તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rahul's Question: Modi Wants To Avoid Investigation, Because He Wants To Save Friends; Wrote While Sharing Photo Thief's Beard ...

રાફેલ ડીલ પર કોંગ્રેસ ફરીથી એક્ટિવ:રાહુલનો સવાલ- તપાસથી બચવા માંગે છે મોદી, કારણ કે મિત્રોને બચાવવા છે; ફોટો શેર કરતા લખ્યું- ચોરની દાઢી...

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાફેલ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી પર સાધ્યું નિશાન

કોંગ્રેસ ફરી એકવાર રાફેલ ડીલને લઈને આક્રમક મોડ પર આવી ગયું છે. રાહુલ ગાંધીએ રવિવારે એક ટ્વીટ કર્યું હતું. તેમાં તેમણે પૂછ્યું કે જોઇન્ટ પાર્લામેન્ટ્રી (JPC)ની તપાસથી મોદી કેમ બચવા માંગે છે? તેમણે ચાર વિકલ્પો પણ આપ્યા.

1. મોદીમાં અપરાધની ભાવના છે.

2. તે તેના મિત્રોને બચાવવા માંગે છે.

3. જેપીસીને રાજ્યસભાની બેઠક જોઈએ નહીં.

4. આ બધા વિકલ્પો સાચા છે.

રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી છે. આમાં તેણે એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં એક વ્યક્તિનો અડધો ચહેરો અને દાઢીમાં રાફેલનો ફોટો છે. રાહુલે લખ્યું છે, ચોરની દાઢી... રાહુલે અહીં કોઈનું નામ લખ્યું નથી. પરંતુ સ્પષ્ટપણે દેખાય છે કે રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાઢી બતાવી છે.

કોંગ્રેસે કહ્યું- ફ્રાન્સે તપાસનો આદેશ આપ્યો, દિલ્હી કેમ મૌન
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 59 હજાર કરોડના રાફેલ સોદામાં મોદી JPCની તપાસથી કેમ બચવા માગે છે, એમ તેમણે કહ્યું. ફ્રેન્ચ સરકારે રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર, લોકોને પ્રભાવિત કરવા, મણિ લોન્ડ્રિંગ અને ફેવરટિજ્મ જેવા આરોપોની તપાસ માટે જજની નિમણૂક કરવામાં આવી છે. આખી દુનિયા અને આખો દેશ નવી દિલ્હી તરફ જોઈ રહ્યો છે. શા માટે તેઓ મૌન છે?

સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ કેસ
ફ્રેન્ચ મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે રાફેલ ડીલમાં ક્લાયંટને મસમોટી રકમ આપવામાં આવી હતી. આ પછી સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરવામાં આવી હતી. આમાં, રાફેલ ડીલની સ્વતંત્ર તપાસની માંગણી કરવામાં આવી હતી. ત્યારે મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ કહ્યું હતું કે તેની સુનાવણી બાદમાં કરવામાં આવશે. જો કે, તેમણે કોઈ તારીખનો ઉલ્લેખ કર્યો નથી.

સુપ્રીમ કોર્ટે બે વર્ષ પહેલા કોર્ટની દેખરેખ હેઠળ રાફેલ ડીલની તપાસની માંગણી કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. 14 ડિસેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે સોદાની પ્રક્રિયા અને ભાગીદારોની પસંદગીમાં કોઈપણ પ્રકારની તરફેણ હોવાના આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવાયું હતું.

ફ્રેન્ચ મીડિયાએ કહ્યું હતું- રૂ. 4.39 કરોડ ક્લાયંટને આપવામાં આવ્યા
ફ્રેન્ચ એન્ટી કરપ્શન એજન્સી AFAના તપાસ અહેવાલને ટાંકીને ફ્રેન્ચ મીડિયામાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. જે મુજબ, દેસો એવિએશન દ્વારા કેટલીક બોગસ ચુકવણી કરવામાં આવી છે. 2017ના કંપનીના ખાતાઓના ઓડિટમાં ક્લાયંટ ગિફ્ટના નામે 5 લાખ 8 હજાર 925 યુરો (રૂ. 4.39 કરોડ)નો ખર્ચ દર્શાવ્યો હતો. આટલી મોટી રકમ માટે કોઈ નક્કર જવાબ આપવામાં આવ્યો નથી. મોડલ બનાવનાર કંપનીનું ફક્ત માર્ચ 2017નું એક જ બિલ બતાવવામાં આવ્યું છે.