તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rahul Says Health Bridge App Threatens Data Security And Privacy, Government Should Not Take Advantage Of Fear By Tracking People Without Permission

કોરોના પર રાજકારણ:રાહુલે કહ્યું- આરોગ્ય સેતુ એપથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીનો ખતરો, સરકાર મરજી વિના લોકોને ટ્રેક કરીને ડરનો ફાયદો ન ઉઠાવે

નવી દિલ્હી:6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું- આ એપ લોકોની સુરક્ષા કરતો શક્તિશાળી સાથી, રાહુલના આરોપને ખોટા ગણાવ્યા
  • આરોગ્ય સેતુ એપ્રિલમાં લોન્ચ કરતી વખતે સરકારે કહ્યું હતું કે તેનો ઉપયોગ લોકો મરજી સાથે કરી શકશે, હવે તે દરેક માટે જરૂરી

કોંગ્રેસે શનિવારે લોકડાઉન અને આરોગ્ય સેતુ એપને લઇને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા. વિપક્ષની પાર્ટીઓએ કોરોના મહામારી સામેની લડાઇમાં સરકારના પ્રયત્નોને લઇને સ્થિતિ સ્પષ્ટ કરવા માંગ કરી છે. રાહુલ ગાંધીએ એપ અંગે ટ્વિટ કરીને કહ્યું- આરોગ્ય સેતૂથી જોડાયેલા કામો માટે સરકારે પ્રાઇવેટ ઓપરેટર્સને આઉટસોર્સ કર્યા છે. તે ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીને લઇને ચિંતાજનક બાબત છે. ટેક્નોલોજી આપણને સુરક્ષિત રાખી શકે છે પરંતુ લોકોને તેમની મરજી વિના ટ્રેક કરવા માટે કોરોનાના ડરનો ફાયદો ન ઉઠાવી શકાય. 

આ એપને સરકારે એપ્રિલમાં લોન્ચ કરી હતી. કેન્દ્ર પ્રમાણે કોઇ પણ તેની મરજીથી તેનો ઉપયોગ કરી શકે છે. જોકે સરકારે હવે એપને દરેક સરકારી અને પ્રાઇવેટ કર્મચારીઓ માટે ડાઉનલોડ કરવી ફરજિયાત કરી છે. જો કોઇ પ્રાઇવેટ કર્મચારીના મોબાઇલમાં આ એપ નહીં મળે તો તે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જોકે ઘરેથી કામ કરતા લોકોને તે ડાઉનલોડ કરવાની જરૂર નથી. 

એપ લોકોની સુરક્ષા કરતો શક્તિશાળી સાથી- પ્રસાદ
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ એપ પર કરવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો. તેમણે ટ્વિટ કર્યું- દરરોજ એક નવુ જુઠ્ઠાણું. આ એપ લોકોની રક્ષા કરતો એક શક્તિશાળી સાથી છે. તેની ડેટા સુરક્ષા પ્રણાલી મજબૂત છે. જે લોકો સમગ્ર જીવન સર્વેલન્સ કરવામાં સામેલ રહ્યા તે નહીં સમજી શકે કે ભલાઇ માટે એક ટેક્નોલોજીનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય છે. 

નીતિ આયોગે કહ્યું- આરોગ્ય સેતુ એપ સુરક્ષિત
નીતિ આયોગે એપમાં GPS ટેક્નોલોજીના ઉપયોગનો બચાવ કર્યો છે. આયોગે કહ્યું છે કે GPSનો ઉપયોગ કરવાથી નવા હોટસ્પોટની માહિતી મેળવવામાં મદદ મળે 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો