પટનાના Khan Sir કોણ છે?:બિહારમાં રેલવે પરીક્ષા કૌભાંડમાં વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપમાં નોંધાયો કેસ; વીડિયોમાં સમજાવ્યું છે કેવી રીતે બગાડ્યાં વિદ્યાર્થીઓનાં 3 વર્ષ

4 મહિનો પહેલા
  • ખાન સરે ટ્વિટર પર 'જસ્ટિસ ફોર રેલવે સ્ટુડન્ટ' ટ્રેન્ડ કરાવ્યું

RRB-NTPC રિઝલ્ટમાં કૌભાંડનો આરોપમાં લગાવીને બિહારમાં વિવિધ જગ્યાએ વિદ્યાર્થીઓએ ખૂબ હોબાળો કર્યો હતો. પટના, ભોજપુર અને ગયામાં વિરોધપ્રદર્શન પણ હિંસક બન્યાં હતાં. હવે આ વિવાદમાં પટનાવાળા ખાન સરનું નામ આવી ગયું છે. વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપમાં તેમના પર પટનાના પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તેમની સાથે કુલ 6 ટીચર અને 16 વિદ્યાર્થી સામે નામજોગ ફરિયાદ નોંધી છે. તેમના પર વિદ્યાર્થીઓને પ્રદર્શન માટે વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસે ખાન સર તેમના એક વીડિયોના આધાર પર કેસ નોંધ્યો છે. જાણો છેલ્લા વીડિયોમાં શું કહ્યું હતું કે જેના આધારે પોલીસે ખાન સર પર ગાળીયો ભરાવ્યો છે...

30 નવેમ્બર 2021ના રોજ ખાન સરે તેમની યુ-ટ્યૂબ ચેનલ પર RRB-NTPC સંબંધિત એક વીડિયો અપલોડ કર્યો હતો. તેમાં તેમણે નોકરી સંબંધિચ માહિતીનો ઉલ્લેખ કર્યો હતો. ભરતી બોર્ડની ખામીઓ જણાવવાની સાથે સાથે તેમણે ખેડૂત આંદોલન સંબંધિત અમુક તસવીરો પણ શેર કરીને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ તેમનું અભિયાન ખેડૂત આંદોલન જેવું લાંબુ ચલાવવુ પડશે. તેમના આ વીડિયોમાં 25.77 લાખ વ્યૂઝ છે. આ વીડિયોને 2 લાખ 40 હજાર લાઈક્સ મળી છે. તે ઉપરાંત આમાં સૌથી મોટી વાત એ છે કે, તેમાં એક પણ ડિસલાઈક નથી.

વિદ્યાર્થીઓના સમર્થનમાં તેમણે એક ડિસેમ્બરે ટ્વિટર પર #Justice_For_Railway_Students કેમ્પેન પણ ચલાવ્યું હતું. જેમાં લાખો લોકોએ ટ્વિટ કરી હતી.

ટ્વિટર પર #Justice_For_Railway_Students કેમ્પેન પણ ચલાવ્યું
ટ્વિટર પર #Justice_For_Railway_Students કેમ્પેન પણ ચલાવ્યું

વીડિયોમાં ખાન સરે રેલવે પર આરોપ લગાવ્યો હતો
RRB-NTPC રિઝલ્ટ વિશે ખાન સરે યુ-ટ્યૂબ પર વીડિયો સીરિઝ બનાવી છે. દરેક વીડિયોમાં તેમણે વિદ્યાર્થીઓની સમસ્યાઓ વિશે સવાલ ઉભા કર્યા હતા. એક વીડિયોમાં તેમણે રેલવે પર ક્લાસ વન માટે પરિક્ષાના રિઝલ્ટમાં માત્ર 11 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે રેલવેએ જ 1 જ વિદ્યાર્થીનું નામ ચાર વાર ગણ્યું છે અને તેને જ 20 ગણું રિઝલ્ટ બતાવી દીધું છે.

ખાન સરના જણાવ્યા પ્રમાણે 3 લાખ 80 હજાર વિદ્યાર્થીઓ ઈન્ટરમીડિયેટ હતા. પરંતુ તેમને આગળની પરિક્ષા માટે અયોગ્ય જાહેર કરી દીધા હતા. તેમણે રેલવે પરિક્ષાઓ સાથે જોડાયેલી સમસ્યાઓમાં સૌથી મોટી એ મુશ્કેલી ગણાવી હતી કે વિભાગ દ્વારા ખાલી પદ માટે વેઈટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું નથી. ખાન સરે વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવીને તેમના વીડિયોમાં રેલવેએ વિદ્યાર્થીઓના 3 વર્ષ બરબાદ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

ટ્વિટ કરીને પૂર્વ મુખ્યમંત્રીએ સપોર્ટ કર્યો
FIR નોંધાયા પછી પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે, બંધારણમાં હિંસા અને તોડફોડનો અધિકારી કોઈને નથી. જોકે હવે સમય આવી ગયો છો કે હવે સરકાર રોજગારના વિષયમાં વાત કરે. નહીં તો સ્થિતિ અત્યારે છે તેના કરતા પણ વધારે ભયાનક થઈ જશે. NTPC ઉપદ્રવના નામ પર ખાન સર સહિત અન્ય શિક્ષકો પર કરવામાં આવેલા કેસ આ અઘોષિત યુવા આંદોલનને વધારે ભડકાવી શકે છે.

પટનાના ખાન સર
પટનાના ખાન સર

24 જાન્યુઆરીએ બિહારમાં શરૂ થયું હતું આંદોલન
બિહાર સહિત ઘણાં રાજ્યોમાં રેલવેના RRB-NTPC રિઝલ્ટથી નાખુશ વિદ્યાર્થીઓ 24 જાન્યુઆરીએ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેની સૌથી વધારે અસર બિહારમાં જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ ગયામાં રેલવેના ઘણાં ડબ્બામાં આગ લગાવી દીધી હતી. હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કે, આ માત્ર 2 દિવસમાં સામે આવેલો ગુસ્સો છે કે તે પહેલાં તૈયારીઓ છે. આ બધા મુદ્દે પટનાવાળા ખાન સર પર વિવિધ આરોપ લગાવવામાં આવ્યા છે.

મારી યુ-ટ્યૂબ ચેનલને ફ્રીઝ કરી દેવાઈ છે: ખાન સર
બુધવારે ગયામાં થયેલા હિંસક પ્રદર્શન વિશે ખાન સરે સ્પષ્ટતા આપી છે. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું છે કે, વિદ્યાર્થીઓને ઉશકેરવાની અફવા મીડિયામાં ફેલાવામાં આવી રહી છે. મારી યુ-ટ્યૂબ ચેનલને ફ્રિઝ કરી દેવામાં આવી છે. અત્યારે યુ-ટ્યૂબ પર RRB લખીએ છીએ તો યુ-ટ્યૂબ તેને ડિલીટ કરે છે. અમે તો ના પાડી હતી કે 26 જાન્યુઆરીએ કઈ ના થવું જોઈએ.

કોણ છે ખાન સર?
'ખાન સર' સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિષય વીડિયો બનાવે છે. પટનામાં Khan GS Research Centre નામની એમની સંસ્થા ચાલે છે. રસપ્રદ, સરળ અને દેશી અંદાજ હોવાના કારણે વિદ્યાર્થીઓ તેમના વીડિયો જોવાનું વધારે પસંદ કરે છે. યુ-ટ્યૂબ પર તેમની એક ચેનલ પણ છે, તેમાં તેમના 14.5 મિલિયન સબ્સક્રાઈબર છે.

પિતા અને ભાઈ ભારતીય સેનામાં
ખાન સરના પિતા ભારતીય સેનામાં અધિકારી રહ્યા હતા અને હવે તેઓ સેવાનિવૃત્ત છે. ખાન સરના મોટા ભાઈ પણ સેનામાં કમાન્ડો તરીકે કાર્યરત છે. એટલું જ નહીં ખાન સરે પણ એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીની એક્ઝામ ક્લિયર કરી લીધી હતી પરંતુ તેમનો હાથ થોડો વાંકો હોવાના કારણે તેમની પસંદગી ના કરાઈ. ત્યારપછી ખાન સરે અલાહાબાદ વિશ્વ વિદ્યાલયથી બીએસસી અને એમએસસીની ડિગ્રી મેળવી છે. તે ઉપરાંત તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...