• Gujarati News
  • National
  • Rahul Said The Ideology Of BJP Government Is Like British, CM Of Assam Said Go And Travel To Pakistan

કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો બીજો દિવસ:રાહુલે કહ્યું- ભાજપ સરકારની વિચારધારા અંગ્રેજો જેવી, આસામના CMએ કહ્યું- પાકિસ્તાનમાં જઈ યાત્રા કરો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોગ્રેંસની ભારત જોડો યાત્રાનો આજે બીજો દીવસ છે. બુધવારે પાર્ટીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. આ અવસરે રાહુલ ગાંધીએ ભાજપા પર પ્રહાર કરતા કહ્યું કે, બીજેપી સરકારની વિચારધારા અંગ્રેજો જેવી છે.

અખંડ ભારત માટે કામ કરે રાહુલ: અસમ CM
રાહુલે કહ્યું કે, એક વ્યક્તિના હાથમાં કરોડો લોકોનું ભવિષ્ય છે. તે ઉજાગર કરવાની જગ્યાએ બીજેપી વિપક્ષને ED અને CBIનો ડર બતાવી રહી છે. આપણે ફરી ગુલામી તરફ પાછા જઈ રહ્યાં છે. પહેલા ઈસ્ટ ઈન્ડિયા કંપની દેશ પર રાજ કરતી હતી. હવે 3-4 કંપની આ કામ કરી રહી છે. અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોગ્રેંસની આ યાત્રા સદીની સૌથી મોટી કોમેડી છે. કોંગ્રેસે પાકિસ્તાનની યાત્રા કરવી જોઈએ, જેથી લોકોને એવું ભારત મળે જે વિભાજન પહેલા અવિભાજિત હતું. રાહુલ ગાંધીએ આ બધું છોડીને અખંડ ભારત માટે કામ કરવું જોઈએ.

રાહુલે કહ્યું- અમને ટીવી પર કોઈ દેખાડતું નથી
રાહુલ ગાંધીએ યાત્રાની શરૂઆત કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીને દિવસભર ન્યૂઝ ચેનલો પર બતાવવામાં આવે છે. કોઈ અમને લોકોને બતાવતું નથી, તેથી અમે આ યાત્રા કરી રહ્યાં છે. રાહુલ ઉપરાંત મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, દિગ્વિજય સિંહ, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ અને યોગેન્દ્ર યાદવે પણ સભાને સંબોધી હતી.

લાખો લોકોને આજે ભારત જોડો યાત્રાની જરૂર છે, જાણો રાહુલની સ્પીચની 5 મોટી વાતો

રાહુલ ગાંધીએ કહ્યું કે, ફકત કોંગ્રેસ જ નહીં, લાખો લોકો આજે ભારત જોડો યાત્રાની જરૂરિયાત અનુભવી રહ્યાં છે. લાખો લોકોને લાગે છે કે, ભારતને એકસાથે લાવવા માટે કંઈ કરવાની જરૂર છે.

1. ભારતમાં સૌથી મોટું આર્થિક સંકટ: ભારત અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટની સાથે સાથે સૌથી વધુ બેરોજગારી દરનો સામનો કરી રહ્યું છે. દેશ આપત્તિ તરફ આગળ વધી રહ્યો છે. ભાજપ સરકાર ખેડૂતો, મજૂરો અને નાના-મધ્યમ વર્ગના વેપારીઓને પાયમાલ કરી રહી છે.
2. લોકોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે: લોકોને એકસાથે લાવવુંએ ભારત જોડો યાત્રાનો હેતુ છે. ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય ભારતના લોકોને સાંભળવાનો છે, અમે નથી ઈચ્છતા કે ભારતના લોકોનો અવાજ દબાવવામાં આવે.
3. દરેક ઈન્સ્ટિટ્યૂટ પર RSS-BJPની નજર: આજે દરેક ઈન્સ્ટિટ્યૂટ પર RSS-BJP દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. તેમને લાગે છે કે, તેઓ ધર્મ અને ભાષાના આધારે ભારતનું વિભાજન કરી શકે છે. આ દેશને વિભાજિત કરી શકાતો નથી, તે હંમેશા એક જ રહેશે.
4. કેટલાક બિઝનેસ દેશને નિયંત્રિત કરી રહ્યાં છે: આજે મોટા ઉદ્યોગો દેશને નિયંત્રિત કરી રહ્યાં છે. પીએમના સમર્થન વગર તે એક દિવસ પણ ટકી નથી શકતા. વડાપ્રધાન મોટા ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે નીતિઓ લાવે છે અને તેમને સહાય કરે છે. નોટબંધી, GST, કૃષિ કાયદાઓ ઉદ્યોગપતિઓની મદદ માટે બનાવવામાં આવ્યા છે.
5. આજે તિરંગાનું અપમાન થઈ રહ્યું છેઃ રાષ્ટ્રધ્વજને સલામી કરવી પૂરતી નથી. તેની પાછળના વિચારોનો બચાવ કરવો પણ જરૂરી છે. માત્ર ત્રણ રંગ અને કાપડના ટુકડા પર એક વર્તુળ તિરંગો નથી. તે તેના કરતા વધુ મહત્વપૂર્ણ છે. તિરંગો સરળતાથી મળતો નથી. તેને ભારતીયોએ સખત મહેનત કરીને પ્રાપ્ત કર્યો છે અને તે દરેક ધર્મ અને ભાષાના છે. આજે આ ધ્વજનું અપમાન થઈ રહ્યું છે.

સોનિયાનો સંદેશ- આ યાત્રા સંગઠનમાં પરિવર્તન લાવશે
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના સંદેશમાં કહ્યું કે, ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે ઐતિહાસિક અવસર છે. આ એક પરિવર્તનશીલ ક્ષણ છે. મને ખાતરી છે કે અમારા સંગઠનમાં પરિવર્તન આવશે. હું આ યાત્રામાં વિચાર અને ભાવના સાથે ભાગ લઈશ. ઉલ્લેખનીય છે કે, મેડિકલ તપાસના કારણે સોનિયા ગાંધી હાલ યાત્રામાં ભાગ નથી લઈ રહી.

કોંગ્રેસ 372 લોકસભા સીટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે
ભારત જોડો યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, યુપી, દિલ્હી, હરિયાણા અને પંજાબ થઈને કેન્દ્રશાસિત પ્રદેશ કાશ્મીર સુધી જશે. રાહુલની આ યાત્રા લગભગ 3570 કિમીની છે. આ યાત્રા દ્વારા કોંગ્રેસ 372 લોકસભા સીટો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...