• Gujarati News
  • National
  • Rahul Has Been Trapped For 88 Hours, Now He Will Be Traced By VLC; Worship Is Being Performed In The Temple For The Safety Of The Innocent

બોરવેલમાં ફસાયેલા માસુમનું રેસ્ક્યુ LIVE:90 કલાકથી ફસાયેલો રાહુલ દોઢ ફૂટ જ દૂર, લાઈમ સ્ટોન તોડીને બહાર કઢાશે; પરંતુ માસુમની હાલત વધુ બગડી છે

જાંજગીર4 મહિનો પહેલા
  • માસુમની સલામતી માટે મંદિરમાં પૂજા-પાઠ કરવામાં આવી રહ્યા
  • આજે સવારે રાહુલને ફ્રુટી આપવામાં આવ્યું હતુ, પરંતુ તેણે લીધું ન હતું.

છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં બોરવેલમાં રાહુલને ફસાયાને 90 કલાક થઈ ગયા છે. તંત્ર, સેના અને NDRFની ટીમ તેને બચાવવાના પ્રયાસ કરી રહી છે. માસુમની હાલત વધુ બગડી રહી છે. કલેક્ટર જીતેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતુ કે રાહુલે ગઈકાલથી કશું જ ખાધું નથી. જો કે ડોકટરનું કહેવું છે કે તેના શ્વાસની ગતિ સામાન્ય છે.

જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ હવે રાહુલની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. રાહુલ દોઢ ફૂટ જ દૂર છે, પરંતુ વારંવાર ખડક અડચણ બની રહ્યો છે. હવે રાહુલનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરવા માટે VLC (વિક્ટિમ લોકેશન કેમેરા)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હવે એંગલ બદલીને ટનલની અંદર ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
હવે એંગલ બદલીને ટનલની અંદર ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

NDRFના અધિકારી ઈજાગ્રસ્ત
આ દરમિયાન રાહુલ સુધી પહોંચવા માટે ટનલ બનાવવાના કામમાં લાગેલા NDRFના કમાન્ડ-ઇન-ચીફ વર્ધમાન મિશ્રા ઈજાગ્રસ્ત થયા હતા. ડોક્ટરે સ્થળ પર જ તેમની સારવાર કરી અને તેઓ કામ પર પાછા ફર્યા છે. વર્ધમાન મિશ્રા ઓપરેશનની જવાબદારી સંભાળે છે. તેમણે કહ્યું કે કોઈપણ સંજોગોમાં કામ અટકવું જોઈએ નહીં.

કહેવામાં આવી રહ્યું છે કે આ માટે જમીનમાં એક મોટો ખાડો કરવામાં આવ્યો છે. આની મદદથી અંદર કેમેરા લગાવવામાં આવશે. આ ખાસ કેમેરાની મદદથી દિવાલ કે ખડકોમાંથી આવતા અવાજો સરળતાથી સાંભળી શકાય છે. કેમેરામાંથી અવાજ સાંભળીને બચાવ કાર્યને સરળ બનાવવામાં આવશે. જવાનો આ VLC કેમેરો ચેક કરીને જરૂરી તૈયારીઓ કરી રહ્યા છે.

બોરવેલમાં VLC નાંખીને ટ્રેસ કરવાની તૈયારી કરી રહેલ NDRFનાં જવાનો.
બોરવેલમાં VLC નાંખીને ટ્રેસ કરવાની તૈયારી કરી રહેલ NDRFનાં જવાનો.

આ પહેલા જવાનોએ વાઈબ્રેટરનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ રાહુલની હાલત હાલ સારી નથી. સવારે તેને ફ્રુટી પીવા માટે આપવામાં આવ્યું હતુ, પરંતુ તેણે તે લીધું ન હતું. જોકે તંત્રનું કહેવું છે કે રાહુલની હાલત ચોક્કસપણે ખરાબ છે, પરંતુ તે ઠીક છે. અમે તેનો અવાજ સાંભળી શકીએ છીએ. આ દરમિયાન કલેક્ટર પણ ટનલ જોવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાંથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

કલેક્ટર સવારે ટનલની સ્થિતિ જોવા પહોંચ્યા હતા.
કલેક્ટર સવારે ટનલની સ્થિતિ જોવા પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું કે મામલો સંવેદનશીલ છે, તેથી બચાવ ટીમ સાવધાની સાથે આગળ વધી રહી છે. અમે અમારા મક્કમ ઇરાદાઓ સાથે ખડકો સામે લડી રહ્યા છીએ. બીજી તરફ તંત્રએ આજુબાજુનો 200 મીટર વિસ્તાર ખાલી કરીને બેરિકેડિંગ કરી દીધું છે. હવે ત્યાં કોઈને જવા દેવામાં આવી રહ્યા નથી.

રાહુલને ટ્રેસ કરવા માટે NDRFએ VLCની વ્યવસ્થા કરી છે, જેથી તેનું સાચું લોકેશન જાણી શકાય.
રાહુલને ટ્રેસ કરવા માટે NDRFએ VLCની વ્યવસ્થા કરી છે, જેથી તેનું સાચું લોકેશન જાણી શકાય.

NDRFની ટીમે મોડી રાત્રે ટનલ બનાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. રાહુલ ઉપરની બાજુએ ફસાયેલો છે. આવી સ્થિતિમાં નીચેથી 4 ફૂટ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તેમાં એક મોટો ખડક આવી ગયો છે. ડ્રીલ પછી, તેને મેન્યુઅલ રીતે કાપવામાં આવશે. આ માટે VLCએટલે કે વિક્ટિમ લોકેશન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. તેની મદદથી દિવાલ અથવા ખડકોની પાર જોઈ શકાય છે અને અવાજ પણ સાંભળી શકાય છે.

રાહુલના જીવને કોઈ જોખમ નથી
સોમવારે મોડી રાત્રે કલેક્ટર જિતેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે રાહુલની હાલત સાંજ કરતાં સારી છે. તેનાં શ્વાસ પણ બરાબર ચાલી રહ્યા છે. બાળકના જીવને કોઈ ખતરો નથી. હવે અમે કહી શકીએ કે આપણે અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. જો કોઈ મોટો ખડક ન આવે અને તે અંદરથી બરાબર રહ્યું તો અમે એક કલાકમાં બાળકને બહાર કાઢી લઈશું. જો કે, મંગળવાર સવારથી તેની તબિયત અંગે કોઈ અપડેટ નથી.

બોરવેલની પાસે ડ્રિલિંગ માટે લાવવામાં આવેલા મોટા મશીનોનું કામ હવે પૂરું થઈ ગયું છે. તેમને દૂર કરવામાં આવી રહ્યા છે.
બોરવેલની પાસે ડ્રિલિંગ માટે લાવવામાં આવેલા મોટા મશીનોનું કામ હવે પૂરું થઈ ગયું છે. તેમને દૂર કરવામાં આવી રહ્યા છે.

કોરિડોર બનાવવામાં આવ્યો છે, એપોલોમાં દાખલ કરાશે
રાહુલને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાહુલને બહાર લાવતાની સાથે જ તેઓ તેને એમ્બ્યુલન્સ દ્વારા બિલાસપુર લઈ જશે. જ્યાં તેને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. મુખ્યમંત્રીની સૂચના પર રાહુલને રેસ્ક્યુ બાદ ગ્રીન કોરિડોર બનાવીને લઈ જવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર તેના બહાર આવવાની રાહ જોવાઈ રહી છે. આ અંગે મેડિકલ ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે.

કોરબામાં રાહુલની સલામતી માટે પોલીસ દ્વારા મહામૃત્યુંજય પાઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કોરબામાં રાહુલની સલામતી માટે પોલીસ દ્વારા મહામૃત્યુંજય પાઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મંદિરમાં રાહુલની સલામતી માટે પુજા
બીજી તરફ રાહુલની સલામતી બાબતે આખો દેશ પ્રાર્થના અને દુઆઓ કરી રહ્યા છે. રાજ્યમાં રાહુલ માટે પૂજા અને હવન કરવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસ અને વહીવટીતંત્ર ચાર દિવસથી બાળકને બચાવવાના પ્રયાસો કરી રહ્યું છે. બીજી તરફ કોરબા પોલીસ તરફથી સર્વમંગલા મંદિરમાં રાહુલનું સુરક્ષિત પરત ફરવા માટે અખંડ મહામૃત્યુંજય પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

બોરવેલમાં પડેલા રાહુલ સાહુનો ફોટો, તે તેના માતા-પિતાનો સૌથી મોટો પુત્ર છે. તેના પિતાની ગામમાં જ દુકાન છે.
બોરવેલમાં પડેલા રાહુલ સાહુનો ફોટો, તે તેના માતા-પિતાનો સૌથી મોટો પુત્ર છે. તેના પિતાની ગામમાં જ દુકાન છે.

રાહુલ 10 જૂને બોરવેલમાં પડ્યો હતો
શુક્રવારે બપોરે 2 વાગ્યાથી રાહુલ સાહુ (10) વિશે કંઈ જાણી શકાયું ન હતું. જ્યારે ઘરના કેટલાક લોકો વાડી તરફ ગયા હતા, ત્યારે રાહુલનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. બોરવેલ પાસે ગયા બાદ અંદરથી અવાજ આવી રહ્યો હોવાનું જણાયું હતું. બોરવેલનો ખાડો 80 ફૂટ ઊંડો છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે બાળક માનસિક રીતે નબળો છે, જેના કારણે તે સ્કૂલે પણ જતો ન હતો. ઘરે જ રહેતો હતો. આખા ગામના લોકો પણ 2 દિવસથી એ જ જગ્યાએ રોકાયા છે જ્યાં બાળક પડ્યો છે. રાહુલ તેના માતા-પિતાનો મોટો પુત્ર છે. તેનો નાનો ભાઈ તેનાથી 2 વર્ષ નાનો છે. પિતાની ગામમાં વાસણની દુકાન છે.

અન્ય સમાચારો પણ છે...