તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનની અછત મુદ્દે રાહુલના નિશાને કેન્દ્ર:રાહુલે કહ્યું- ભારતને ઝડપી વેક્સિનેશનની જરૂર; ભાજપના ખોટા દાવાથી કામ નહીં ચાલે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધીએ કહ્યું કે દુનિયાના દેશોએ મે 2020માં જ વેક્સિનની ખરીદીના ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું હતું, પણ ભારત સરકારે વેક્સિનનો પ્રથમ ઓર્ડર જાન્યુઆરી 2021માં આપ્યો. - Divya Bhaskar
રાહુલ ગાંધીએ કહ્યું કે દુનિયાના દેશોએ મે 2020માં જ વેક્સિનની ખરીદીના ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું હતું, પણ ભારત સરકારે વેક્સિનનો પ્રથમ ઓર્ડર જાન્યુઆરી 2021માં આપ્યો.
  • સરકાર માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને સુધારવામાં વ્યસ્ત
  • કોરોનાને અટકાવવા માટે સરકારની વેક્સિન સ્ટ્રેટેજી નિષ્ફળ રહી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વેક્સિનેશન ડ્રાઈવ બાબતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું હતું કે દેશને ઝડપી વેક્સિનેશન ડ્રાઈવની જરૂર છે. દેશને ભાજપના ખોટા દાવાની જરૂર નથી. ભાજપ માત્ર ખોટા સ્લોગનો દ્વારા વેક્સિનની અછતને છુપાવવાના પ્રયાસો કરી રહ્યું છે.

તેમણે મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સરકાર માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને સુધારવામાં લાગેલી છે. આ કારણે જ દેશમાં બીજી લહેર જોખમી બની અને લાખો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો.

કોરોના બાબતે હુમલો કરી રહ્યા રાહુલ
આ પહેલા પણ 28 મે ના રોજ રાહુલે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર માટે વડાપ્રધાનની નૌટંકી જ જવાબદાર છે. તેઓ કોરોનાને સમજી જ શક્યા નથી. દેશમાં જે મૃત્યુદાર બતાવવામાં આવ્યો છે તે પણ ખોટો છે. સરકારે સત્ય જણાવવું જોઈએ.

વેક્સિનેશન મુદ્દે રાહુલના બે મોટા આરોપ

1. સરકારની વેક્સિન સ્ટ્રેટેજી નિષ્ફળ

રાહુલે કહ્યું હતું કે કોરોના સામે લડવાની 4 રીતો- ટેસ્ટિંગ, ટ્રેકિંગ, સારવાર અને વેક્સિનેશનમાં કોઈપણ સરકાર માટે 70-80% લોકોને વેક્સિન લગાવવી તે સૌથી યોગ્ય વાત હશે. પરંતુ સરકાર તે અંદાજો લગાવવામાં જ નિષ્ફળ થઈ ગઈ કે-

  • કેટલા લોકોને વેક્સિનની જરૂરિયાત રહેશે?
  • વેક્સિનના કેટલા ડોઝનો ઓર્ડર આપવો જોઈએ?
  • દેશની પોતાની વેક્સિન બનાવવાની ક્ષમતા કેટલી હશે?
  • કેટલી વેક્સિન બહારથી મંગાવવી પડશે અને આ ઓર્ડર કોણ આપશે?

2. વેક્સિન ઓર્ડરમાં નિષ્ફળતા માફીને લાયક નહીં
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બીજા દેશોએ મે 2020માં જ વેક્સિનની ખરીદીના ઓર્ડર આપવાનું શરૂ કરી દીધા હતા. પરંતુ મોદી સરકારે ભારતને નિષ્ફળ બનાવી દીધું. તેમણે વેક્સિનની પ્રથમ ઓર્ડર જાન્યુઆરી 2021માં આપ્યો હતો. માહિતી મુજબ મોદી સરકાર અને રાજ્ય સરકારોએ 140 કરોડની જનસંખ્યા અને 18 વર્ષથી ઉપરના 94.50 કરોડ લોકો માટે અત્યાર સુધીમાં માત્ર 39 કરોડ ડોઝ ઓર્ડર કર્યો છે.