તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rahul Says Money Was Stolen From India's Coffers For Raphael, Piyush Goyal Says, 'Fight 2024 Elections On This Issue'

આક્ષેપ-પ્રત્યાક્ષેપ:રાહુલે કહ્યું - રાફેલ માટે ભારતના ખજાનામાંથી પૈસા ચોરવામાં આવ્યા, પીયૂષ ગોયલ બોલ્યાં, ‘2024ની ચૂંટણી આ મુદ્દા પર લડી લો’

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાહુલ ગાંધી - ફાઇલ તસવીર

રાફેલ વિમાન ડીલ મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે એક રિપોર્ટને ટેગ કરીને ટિ્વટ કર્યું કે રાફેલ માટે ભારતીય ખજાનામાંથી પૈસાની ચોરી થઇ. સત્ય એક છે, માર્ગ ઘણા. -મહાત્મા ગાંધી.’ કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે સત્યને લાખ પ્રયાસ છતાં પણ છુપાવી ન શકાય. રાહુલે જે રિપોર્ટને ટેગ કર્યો છે તેમાં જણાવાયું છે કે સંરક્ષણ મંત્રાલયે કેગને રાફેલ ડીલ અંગે હજુ સુધી કોઇ માહિતી નથી આપી.

પિતાના પાપ ધોવાના ઝનૂનથી પાર્ટીને નુકસાન થાય છેઃ ગોયલ
આ અંગે રેલવેમંત્રી પીયૂષ ગોયલે ટિ્વટ કર્યું, ‘રાહુલ ગાંધીના સહયોગીઓએ સ્વીકાર્યું કે રાહુલના રાફેલ મુદ્દે પિતાનાં પાપ ધોવાના ઝનૂનથી પક્ષને નુકસાન થઇ રહ્યું છે. એવામાં ફરિયાદ કરવાવાળા અમે કોણ? તેઓ આ મુદ્દે જ 2024ની ચૂંટણી લડી લે.’

અન્ય સમાચારો પણ છે...