તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rahul Was Seen Speaking In Favor Of Agrarian Reform In The Old Video, Nadda Asked What Magic Is Happening

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ કાયદા પર ઘેરાબંધી:રાહુલ જૂના વીડિયોમાં કૃષિ સુધારાના પક્ષમાં બોલતા દેખાયા, નડ્ડાએ પૂછ્યું-આ શું જાદુ થઈ રહ્યું છે?

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર 24 ડિસેમ્બરની છે. ત્યારે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ નેતાઓ ખેડૂતોના મુદ્દે માર્ચ કરી હતી. તેમણે રાષ્ટ્રપતિને બે કરોડ હસ્તાક્ષરવાળો મેમોરેન્ડમ સોંપ્યો હતો - Divya Bhaskar
આ તસવીર 24 ડિસેમ્બરની છે. ત્યારે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ નેતાઓ ખેડૂતોના મુદ્દે માર્ચ કરી હતી. તેમણે રાષ્ટ્રપતિને બે કરોડ હસ્તાક્ષરવાળો મેમોરેન્ડમ સોંપ્યો હતો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે રાહુલ ગાંધીના ભાષણનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેમા રાહુલ ખેડૂતોને વચેટીયાઓથી છૂટકારો અપાવવા અને પોતાની ઉપજ સીધી ઉદ્યોગોને વેચવાની તરફેણ કરી રહ્યા છે. આ અંગે નડ્ડાએ રાહુલ પર ખેડૂત આંદોલનની આડમાં રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો.

રાહુલ ગાંધી ખેડૂત આંદોલનના પક્ષમાં સતત મોદી સરકારની ઘેરાબંધી કરી રહ્યા છે. તેઓ દરેક મંચ પર આ ત્રણ નવા કૃષિ કાયદાને ખેડૂત વિરોધી ગણાવી રહ્યા છે. હકીકતમાં નવા કાયદા પ્રમાણે ખેડૂતો મંડીઓને બદલે ગમે ત્યાં પોતાના પાકનું વેચાણ કરી શકે છે. જેપી નડ્ડાએ વીડિયો પોસ્ટ કરતા લખ્યુ કે આ શુ જાદુ થઈ રહ્યું છે રાહુલ જી? અગાઉ તમે જે બાબતની તરફેણ કરતા હતા તેનો હવે વિરોધ કરી રહ્યા છો.

રાહુલ ગાંધીના વીડિયોમાં શુ છે?
રાહુલ ગાંધીનો આ વીડિયો ખૂબ જ જૂનો છે. લોકસભામાં તેમણે કહ્યું હતું કે- કેટલાક વર્ષો અગાઉ UPમાં મારા પ્રવાસ સમયે એક ખેડૂતે મને પૂછ્યુ. તેમણે કહ્યું કે રાહુલ જી તમે એક વાત સમજાવો. અમે બટાકાનું વેચાણ કરી છીએ બે રૂપિયે એક કિલો, પણ જ્યારે બાળકો ચિપ્સ ખરીદે છે તો રૂપિયા 10ના પેકેટમાં એક બટાકું આવે છે. ખેડૂતે પૂછ્યું કે તમે અમને કહો કે આ શુ જાદુ થઈ રહ્યો છે. મે ખેડૂતોને પૂછ્યુ કે તેની પાછળ શુ કારણ છે.

તેમણે કહ્યું કે રાહુલ જી તેની પાછળનું કારણ એ છે કે ફેક્ટરીઓ અમારાથી ઘણી દૂર છે. જો અમે સીધા અમારો માલ ફેક્ટરીઓમાં વેચી શકીએ તો વચેટીયાઓને કોઈ ફાયદો નહીં મળે અને પૂરા પૈસા અમને મળશે. આ ફૂડ પાર્ક પાછળનો વિચાર હતો. ત્યારે રાહુલે મોદી સરકાર પર અમેઠીના ફૂડ પાર્ક પરિયોજનાને રદ્દ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો