• Gujarati News
  • National
  • Raid On 45 Hospital In Lucknow UP No Registration Or Doctors Available In Hospital News

લખનઉ:45 હોસ્પિટલોમાં દરોડા, મોટા ભાગની હોસ્પિટલો પાસે લાઈસન્સ નથી; ફ્રિઝમાં દવાની જગ્યાએ બિયરની બોટલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં અલગ અલગ હોસ્પિટલોમાં અલગ અલગ ચાર્જ વસુલવામાં આવતો હોવાથી જિલ્લા પ્રશાસનની 6 ટીમ દ્વારા 45 હોસ્પિટલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મોટા ભાગની હોસ્પિટલો પાસે લાઈસન્સ જ નહતું. અમુક હોસ્પિટલોનું લાઈસન્સ એક્સપાઈરી થઈ ગયું હતું. મોટાભાગની હોસ્પિટલોમાં ડોક્ટર્સ ગેરહાજર હતા.

દરોડા દરમિયાન જોવા મળ્યું કે, એક હોસ્પિટલમાં તો બીએસસી પાસ સંચાલક જ દર્દીની સારવાર કરતો હતો. નર્સિંગ અને ઓટી ટેક્નિશિયનનું કામ વિદ્યાર્થીઓને સોંપવામાં આવ્યું હતું. આટલુ જ નહીં, ઓપરેશન થિયેટર (ઓ.ટી)ના ફ્રિજમાં દવાઓની જગ્યાએ બિયરની બોટલો મળી આવી હતી. દરોડા પછી જિલ્લાઅધિકારી અભિષેક પ્રકાશના આદેશથી સીએમઓ ડૉ. મનોજ અગ્રવાલે 29 હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. તે સાથે જ ચેતવણી આપી છે કે, હોસ્પિટલ પ્રશાસન તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો સીલિંગની કાર્યવાહી કરાશે.

એક હોસ્પિટલને તાત્કાલિક બંધ કરવાનો આદેશ
દુબગ્ગાથી બુદ્ધેશ્વર રોડ પર અપગ નગર મેજિસ્ટ્રેટ સપ્તમ શૈલેન્દ્ર કુમાર અને ડૉ. આરસી ચૌધરીએ અડધો ડઝનથી વધારે હોસ્પિટલમાં અચાનક દરોડા પાડ્યા હતા. તેમાંથી મેડવિન હોસ્પિટલમાં ખામીઓ દેખાતા તે હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. બીજી બાજુ હરદોઈથી આઈઆઈએમ રોડ પર અપર નગર મેજિસ્ટ્રેટ ષષ્ઠમ સૂર્યકાંત ત્રિપાઠી અને ડૉ. કેડી મિશ્રાના નેતૉત્વમાં ટીમે કુલ12 હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સૈફાલિયા આઈ કેર એન્ડ હોસ્પિટલમાં ડોક્ટર મળ્યા નહતા. રજિસ્ટ્રેશનનું સર્ટીફિકેટ પણ એક્સપાઈરી થઈ ગયું હતું. સમ્રાટ હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટરમાં ન ડોક્ટર હતા અને ના તો તેમના મેનેજમેન્ટ અધિકારી અજીત રાવત રજીસ્ટ્રેશનનો દસ્તાવેજ દેખાડી શક્યા. રમેશ જન સેવાર્થ હોસ્પિટલમાં બુધવતી નામની એક જ મહિલા દર્દી દાખલ હતી અને તેમની સારવાર માટે પણ યોગ્ય દર્દી હોસ્પિટલમાં હાજર નહતો. રજિસ્ટ્રેશનના દસ્તાવેજ પણ સંતોષજનક નહતા.

દરેક ડોક્ટર ગાયબ અને સુવિધાઓ પણ નથી
કાકેરીથી દુબગ્ગા રુટ પર ડેપ્યૂટી કલેક્ટર પ્રજ્ઞા પાંડે અને ડૉ. દિલીપ ભાર્ગવના નેતૃત્વમાં નીકળેલી ટીમે ચાર હોસ્પિટલોનું નિરિક્ષણ કર્યું હતું. પહેલાં કેન્સર હોસ્પિટલમાં ખબર પડી કે તેનું લાઈસન્સ 30 એપ્રિલ 2021એ એક્સપાઈરી થઈ ગયું છે. અહીં 20 બેડને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ અહીં 31 બેડ હતા. ઓટી અને વોર્ડમાં કોઈ સફાઈ નહતી. રેકોર્ડ તપાસ કરતાં દર્દીઓના એનાલિસિસમાં પણ કૌભાંડ જોવા મળ્યું. એક દર્દી જમીઉરહમાનની કિમોથેરપી માટે ફાઈલ બનાવવામાં આવી હતી પરંતુ તેની કોઈ સારવાર નહતી થઈ અને તેના ડિસ્ચાર્જનો સમય પણ નહતો લખવામાં આવ્યો.
બીજી બાજુ કાકેકી હોસ્પિટલમાં ના ડોક્ટર હતો ના સારવારની કોઈ સુવિધા હતી. માત્ર બે બેડ હતા અને રજિસ્ટ્રેશનના દસ્તાવેજ પણ કોઈ દેખાડી શક્યુ નહતું. નિરિક્ષણ દરમિયાન હિન્દ હોસ્પિટલમાં ડિસ્પલે બોર્ડ પર ઓર્થોપેડિક જેવી વગેરે સર્જરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટર્સ અને સુવિધાનો અભાવ હતો. કુલ 12માંથી 4 બેડ કોરિડોરમાં પડેલા મળ્યા હતા. રજિસ્ટ્રેશનના દસ્તાવેજો પણ મળ્યા નહતા. નવી ખુલેલી સાધના હોસ્પિટલ વિશે જાણવા મળ્યું કે, તેનું કોઈ રજિસ્ટ્રેશન જ કરાવવામાં આવ્યું નથી, માત્ર તેના માટે અરજી કરવામાં આવી છે. તેમ છતાં અહીં સારવાર માટે દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે.

તપાસ કરતાં છબરડાં દેખાયા
મડિયાવથી આઈઆઈએમ રોડ રુટ પર ડેપ્યૂટી કલેક્ટર ગોવિન્દ મૌર્ય અને ડૉ. આરબી સિંહના નેતૃત્વમાં ટીમે ચંદ્રા હોસ્પિટલનું નિરિક્ષણ કરતાં એમ્બ્યુલન્સ ફિટનેસ સર્ટીફિકેટ અને બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ સર્ટીફિકેટ મળ્યું નથી. બ્લડ બેન્ક સાથે કોઈ જોડાણ કરવામાં આવ્યું નહતું. મેડિકલ સ્ટોરનું લાઈસન્સ પણ રિન્યુ નથી કરાયું. કોવિડ હેલ્પ ડેસ્ક, ડોક્ટર ચેન્જ રૂમ અને પોસ્ટ ઓપરેશન રૂમ પણ ક્યાય નહતો. તે ઉપરાંત સિટી હોસ્પિટલમાં પણ ઈમરજન્સી સુવિધાઓ નહતી. ડ્યૂટી પર બીયુએમએસ ડોક્ટર હતા પરંતુ સર્જન અને ઓર્થોપેડિક સર્જન કે એનેસ્થેસેસિયાના ડોક્ટર નહતા. ફાયર એનઓસી અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ સર્ટીફિકેટ નહતું.

અન્ય સમાચારો પણ છે...