કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં છે. અનેક જગ્યાએ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાસિમમાં બુધવારે રાહુલે એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રગીતને બદલે બીજું ગીત વાગવા લાગ્યું. ભાજપના નેતાએ આનો વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યા છે. ત્યાર બાદ રાહુલ ફરી એકવાર ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે.
મહારાષ્ટ્રના ભાજપના નેતા નિતેશ રાણેએ ટ્વિટ કર્યું - રાહુલનું કોમેડી સર્કસ. આ સિવાય તમિલનાડુ ભાજપના નેતા અમર પ્રસાદ રેડ્ડીએ આ વીડિયો પણ શેર કર્યો છે. તેમણે પૂછ્યું છે કે રાહુલ ગાંધી, આ શું છે?
વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ મંચ પર ઊભા છે. આ દરમિયાન રાહુલ ગાંધી ત્યાં ઊભેલા નેતાને રાષ્ટ્રગીત વગાડવા માટે જણાવે છે. ત્યાર બાદ તમામ લોકો ઊભા થઈ જાય છે, પરંતુ ભૂલથી બીજું ગીત વાગવા લાગે છે. જો કે રાહુલ તરત જ ઈશારો કરીને નેતાઓને તેને રોકી દેવા માટે કહે છે અને તેના બદલે રાષ્ટ્રગીત વગાડવા માટે જણાવે છે.
ટ્રોલર્સના નિશાના પર રાહુલ
આ ઘટના બાદ રાહુલ ગાંધી ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે શું આ નેપાળનું રાષ્ટ્રગીત છે? જ્યારે બીજા એક યુઝરે કહ્યું- આ લોકો સામે રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ કેસ નોંધાવો જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું કે આ રાહુલ ગાંધી વિરુદ્ધ કાવતરું છે.
7 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી ભારત જોડો યાત્રા
ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. 7 નવેમ્બરે યાત્રાએ મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરી હતી. મહારાષ્ટ્રમાં આવતા પહેલાં તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં યાત્રા કરી હતી. 20 નવેમ્બરે આ યાત્રા મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. તમામ રાજ્યોમાંથી પસાર થયા બાદ અંતે આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે.
ભારત જોડો યાત્રા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો...
આ પહેલાં રાહુલ બાળકો સાથે પણ જોરદાર દોડ્યા, ડાન્સ પણ કર્યો...
તેલંગાણામાં ભારત જોડો યાત્રાના 5મા દિવસે રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા. જાડચેરલામાં રવિવારે સવારે શાળાનાં બાળકો રાહુલને મળવા આવ્યાં હતાં. વાત કરતાં કરતાં રાહુલ દોડવા લાગ્યા. આ પછી રાહુલ ગોલાપલ્લી પહોંચ્યા. ત્યાં તેમણે મહિલાઓ સાથે બથુકમ્મા ડાન્સ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.