• Gujarati News
  • National
  • Raids At 17 Places Including Lalu Rabdi And Misa Bharti's Patna, Action Taken In Railway Recruitment Scam

લાલુને ત્યાં CBIના દરોડા LIVE:લાલુ-રાબડી અને મીસા ભારતીના પટના સહિત 17 સ્થળો પર દરોડા, રેલવે ભરતી કૌભાંડમાં કરાઈ કાર્યવાહી

પટનાએક મહિનો પહેલા
  • રેલવેમાં નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા.

CBIએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના પટના અને દિલ્હી સહિત 17 સ્થળો પર દરોડા પાડ્યા છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં કૌભાંડના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીના પટના, ગોપાલગંજ અને દિલ્હીમાં સ્થિત સ્થળો પર પાડવામાં આવી રહ્યા છે.

પટનામાં CBIની 8 સભ્યોની ટીમ 10 સર્ક્યુલર રોડ સ્થિત રાબડીના ઘરે પહોંચી હતી. ટીમમાં મહિલા અને પુરૂષ અધિકારીઓ બંનેનો સામેલ છે. આ દરમિયાન કોઈને પણ ઘરમાં એવર-જવર કરવા પર પ્રતિબંધ છે. ટીમ દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. પૂર્વ સીએમ અને લાલુ યાદવની પત્ની રાબડી દેવીની પણ પૂછપરછના સમાચાર છે.

નોકરીના બદલામાં જમીન લીધી હતી
વાસ્તવમાં આ મામલો રેલવે ભરતી કૌભાંડ સાથે જોડાયેલો છે. આરોપ છે કે 2004 થી 2009 વચ્ચે જ્યારે લાલુ રેલ્વે મંત્રી હતા. તે દરમિયાન નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. આ જ કેસમાં CBIની તપાસ બાદ લાલુ અને તેમની પુત્રી સામે નવો કેસ નોંધવામાં આવ્યો છે.

રાબડી નિવાસની બહાર ઉભા રહેલા સુરક્ષા કર્મચારીઓ અને મીડિયાકર્મીઓ.
રાબડી નિવાસની બહાર ઉભા રહેલા સુરક્ષા કર્મચારીઓ અને મીડિયાકર્મીઓ.

આરજેડી કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે
અહીં, કાર્યવાહીની માહિતી મળતાની સાથે જ રાબડી નિવાસની બહાર કાર્યકરોની ભીડ ઉમટી પડી હતી. કેન્દ્ર સરકાર વિરુદ્ધ કાર્યકરો નારા લગાવી રહ્યા છે. તેઓ કહે છે કે આ સત્તાનો દુરુપયોગ છે. વિધાનસભામાં મળેલી સફળતાથી ભાજપ ડરી ગયું છે. જેના કારણે આ દરોડો પાડવામાં આવ્યો છે.

રાબડીનાં આવાસની બહાર પાર્ક કરેલી કાર.
રાબડીનાં આવાસની બહાર પાર્ક કરેલી કાર.

નીતિશ-લાલુની નિકટતાથી ભાજપ ગુસ્સામાં છે
આરજેડી ધારાસભ્ય મુકેશ રોશન રાબડી દેવીના ઘરે પહોંચ્યા અને કહ્યું કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે નીકટતા વધી છે ત્યારથી ભાજપને દુખાવો વધી ગયો છે અને કેન્દ્ર સરકારે પોતાનો પોપટ CBIને રાબડી દેવીના નિવાસસ્થાને મોકલી દીધો છે. આ દરોડા એવા સમયે યોગ્ય નથી જ્યારે લાલુ પ્રસાદ દિલ્હીમાં સારવાર હેઠળ છે અને તેજસ્વી યાદવ પણ બહાર છે.

અન્ય સમાચારો પણ છે...