ઝારખંડના ધનબાદમાં હનુમાનજીના મંદિરને ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી છે. ઈસ્ટ સેન્ટ્રલ રેલવેએ મંગળવારે સાંજે મંદિરની બહાર નોટિસ લગાવી હતી. હનુમાનજીના નામે નોટિસ મોકલવામાં આવી છે. તેમાં લખ્યું છે, 'તમારું મંદિર રેલવેની જમીન પર છે. આ જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો થયો છે. નોટિસ મળ્યાના 10 દિવસની અંદર મંદિર હટાવીને જગ્યા ખાલી કરી દેવી, બાકી તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'
આ મામલો ધનબાદના બેકારબંધ વિસ્તારનો છે. રેલવેએ ખાટીક ઝૂંપડપટ્ટીમાં તેની જમીન ખાલી કરવાની નોટિસ મોકલી છે. રેલવેએ માત્ર હનુમાન મંદિર જ નહીં પરંતુ તેની આસપાસની ગેરકાયદે રહેલી ઝૂંપડપટ્ટીઓને પણ હટાવવાનું કહ્યું છે.
રેલવેએ ખુલાસો કર્યો, ભૂલ થઈ ગઈ
ધનબાદ રેલવે વિભાગના વરિષ્ઠ સેક્શન એન્જિનિયર એસકે ચૌધરીએ કહ્યું કે 'આ માનવીય ભૂલ છે. નોટિસમાં ભૂલથી હનુમાનજીનું નામ લખવામાં આવ્યું છે. તેમાં સુધારો કરવામાં આવશે. અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો વિભાગનો ઈરાદો નહોતો. અમારે માત્ર જમીન પરથી અતિક્રમણ દૂર કરવાનું હતું.'
20 વર્ષથી લોકો રહે છે
બેરાકબંધના ખાટીક વિસ્તારમાં લોકો 20 વર્ષથી રેલ્વેની જમીન પર રહે છે. ખાટીક સમુદાયના લોકો અહીં મુખ્યત્વે ઉત્તર પ્રદેશથી આવ્યા છે. વર્ષોથી ઝૂંપડપટ્ટી બનાવીને પાણી, ફળ, માછલી, શાકભાજી અને અન્ય નાના-મોટા ધંધાઓ કરે છે. રેલ્વે ટીમે આ વિસ્તારના તમામ મકાનોને ગેરકાયદેસર ગણીને ખાલી કરવા માટે નોટિસ મોકલી છે. તમામ ઘરોની દિવાલો પર તેમના નામની નોટિસો મોકલવામાં દેવામાં આવી છે. આ વિસ્તારમાં 300 થી વધુ પરિવારો રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.