ચૂંટણી પહેલાં રાહુલ-પ્રિયંકાને અમેઠી યાદ આવ્યું:પદયાત્રામાં કહ્યું- જે સત્ય માટે લડે તે હિન્દુ, જે નફરત ફેલાવે તે હિન્દુત્વ

અમેઠી/લખનઉએક મહિનો પહેલા
પ્રિયંકાએ આ વખતે 'યુવતી છું-લડી શકું છું' નો નારો આપ્યો છે. અત્યાર સુધી તે યુપીમાં એકલી ચૂંટણી પ્રચાર કરતાં હતા, પરંતુ હવે રાહુલ પણ તેની સાથે જોડાયા છે.

હાર બાદ અમેઠીમાં પ્રથમ જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે જનતાએ તેમને રાજનીતિ શીખવી છે. તેમણે કહ્યું, 'હું તમારો આભાર માનું છું. આજે હિન્દુઓ એક તરફ ઉભા છે, જેઓ સત્ય ફેલાવે છે. જ્યારે બીજી બાજુ હિન્દુત્વવાદીઓ છે જે નફરત ફેલાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની સામે બે સવાલ છે. પ્રથમ બેરોજગારી અને બીજો મોંઘવારી. જ્યારે આ અંગે સવાલ કરવામાં આવે તો વડાપ્રધાન અને મુખ્યમંત્રી જવાબ આપતા નથી. તેએ રોજગાર કેમ નથી મળતો તે નથી જણાવી રહ્યા. વડાપ્રધાન મોદી પણ આનો જવાબ નહીં આપે.

અમેઠી પહોંચેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જગદીશપુર ચોકથી 'પ્રતિજ્ઞા પદયાત્રા'ની શરૂઆત કરી હતી.

અપડેટ્સ

 • રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ કાળા કાયદા લાવ્યા. અગાઉ કહ્યું હતું કે કાયદા ખેડૂતોના હિતમાં છે. એક વર્ષથી ખેડૂત ધરણા પર બેઠા હતા. હવે માફી માંગીને કહી રહ્યા છે કે ભૂલ થઈ ગઈ. લોકસભામાં જણાવ્યું હતું કે એક પણ ખેડૂતનું મૃત્યુ થયું નથી. અમે પંજાબમાં 400 ખેડૂતોને મદદ કરી. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે ખેડૂતો, દુકાનદારોને નોટબંધી અને જીએસટીનો લાભ મળ્યો નથી.
 • રાહુલ ગાંધીએ સંબોધન કરતાં કહ્યું કે હિન્દુઓ એક તરફ ઉભા છે, જે સત્ય ફેલાવે છે. બીજી બાજુ હિન્દુત્વવાદીઓ છે જેઓ નફરત ફેલાવી રહ્યા છે.
 • જાહેરસભામાં ભીડ જોઈને રાહુલે કહ્યું કે આજે પણ અમેઠીની દરેક શેરી એવી જ છે. માત્ર જનતાની નજરમાં હવે સરકાર પ્રત્યે રોષ છે. દિલમાં આજે પણ પહેલાના જેવી જ જગ્યા છે. આજે પણ અમે અન્યાયના વિરોધમાં એક છીએ!
જનસભાને સંબોધતા રાહુલ ગાંધી.
જનસભાને સંબોધતા રાહુલ ગાંધી.

પદયાત્રા માટે જ જગદીશપુર વિધાનસભા શા માટે?

 • અમેઠીમાં વર્ષો પછી કોંગ્રેસ નબળી પડી રહી છે, પરંતુ છેલ્લા 32 વર્ષમાં જગદીશપુર વિધાનસભામાં ક્યાંકને ક્યાંક કોંગ્રેસનો દબદબો રહ્યો છે. અહીં 1989 અને 2021 વચ્ચેના 32 વર્ષમાં કોંગ્રેસ માત્ર 3 વખત જ હાર્યું છે.
 • વાસ્તવમાં, જગદીશપુર વિધાનસભા એ જ વિસ્તાર છે જ્યાં ગાંધી પરિવારે સત્તામાં રહીને ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર વિકસાવ્યો હતો. જો કે, સમય જતાં અહીંનો વિકાસ ઠપ થઈ ગયો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઈન્ડોગલ્ફ ફર્ટિલાઇઝર્સ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) ઉપરાંત ઘણી શૈક્ષણિક અને ટેકનિકલ સંસ્થાઓ છે. બસ, એ પછી કંશું જ વધ્યું પણ નથી.
 • જગદીશપુર સલામત બેઠકમાં આવે છે. આવી સ્થિતિમાં અહીં દલિત મતદારોની સંખ્યા વધુ છે. એક સમયે કોંગ્રેસની કોર વોટબેંક ગણાતા દલિતો ભલે અન્ય વિસ્તારોમાં અન્ય પક્ષોમાં ચાલ્યા ગયા હોય, પરંતુ હજુ પણ અહીં લોકો કોંગ્રેસને મહત્વ આપે છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકાની જાહેર સભામાં પહોંચતા કોંગ્રેસીઓ.
રાહુલ ગાંધી અને પ્રિયંકાની જાહેર સભામાં પહોંચતા કોંગ્રેસીઓ.

જગદીશપુરના રહેવાસીઓને શું કહે છે?

2019ની લોકસભા ચૂંટણીમાં હાર્યાના 28 મહિના બાદ રાહુલ ગાંધી બીજી વખત અમેઠીની મુલાકાત લીધી છે. આ પહેલા જુલાઈ 2019માં ચૂંટણી હાર્યા બાદ તેઓ અમેઠીના લોકોનો આભાર માનવા આવ્યા હતા. જો કે, અમેઠીમાં રાહુલના આગમનને લઈને જનતામાં તે ઉત્સાહ જોવા મળી રહ્યો ન હતો. હનુમાન પ્રસાદ ચૌહાણે કહ્યું કે રાહુલ અને પ્રિયંકા ચૂંટણીનો માહોલ જોવા આવ્યા છે. જો તેમની વચ્ચે જૂનો સંબંધ હતો, તો પછી વચ્ચે પણ આવતા-જતાં રહ્યા હોત. જનતાની કાળજી લીધી હોત. તેઓ સ્મૃતિ ઈરાનીથી પણ ખુશ નથી. હનુમાન કહે છે કે મોંઘવારી વધી છે, હવે અમેઠીમાંથી કોંગ્રેસ જીતશે.

2019ની લોકસભા ચૂંટણીમાં હાર્યાના 28 મહિના બાદ રાહુલ ગાંધી બીજી વખત અમેઠીની મુલાકાતે છે. આ પહેલા જુલાઈ 2019માં ચૂંટણી હાર્યા બાદ તેઓ અમેઠીના લોકોનો આભાર માનવા આવ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં હાર્યાના 28 મહિના બાદ રાહુલ ગાંધી બીજી વખત અમેઠીની મુલાકાતે છે. આ પહેલા જુલાઈ 2019માં ચૂંટણી હાર્યા બાદ તેઓ અમેઠીના લોકોનો આભાર માનવા આવ્યા હતા.

હારીમઉ ગામથી થોડે દૂર દક્ખિન ગામ આવે છે. આ ગામના ખેડૂત ગુડ્ડુ શુક્લા સાથે અમારી મુલાકાત થઈ, તેમણે જણાવ્યુ હતું કે રાહુલનો અમેઠી સાથે પરિવારિક સંબંધ છે.

સ્મૃતિનો કિલ્લો ધ્વસ્ત કરી શકશે રાહુલ?

 • 2019ની લોકસભાની ચુંટણીમાં સ્મૃતિ ઈરાની સામે અમેથીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ યુપીથી અંતર બનાવી લીધું હતું. રાહુલ છેલ્લે 10મી જુલાઈ 2019ના રોજ અમેઠી પહોંચ્યા હતા પરંતુ ત્યારપછી ક્યારેય નહીં આવ્યા. આ દરમિયાન સ્મૃતિએ પોતાનો કિલ્લો ખૂબ જ મજબૂત કર્યો છે.
 • અમેઠીમાં રાહુલની તાકાત સંજય સિંહે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. એવામાં ક્યાંક ને ક્યાંક રાહુલને નબળા માનવમાં આવી રહ્યા છે. વાસ્તવમાં, સંજય ગાંધી અમેઠીમાં રાહુલના મુખ્ય વ્યૂહરચનાકારોમાં આવતા હતા.
 • સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાહુલનું ધ્યાન માત્ર તેમની સંસદીય બેઠક પર જ રહ્યું હતું. તેઓ અમેઠીની વિધાનસભા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા નથી. આ જ કારણ હતું કે 2012માં અમેઠીમાં સપાએ દબદબો જમાવ્યો હતો. જ્યારે 2017માં ભાજપે 4માંથી 3 બેઠકો જીતી હતી.
 • રાહુલનું VIP હોવાનું પણ અડચણ બનતું રહ્યું. લોકલ કામદાર તેમણે મળી શકતો પણ નથી. તેઓ હંમેશા અમેઠીમાં વ્યક્તિગત પ્રવાસ કરતા હતા. આ જ કારણ છે કે અહીં સંગઠન પણ કામ કરતું જોવા મળી રહ્યું નથી. તેનાથી વિપરીત સ્મૃતિ ઈરાની દર એક કે બે મહિને મુલાકાત લે છે
 • રાહુલ ગાંધીની ગેરહાજરીના કારણે વિધાનસભાથી લઈને જિલ્લા પંચાયત અધ્યક્ષ સુધી ભાજપ જ છે. એવામાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મુશ્કેલીઓ પડી શકે છે.

અમેઠી કોનો ગઢ?
UP વિધાનસભાની ચૂંટણીની જવાબદારી ભલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની પાસે હોય, પરંતુ અમેઠીને મજબૂત કરવા રાહુલ ગાંધી કવાયતમાં વ્યસ્ત છે. કોંગ્રેસને 2017માં એકપણ બેઠક મળી ન હતી. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ બનાવેલી જમીન પર ભાજપે 4માંથી 3 બેઠકો કબજે કરી હતી, જ્યારે એક પર સપાનો કબજો હતો.

અમેઠીનો ચૂંટણી ઇતિહાસ

 • સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે, તે સમયે અમેઠીને સુલતાનપુર દક્ષિણ લોકસભા બેઠકનો ભાગ માનવામાં આવતું હતું, જ્યાંથી કોંગ્રેસના બાલકૃષ્ણ વિશ્વનાથ કેશકર સાંસદ બન્યા હતા.
 • 1957માં, આ વિસ્તાર મુસાફિરખાના લોકસભા બેઠકનો ભાગ બન્યો અને કેશકર તે સમયે પણ સાંસદ બની રહ્યા. અત્યાર સુધી યોજાયેલી 16 લોકસભા ચૂંટણી અને 2 પેટાચૂંટણીમાં કોંગ્રેસે 16 વખત જીત મેળવી છે.
 • 1977માં ભારતીય લોકદળ અને 1998માં ભાજપે આ બેઠક જીતી ત્યારે તેમને માત્ર બે વાર હારનો સામનો કરવો પડ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...