તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rahul Said True Rambhakta Should Not Do This, Yogi Said The First Lesson Of God Is To Tell The Truth, Which You Have Never Done

જયશ્રી રામ ન કહેવા પર દાઢી કાપવાનો મામલો:રાહુલે કહ્યું- સાચા રામભક્ત આવું ન કરે, યોગી બોલ્યા- પ્રભુની પહેલી સીખ છે સત્ય બોલવું, જે તમે ક્યારેય કર્યું જ નથી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક મુસ્લિમ વૃદ્ધે જયશ્રી રામ ન કહ્યું તો તેને માર મારી દાઢી કાપી નાખવાને મામલે હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. યોગીએ રાહુલના તે નિવેદનનો જવાબ આપ્યો છે, જેમાં તેઓએ કહ્યું હતું કે રામના સાચા ભક્ત આવું કામ ન કરી શકે. જેનો યોગીએ જવાબ આપતા કહ્યું કે પ્રભુ શ્રીરામની પહેલી સીખ છે સત્ય બોલવું.

યોગીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે પ્રભુ શ્રીરામની પહેલી સીખ છે સત્ય બોલવું, જે તમે જીવનમાં ક્યારેય નથી બોલ્યા. શરમ આવવી જોઈએ કે પોલીસે સત્ય જણાવ્યું બાદ પણ સમાજમાં ઝેર ફેલાવવાનું કામ કરો છો. સત્તાની લાલચમાં માનવતાને શરમજનક પરિસ્થિતિમાં મૂકી રહ્યાં છો. યુપીની જનતાને અપમાનિત કરવી, તેને બદનામ કરવાનું છોડી દે.

આ પહેલાં રાહુલ ગાંધી ગાઝિયાબાદની ઘટનાનો ઉલ્લેખ કરતાં યોગી પર નિશાન સાધ્યું હતું. રાહુલે લખ્યું- હું માનવા તૈયાર નથી કે શ્રીરામના સાચ ભક્ત આવું કરી શકે. આવી ક્રુરતા માનવતાથી જોજનો દૂર છે અને સમાજ-ધર્મ બંને માટે શરમજનક છે.

શું છે સમગ્ર મામલો
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાંક લોકોએ એક વૃદ્ધને માર મારતા નજરે પડે છે. વૃદ્ધનો આરોપ છે કે જય શ્રીરામ ન કહેવાથી તેને માર મારવામાં આવ્યો અને દાઢી કાપી નાખી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને તેને જેલ મોકલી દીધા છે. જ્યારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...