રાહુલનો શાયરાના અંદાજમાં પ્રશ્ન / મોદીની સ્પીચ બાદ ટ્વિટ કર્યું- તૂ ઈધર-ઉધર કી ન બાત કર, યે બતા કિ કાફિલા કૈસે લુટા

X

  • રાહુલે કહ્યું- સરકાર દર મહિને ગરીબ પરીવારના ખાતામાં રૂ. 7500 જમા કરે
  • રાહુલે કહ્યું- સરકાર કહે છે કે પૈસા નથી, બીજી તરફ ઉદ્યોગપતિઓના ટેક્સ માફ કરે છે
  • ચીનથી ઈમ્પોર્ટ મુદ્દે કહ્યું- ભાજપ મેક ઈન ઈન્ડિયાની વાત કરે છે, પરંતુ માલ ચીનથી ખરીદે છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:00 AM IST

નવી દિલ્હી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંદેશ બાદ એક શાયરાના ટ્વિટ કર્યું. તેમણે કોઈનું નામ તો ન લીધુ પણ એવું માનવામાં આવે છે કે તે સરકાર પર કરવામાં આવેલો પ્રહાર છે.

"तू इधर उधर की न बात कर,
ये बता कि क़ाफ़िला कैसे लुटा,

मुझे रहज़नों से गिला तो है,
पर तेरी रहबरी का सवाल है।

— Rahul Gandhi (@RahulGandhi) June 30, 2020

સ્વર્ગીય સુષ્મા સ્વરાજ એક સમયે આ શેરથી મનમોહન સિંહ પર કટાક્ષ કરતા હતા 
UPAની સરકારના સમયમાં જ્યારે એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા હતા ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા પદ પર રહેલા સુષ્મા સ્વરાજે તે સમયના પ્રધાનમંત્રી મનમોહન સિંહ માટે શેર કહ્યો તો- તૂ ઈધર-ઉધર કી બાત ન કર, યે બતા કિ કાફિલા ક્યો લુટા? મુજે રહજનો સે ગિલા નહીં, તેરી રહબરી કા સવાલ હૈ.

મનમોહને પણ સુષ્માને શેરથી જવાબ આપ્યો હતો
કેટલાક દિવસ બાદ આ શેરને આગળ વધારતા મનમોહને જવાબ આપ્યો હતો, મૈ બતાઉ કિ કાફિલા ક્યો લૂટા, તેરા રહજનો (લુટેરો) સે વાસ્તા થા ઔર ઈસી કા હમે મલાલ હૈ

રાહુલે આ અગાઉ પ્રધાનમંત્રીને સૂચન કર્યું હતું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કોરોના અને અર્થવ્યવસ્થાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૂચન કર્યા છે. રાહુલે કહ્યું છે કે કોરોનાથી અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. તેનાથી સૌથી વધારે નુકસાન ગરીબ પરીવાર, મજૂર અને મધ્યમવર્ગને થયું છે. સરકાર ન્યાય યોજના જેવી એક સ્કીમ લાવે. તે વધારે લાંબી ન હોય, છ મહિના માટે હોય. તે અંતર્ગત ગરીબ પરીવારના ખાતામાં રૂ. 7500 દર મહિને જમા કરે.

રાહુલે કહ્યું કે તેનાથી ડિમાન્ડ વધશે અને અર્થવ્યવસ્થા ફરી પાટા ઉપર આવશે. જોકે સરકાર તેનો ત્રણ-ચાર વાર ઈનકાર કરી ચૂકી છે. તેનું કહેવું છે કે પૈસા નથી. પરંતુ હું યાદ અપાવી દઉં કે 15 મોટા ઉદ્યોગપતિઓનો લાખો-કરોડોનો ટેક્સ માફ કરી દીધો છે. 

उम्मीद है देश हित में इन सुझावों को PM ज़रूर मानेंगे।

यही सच्ची देश सेवा भी है और राष्ट्र भक्ती भी। pic.twitter.com/kQc2hgol0S

રાહુલે ચીનથી ઈમ્પોર્ટ મુદ્દે સરકારને ઘેરી
રાહુલ ગાંધીએ ચીનથી ઈમ્પોર્ટ મુદ્દે સરકારને ઘેરી છે. તેમણે મંગળવારે સરકારને કહ્યું કે ભાજપ મેક ઈન ઈન્ડિયાની વાત કરે છે, પરંતુ સામાન ચીનથી ખરીદે છે. રાહુલે ટ્વિટર પર બે ગ્રાફ શેર કરી જેમા મનમોહન અને મોદી સરકારના સમયે ચીનથી ઈમ્પોર્ટની ટકાવારી દર્શાવી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી