાવવામાં આવી શકે ?
આ પેસેન્જર ટ્રેન નવી દિલ્હીથી અમદાવાદ, દિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નઇ, તિરુઅનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ અને જમ્મુ તાવી માટે ચલાવવામા આવશે. 

રેલવેએ પ્રવાસ અંગે શું માહિતી આપી ?

 • ન્યૂઝ એજન્સી પીટીઆઇ પ્રમાણે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. પ્લેટફોર્મ ટિકિટ, કાઉન્ટર ટિકિટ આપવામાં નહીં આવે.
 • પ્રવાસ દરમિયાન ફેસ કવર કરવો જરૂરી છે. ડિપાર્ચર વખતે સ્ક્રિનીંગ થશે.
 • માત્ર એ પ્રવાસીઓને મંજૂરી મળશે જેમાં સંક્રમણના લક્ષણો ન હોય.
 • માત્ર એ પ્રવાસીઓને સ્ટેશન પર આવવાની મંજૂરી મળશે જેમની ટિકિટ કન્ફર્મ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser