• Gujarati News
  • National
  • Film style Raids On A Cruise Rave Party Near Mumbai, 10 Arrested, Including Big Actor's Son

ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરૂખના પુત્રની પુછપરછ:આર્યનને NCB કરી રહી છે સવાલ-જવાબ, 600 હાઈપ્રોફાઈલ લોકો ક્રૂઝ પર કરી રહ્યાં હતા પાર્ટી, 3 છોકરીઓ સહિત 13ની ધરપકડ

20 દિવસ પહેલા
  • 8 ની ધરપકડ કરાઈ, જાણીતા 600 લોકો રેવ પાર્ટી કરી રહ્યા હતા

મુંબઈમાં હાઈપ્રોફાઈલ પાર્ટીના સિલસિલામાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB) શાહરૂખ ખાનના પુત્ર આર્યનની પુછપરછ કરી રહ્યું છે. પાર્ટી કોર્ડિલિયા ધ ઈમ્પ્રેસ ક્રૂઝ પર ચાલી રહી હતી. જે સમયે NCBએ રેડ કરી, તે સમયે પાર્ટીમાં 600 લોકો સામેલ હતા. NCBએ 3 છોકરીઓ સહિત 13 લોકોની ધરપકડ કરી છે. NCBના સૂત્રોના જણાવ્યા મુજબ, આર્યન પણ તે ક્રૂઝમાં હાજર હતો, જ્યાં આ રેવ પાર્ટી ચાલી રહી હતી. જોકે એ વાત અંગે હજી કોઈ ખુલાસો થયો નથી કે તેણે ડ્રગ્સ લીધું હતું કે નહિ.

અટકાયત કરાયેલા 13 લોકોમાંથી 8ની ધરપકડ કરવામાં આવી છે. NCBએ રેવ પાર્ટીના ઓર્ગેનાઈઝર્સને પણ પુછપરછ માટે બોલાવ્યા છે. તેમણે આજે રાતે 11 વાગ્યા સુધીમાં NCB સમક્ષ હાજર થવું પડશે.

NCBએ 8 નામ જાહેર કર્યા

રેડ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળ્યું
NCBને માહિતી મળી હતી કે પાર્ટીમાં ડ્રગ્સ સર્વ કરવામાં આવી રહ્યું છે. NCBના અધિકારી પેસેન્જર બનીને ક્રૂઝ પર આવ્યા હતા. શનિવારે રેવ પાર્ટી ચાલી રહી હતી, તે દરમિયાન જ તેમણે રેડ કરી હતી. અત્યાર સુધીમાં શિપમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત થયું છે. તેની કિંમત કરોડોમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જપ્ત ડ્રગ્સ એમડી કોક અને હશીશ છે.

એક્ટરના પુત્રએ કહ્યું- અબ્બૂએ ચેતવ્યા હતા
NCBના સૂત્રોના જણાવ્યા મુજબ આ નામી એક્ટરના પુત્રએ કોઈ પણ પ્રકારના ડ્રગ્સના સેવનથી ઈન્કાર કર્યો છે અને પુછપરછ દરમિયાન અધિકારીઓને કહ્યું કે અબ્બૂએ ચેતવણી આપતા કહ્યું હતું કે NCB વાળા હાલ ચારેબાજુએ છે. ક્યાંય પણ જાવ તો સમજી વિચારીને જજો અને બચીને રહેજે. NCBના સૂત્રોના જણાવ્યા મુજબ આ જાણીતા એક્ટરની ધરપકડ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, કારણ કે કેસની તપાસ કરવામાં આવી રહી છે અને નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે. અધિકારીઓએ કહ્યું કે હાલ એક્ટરના પુત્રના ફોનમાં મેસેજ જોવામાં આવી રહ્યાં છે.

યાત્રી બનીને ક્રૂઝ પર સવાર હતા NCBના લોકો
પ્રાપ્ત માહિતી મુજબ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આ ઓપરેશનને લીડ કર્યું. તે પોતાની ટીમની સાથે મુંબઈમાં તે શીપ પર ગયા હતા. શીપ દરિયાની વચ્ચે પહોંચતાની સાથે જ તેમાં પાર્ટી શરૂ થઈ. પાર્ટીમાં લોકોને ડ્રગ્સ લેતા જોતા જ ટીમે ઓપરેશન શરૂ કર્યું. અટકાયત કરાયેલા તમામ લોકોને રવિવારે મુંબઈ લાવવામાં આવ્યા હતા.

યાત્રી બનીને ક્રૂઝ પર સવાર થયા હતા NCBના લોકો
યાત્રી બનીને ક્રૂઝ પર સવાર થયા હતા NCBના લોકો

ક્રૂઝ પર હાજર હતા 600 લોકો જેમને સોશિયલ મીડિયા પર મોકલવામાં આવ્યું હતું ઈનવિટેશન
જે ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી થઈ રહી હતી, તેમાં એન્ટ્રી ફીસ 60 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી હતી. NCBની રેડ દરમિયાન ક્રૂઝ પર લગભગ 600 હાઈપ્રોફાઈલ લોકો હાજર હતા, જ્યારે આ વર્લ્ડ ક્લાસ ક્રૂઝની ક્ષમતા લગભગ 1800 લો કોની છે. આ તમામ હાઈપ્રોફાઈલ લોકોને ઈન્સ્ટાગ્રામ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોને બાય પોસ્ટ પણ એક કિટ દ્વારા ઈન્વેટેશન મોકલવામાં આવ્યા હતા.

મુંબઈ એરપોર્ટ પર ગાદલામાં પકડાયું હતું 5 કરોડનું ડ્રગ્સ
આજની કાર્યવાહીના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે NCBએ ગાદલામાં છુપાવીને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ડ્રગ્સ મોકલવાના રેકેટનો ઘટસ્ફોટ કરતા કહ્યું કે લગભગ 5 કરોડની કિંમતનું ઈફીડ્રિન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. હૈદરાબાદથી આવેલું ગાદલાનું એક પેકેટ મુંબઈ એરપોર્ટથી ઓસ્ટ્રેલિયા માટે મોકલવાનું હતું. જોકે NCB અધિકારીઓને તેના પરથી અંદાજ આવી ગયો હતો. ગાદલાની તપાસ કરતા જ તેમાં રૂની વચ્ચે 4 કિલો 600 ગ્રામ ઈફીડ્રિન મળ્યું.

મુંદ્રા પોર્ટ પર રૂપિયા 20 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
ગયા સપ્તાહે અફઘાનિસ્તામાંથી તસ્કરી કરી ભારત આવેલા આશરે 3 ટન હેરોઈનને ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) તરફથી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂપિયા 19000થી વધારે માનવામાં આવે છે. ડ્રગ્સ (હેરોઈન)ને બે કન્ટેનર્સમાં રાખવામાં આવ્યું હતું. એજન્સીનું કહેવું છે કે બે કન્ટેનર્સમાં હેરોઈનને ઈરાનથી લાવવામાં આવ્યું હતું. એક કન્ટેનરમાં 2000 કિલો અને અન્ય કન્ટેનરમાં 1000 કિલો હેરોઈન હતું. તે અફઘાનિસ્તાનનું હેરોઈન છે,જે ગુજરાતના પોર્ટ પર મોકલવામાં આવેલું.