• Gujarati News
  • National
  • Rahul Priyanka Posted Nehru's Photo With Tricolor On Twitter In DP, Congress Leaders Followed Suit

PM મોદી બાદ રાહુલનું તિરંગા કેમ્પેન:રાહુલ-પ્રિયંકાએ ટ્વિટર ઉપર નેહરુની તિરંગા સાથેની તસવીર DPમાં લગાવી, કૉંગ્રેસ નેતાઓએ ફોલૉ કર્યાં

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત PM નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રધ્વજ તિરંગાને ટ્વિટર પ્રોફાઈલના DPમાં સ્થાન આપ્યું. PMએ દેશના નાગરિકોને પણ આમ કરવા માટે અપીલ કરી હતી.

હવે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે આ પ્રકારનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે ભૂતપુર્વ PM જવાહરલાલ નેહરુની તિરંગા સાથેની એક તસવીર ટ્વિટર DP તરીકે લગાવી છે. આ તસવીરમાં નેહરુ બંધારણ સભામાં તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે રજૂ કરતા દેખાય છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ DPમાં આ તસવીર લગાવી છે. રાહુલે PM મોદી દ્વારા ટ્વિટરનું DP બદલ્યું તેના એક દિવસ બાદ આ પહેલ કરી છે.

રાહુલના ટ્રેન્ડને કૉંગ્રેસ નેતાઓએ ફોલો કર્યું

રાહુલે આ DPને પોસ્ટ પણ કરી અને લખ્યું- દેશની શાન છે, આપણો તિરંગો, દરેક હિન્દુસ્તાનીના દિલમાં છે, આપણો તિરંગો. ત્યારબાદ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ તથા અનેક કોંગ્રેસી નેતાઓએ ટ્વિટર DPમાં આ તસવીરનો ઉપયોગ કર્યો છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે નાગરિકોને 2થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં રાષ્ટ્રધ્વજને પોતાના DP તરીકે ઉપયોગ કરવા કહ્યું છે.

મહેબૂબાએ વિવાદ સર્જ્યો
પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (PDP)ના વડપણ હેઠળ મહેબૂબા મુફ્તિએ બુધવારે પોતાનું DP બદલી નવા વિવાદનું સર્જન કર્યું. હકીકતમાં મહેબૂબાએ જે તસવીર લગાવી છે તે તસવીરમાં તેના પિતા મુફ્તિ મોહમ્મદ સઈદ અને PM મોદી સાથે બેઠેલા દેખાય છે. તેમની સામે તિરંગો અને જમ્મુ-કાશ્મીરનો હવે ગેરમાન્ય થઈ ચુકેલો ઝંડો દેખાય છે.

(ફાઈલ ફોટો)
(ફાઈલ ફોટો)

મહેબૂબા મુફ્તિએ DP સાથે ટ્વિટ કરી કહ્યું કે હું મારા DPને બદલી રહી છું, કારણ કે ઝંડો ખુશી તથા ગર્વનું પ્રતીક છે. જમ્મુ-કાશ્મીર પાસેથી તેનો ઝંડો ભલે છીનવી લીધો હોય, પણ તેને લોકોની સામૂહિક ચેતનાથી હટાવી શકાતો નથી.