બોરવેલમાં પડી ગયેલા માસૂમનું રેસ્ક્યુ LIVE:સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા; 9 વાગ્યા સુધીમાં બાળકોને બહાર કાઢી લેવામાં આવે તેવી શક્યતા

જાંજગીર(છત્તીસગઢ)19 દિવસ પહેલા
  • રમતા રમતા રાહુલ બોરવેલમાં પડી ગયો હતો
  • રાહુલને પાઇપ દ્વારા ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
  • બોરવેલની નજીક જઈને જોતા રાહુલના રડવાનો અવાજ આવી રહ્યો હતો.

​​​છત્તીસગઢના જાંજગીર જિલ્લાના પિહરીદ ગામમાં બનેલા બોરવેલમાં 10 વર્ષના રાહુલને બચાવવા માટે 24 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. બોરવેલની બિલકુલ નજીક 50 ફૂટથી વધારે ઊંડી ખાઈ કરવામાં આવી છે. પાઈપના માધ્યમથી રાહુલને ઓક્સિસન આપવામાં આવી રહ્યો છે. શુક્રવારે બપોરે 2 વાગ્યાની આજુબાજુમાં પડી ગયો હતો. ત્યારબાદથી તે ત્યાં ફસાઈ ગયો છે.

આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકને કાઢવા હજુ પણ 3થી 4 કલાકનો સમય લાગી શકે છે. રેસ્ક્યૂમાં મદદ કરવા માટે સેનાના જવાનોને પણ બોલાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી રોબોટ એન્જીનિયર મહેશ આહીરને બોલાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેશ બઘેલે બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આદેશ આપ્યા છે. તેમણે બાળકોને માતા-પિતા સાથે ફોન પર વાત કરી છે. CMએ તેમને રાહુલ સુરક્ષિત રીતે બહાર આવે તે માટે ખાતરી આપી છે.

તંત્રની ટીમ સ્થળ પર હાજર છે અને પ્રયાસો કરી રહી છે કે વહેલી તકે રાહુલને બહાર કાઢવામાં આવે. તંત્રએ કહ્યું છે કે 65 ફૂટનું ખોદકામ કરવામાં આવશે. ત્યાર પછી ટનલ બનાવવાનું કામ શરું કરવામાં આવશે. બાળકને બહાર કાઢવામાં ઓછામાં ઓછા 6 થી 7 કલાકનો સમય લાગી શકે છે તેવો અંદાજ છે. વહીવટીતંત્રે શુક્રવારે સાંજે 5 વાગ્યાથી આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતુ. જે છેલ્લા 17 કલાકથી ચાલુ છે.

ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત પણ તહેનાત છે. તંત્ર CCTV દ્વારા બાળકની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું છે.
ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત પણ તહેનાત છે. તંત્ર CCTV દ્વારા બાળકની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું છે.

NDRFનું કહેવું છે કે પહેલા 65 ફૂટ ખાડો કરી રહ્યા છીએ. આ પછી ટનલ બનાવવામાં આવશે. તે હાથથી ખોદવામાં આવશે. NDRFની વિશેષ ટીમ ટનલ બનાવવાનું કામ શરૂ કરશે. અગાઉ કહેવામાં આવ્યું હતું કે કામ 4 કલાકમાં થઈ શકે છે. પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 6 થી 7 કલાક વધુ સમય લાગશે. થોડા સમય પહેલા તંત્રએ દોરડાની મદદથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહીં.

તંત્રએ જણાવ્યું હતુ કે એટલા માટે પણ ટાઈમ વધું લાગી રહ્યો છે કે ખાડામાં પાઇપ નાખવામાં આવી નથી. જેથી અમે થોડે દુરથી ખાડો ખોદી રહ્યા છીએ. જો નજીકથી ખોદવામાં આવે તો, વાઈબ્રેશનને કારણે જમીન ધસી શકે છે અને બાળક જોખમમાં મુકાઈ શકે છે.

રાહુલની માતાની હાલત ખરાબ છે. આખું ગામ બાળકની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યું છે.
રાહુલની માતાની હાલત ખરાબ છે. આખું ગામ બાળકની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, રાત્રે 1 વાગ્યાની આસપાસ બાળકે હલન-ચલન કરવાનું બંધ કરી દીધું હતું. જેથી વહીવટીતંત્રને ચિંતા થઈ રહી હતી. સવારે 5 વાગ્યાની આસપાસ બાળકની હિલચાલ શરૂ થઈ હતી, ત્યારબાદ બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. લોકોએ કહ્યું કે રાહુલના પિતા લાલા સાહુએ વાડીમાં બોર બનાવ્યો હતો. તે બોર ફેઈલ થઈ ગયો હતો. આ પછી પાઈપ નાખ્યા વગર જ બોરવેલને ખુલ્લો જ છોડી દીધો હતો. જેમાં રાહુલ રમતા રમતા પડી ગયો હતો. એવું પણ જાણવા મળે છે કે લાલા સાહુએ ઘરની વાડીમાં અન્ય એક બીજો બોર પણ બનાવ્યો હતો.

રાહુલ માતા-પિતાનો સૌથી મોટો પુત્ર છે
અકસ્માત બાદથી રાહુલની માતા અને તેના પરિવારની હાલત ખરાબ છે. દરેક વ્યક્તિ એવી આશા રાખે છે કે જલ્દીથી રાહુલને બહાર કાઢી લેવામાં આવે. આખા ગામના લોકો પણ એ જ જગ્યાએ રાત રોકાયા હતા જ્યાં બાળક પડ્યું હતું. રાહુલ માતા-પિતાનો સૌથી મોટો પુત્ર છે. તેનો નાનો ભાઈ 2 વર્ષ નાનો છે. પિતાની ગામમાં વાસણની દુકાન છે.

બાજુમાંથી 65 ફૂટ ખાડો કરવો પડશે. જેની કામગીરી ચાલુ છે. આ પછી ટનલ બનાવવામાં આવશે.
બાજુમાંથી 65 ફૂટ ખાડો કરવો પડશે. જેની કામગીરી ચાલુ છે. આ પછી ટનલ બનાવવામાં આવશે.

કટક અને બિલાસપુરની NDRFની ટીમો સ્થળ પર હાજર છે. કોરબા, રાયગઢથી પણ મોડી રાત્રે મશીનો પહોંચી ગયા હતા. આજુબાજુનો વિસ્તાર બેરિકેડીંગ કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય અધિકારીઓની ટીમ અને એમ્બ્યુલન્સને પણ તહેનાત કરવામાં આવી છે. ઓક્સિજન સિલિન્ડર પણ મૂકવામાં આવ્યો છે. સીસીટીવીથી કલેકટર સહિતના અધિકારીઓ નજર રાખી રહ્યા છે રાત્રે બાળકને ખાવા માટે કેળા, ફ્રુટી અને અન્ય ખાદ્યપદાર્થો મોકલવામાં આવ્યા હતા.

પીહારીદ ગામનો રાહુલ સાહુ (10) પિતા લાલા સાહુ શુક્રવારે બપોરે રાબેતા મુજબ ઘરની પાછળ પોતાના આંગણામાં રમી રહ્યો હતો. બપોરના 2 વાગ્યાથી તેના વિશે કંઈ જાણવા મળ્યું નહીં. પરિવારના સભ્યો પણ આ વાતથી અજાણ હતા. જાણવા મળ્યું કે જ્યારે ઘરના કેટલાક લોકો વાડી તરફ ગયા હતા ત્યારે તેઓને આ બાબતે ખબર પડી હતી. વાડી તરફ બોરવેલની નજીક રાહુલના રડવાનો અવાજ આવી રહ્યો હતો. બોરવેલની નજીક જઈને જોતા ખબર પડી કે અવાજ અંદરથી આવી રહ્યો છે. બોરવેલનો ખાડો 80 ફૂટ ઊંડો છે. બાળક લગભગ 50 ફૂટ ઊંડે ફસાયેલ છે. નજીકના લોકો સ્થળ પર હાજર છે.

રાત્રે બાળક કેમેરામાં જોવા મળ્યું હતું. એકદમ ડરી ગયો હતો.
રાત્રે બાળક કેમેરામાં જોવા મળ્યું હતું. એકદમ ડરી ગયો હતો.

એવું પણ કહેવામાં આવ્યું છે કે બાળક માનસિક રીતે નબળો હતો. જેના કારણે તે શાળાએ પણ જતો ન હતો. ઘરે જ રહેતો હતો. પરિવારના સભ્યો અને આસપાસના લોકો રાહુલને જલ્દીથી બોરવેલમાંથી બહાર કાઢી લેવામાં આવે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

NDRFની ટીમ સતત કાર્યરત છે. બાળકને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
NDRFની ટીમ સતત કાર્યરત છે. બાળકને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાત્રે પણ બચાવ કામગીરી ચાલી રહી હતી.
રાત્રે પણ બચાવ કામગીરી ચાલી રહી હતી.
અન્ય સમાચારો પણ છે...