• Gujarati News
  • National
  • Rahul Gandhi Will Reach Lucknow At 12:30 Pm, From Where He Will Go To Lakhimpur Khiri; The Government Did Not Give Approval

લખીમપુર ખીરી:તિકુનિયામાં મૃતક ખેડૂતના પરિવારને મળ્યાં રાહુલ-પ્રિયંકા; લવપ્રીતના માતા-પિતાને જોતાં જ ગળે લગાડી દીધા

ઉત્તરપ્રદેશ19 દિવસ પહેલા
લવપ્રીતના માતા-પિતા સાથે રાહુલ-પ્રિયંકા
  • લખીમપુર ખીરી હિંસા અંગે સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ
  • ચીફ જસ્ટિસની આગેવાનીમાં 3 જજની બેંચ ગુરૂવારે કરશે સુનાવણી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા બુધવારે મોડી રાત્રે લખીમપુર ખીરીના તિકુનિયા ગામ પહોંચ્યા. અહીં કોંગ્રેસ પ્રતિનિધિમંડળે હિંસામાં માર્યા ગયેલા કિસાનના પરિવારના લોકો સાથે મુલાકાત કરી. રાહુલ અને પ્રિયંકા સૌથી પહેલાં પલિયાના ચૌકાઘાટ પહોંચ્યા. જ્યાં તેઓએ ખેડૂત લવપ્રીત (20)ના પરિવાર સાથે મુલાકાત કરી. બંનેએ લવપ્રીતના માતા-પિતાને જોઈને પોતાને ગળે લગાડી દીધા.

જે બાદ કોંગ્રેસનો કાફલો નિઘાસન પહોંચ્યો. રાહુલ અને પ્રિયંકા અહીં પત્રકાર રમન કશ્યપ (30)ના પરિવારને મળ્યા. કોંગ્રેસ નેતા તે બાદ ધૌરહરાના ગામ રમનદીપ પુરવાના ખેડૂત નક્ષત્ર સિંહ (65)ના ઘરે ગયા. મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા કાલે બહરાઇચ જઈ શકે છે, જ્યાં તેઓ દલજીત અને ગુરવિંદરના પરિવારને મળશે. રાહુલ અને પ્રિયંકાની સાથે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સાંસદ દીપેન્દ્ર હુડા પણ હાજર છે. સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ પણ આવતીકાલે લખીમપુર જશે. આ ઉપરાંત BSP નેતા સતીશ ચંદ્ર મિશ્ર પણ ગુરુવારે લખીમપુર જશે.

પલિયામાં લવપ્રીતના માતા-પિતા સાથે વાત કરતા રાહુલ ગાંધી
પલિયામાં લવપ્રીતના માતા-પિતા સાથે વાત કરતા રાહુલ ગાંધી

ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના તિકુનિયામાં રવિવારે થયેલી બબાલ પર સુપ્રીમ કોર્ટનું પણ ધ્યાન ગયું છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલાને જોશે. ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેંચ કરશે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ ગુરૂવારે આ મામલાને સુનાવણી કરશે.

બે દિવસ પહેલાં ખેડૂતોની અન્ય એક અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જ્યારે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ થાય છે, તો કોઈ પણ જવાબદારી લેવા માટે તૈયાર થતું નથી. પ્રદર્શનકારીઓ દાવો તો કરે છે કે તેમનું પ્રદર્શન શાંતિપૂર્ણ છે પરંતુ જ્યારે ત્યાં હિંસા થાય છે તો કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી હોતું. તો કેન્દ્ર તરફથી ઉપસ્થિત અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે લખીમપુર ખીરી જેવી ઘટનાઓને રોકવા માટે ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર તાત્કાલિક અસરથી રોક લગાવવાની જરૂર છે.

સચિન પાયલટની અટકાયત
મુરાદાબાદમાં કોંગ્રેસ નેતા સચિન પાયલટ અને પ્રમોદ કૃષ્ણમને સર્કિટ હાઉસમાં પોલીસ અટકાયતમાં રાખવામાં આવ્યા છે. બન્ને નેતા લખીમપુર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ સવારે જ દિલ્હીના માર્ગે ગાજીપુર બોર્ડરથી ઉત્તર પ્રદેશ દાખલ થયા હતા.

પંજાબ અને છત્તીસગઢના મુખ્યમંત્રી પણ તેમની સાથે રહ્યા છે. આ અગાઉ રાહુલ ગાંધીએ એરપોર્ટ પર જ ધરણા કર્યાં. વહિવટીતંત્ર તરફથી લખીમપુર જવાની મંજૂરી મળ્યા બાદ પણ રાહુલે ધરણાને લઈ ભ્રમની સ્થિતિ સર્જાઈ.

ત્યારબાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કહ્યું હતું કે લખીમપુર સુધી પોતાની ગાડીઓમાં જવાની મંજૂરી મળ્યા બાદ જ એરપોર્ટથી રવાના થશે.જોકે ત્યારબાદ તેમને વહિવટીતંત્ર તરફથી આ માટે મંજૂરી પણ આપવામાં આવી. આ સાથે રાહુલ ગાંધી, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ તથા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની લખીમપુર જવા રવાના થયા.

ધરણા બાદ રાહુલને મળી મંજૂરી
એરપોર્ટ પર વિવાદ બે બાબતોનો હતો. વહીવટી તંત્ર દ્વારા રૂટ અને વાહનો નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ રાહુલે તેના દ્વારા જવાની ના પાડી હતી. અને રાહુલ ગાંધી એરપોર્ટ પર જ ધરણા પર બેઠા હતા. આ સિવાય પ્રશાસન રાહુલને એરપોર્ટના બીજા ગેટ પરથી નીકાળવા માંગતું હતું. પરંતુ રાહુલે કહ્યું કે તે મુખ્ય દ્વારથી જ જશે. વહીવટી તંત્ર રાહુલને સીધા લખીમપુર જવાનું જણાવ્યુ હતું,પરંતુ રાહુલે કહ્યું કે તે પહેલા સીતાપુર જશે અને ત્યાંથી પ્રિયંકા સાથે લખીમપુર જશે. અંતે વહીવટીતંત્રએ રાહુલની તમામ વાતો સ્વીકારી હતી.

સરકાર ગુંડાગીરી કરી રહી છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેઓ તેમને જવા દેશે નહીં, તો તેઓ પણ એરપોર્ટ પરથી ધરણાથી હટશે નહીં. રાહુલે કહ્યું, 'સરકાર કેટલીક ગુંડાગીરી કરી રહી છે, મને ખબર નથી શું પરંતુ તેમનો કોઈ પ્લાન છે.તેઓ મને કેદીની જેમ પોલીસની કારમાં લઈ જવા માગે છે.

લખનઉ એરપોર્ટ પરથી બહાર આવી રહેલા રાહુલ ગાંધી.
લખનઉ એરપોર્ટ પરથી બહાર આવી રહેલા રાહુલ ગાંધી.

હવે કહી રહ્યા છે કે તમે પોલીસની કારમાં જ જઈ શકશો: રાહુલ ગાંધી
રાહુલે કહ્યું કે, અમારે અમારી કારથી જ લખીમપુર ખીરી જવા માંગીએ છીએ. તેઓ ઈચ્છે છે કે અમે તેમની સાથે તેમની કારમાં જઈએ. હું દેશનો નાગરિક છું. મને કેમ જતા અટકાવવામાં આવી રહ્યો છે? પહેલા તેમણે જણાવ્યુ હતું કે તમે તમારી કારમાં જઈ શકો છો. હવે કહી રહ્યા છે કે તમે પોલીસની કારમાં જ જઈ શકશો.આ સમગ્ર વિવાદ બાદ તંત્રએ મંજૂરી આપ્યા બાદ રાહુલ લખનઉથી સીતાપુર જઈ રહ્યા છે.

લખનઉ એરપોર્ટ પર જ રાહુલ ગાંધી ધરણા પર બેઠા હતા.
લખનઉ એરપોર્ટ પર જ રાહુલ ગાંધી ધરણા પર બેઠા હતા.

યુપીના લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને મળવા જઈ રહેલી પ્રિયંકા ગાંધીને ધરપકડના 24 કલાક બાદ છોડી મુકવામાં આવ્યા છે. સોમવારે સવારે સીતાપુરમાં તેની અટકાયત કરવામાં આવી હતી બાદમાં મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રિયંકાએ સોશિયલ મીડિયા દ્વારા ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જે લોકો ખેડૂતોને ક્ચડી નાખે છે તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ખેડૂતો માટે ઉઠતાં ન્યાયના અવાજને ભાજપ સરકાર દબાવી રહી છે, પરંતુ અમે ન્યાયના અવાજને દબાવવા નહીં દઈએ. આ તરફ રાહુલ ગાંધીને પણ લખીમપુર જવાની મંજૂરી આપવામાં આવી છે.

રાહુલ અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મંજૂરી મળી
ઉત્તરપ્રદેશની સરકારે હવે રાજનેતાઓને લખીમપુર જવા માટેની મંજૂરી આપી દીધી છે. હવે તેમને લખીમપુર જતાં અટકાવવામાં આવશે નહીં. પરંતુ એક પાર્ટીના માત્ર 5-5 નેતાઓનું ડેલિગેશન જ લખીમપુર જઇ શકશે. હવે રાહુલ ગાંધીને પણ લખનઉ ખાતે અટકાવવામાં આવશે નહીં. સીએમ યોગી આદિત્યનાથની સાથે બેઠક બાદ અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીને 5 લોકો સાથે જવાની મંજૂરી મળી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અન્ય ત્રણ લોકોની સાથે લખીમપુર જઈ શકે છે.

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં હિંસાની ઘટના બાબતે ઘમાસાણ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ મુલાકાત કરી છે. જણાવી કે મિશ્રાના પુત્ર આશિષ પર લખીમપુર ખીરીમાં ખેડૂતોને જીપથી કચડી નાંખવાના આરોપ છે અને વિપક્ષ અજય મિશ્રાને મંત્રી પદેથી હટાવવાની માગ કરી રહ્યું છે.

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડી નાખનાર આરોપી આશિષ મિશ્રાની જલ્દી જ ધરપકડ થઈ શકે છે. ખેડૂતોના સંગઠનો સતત આ માંગણી કરી રહ્યા છે અને ખેડૂતોના દબાણને કારણે સરકાર કાર્યવાહી કરી શકે છે.

અપડેટ્સ-

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર અને યુપી સરકાર પર પ્રહાર કર્યા છે. કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મંત્રીના પુત્રની કારે ખેડૂતોને કચડ્યા છે. તે છતાં હત્યારાઓને બચાવવામાં આવી રહ્યા છે.

કેજરીવાલે કહ્યું- એક તરફ વડાપ્રધાન આઝાદીનો તહેવાર ઉજવી રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતોને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. આ કેવો તહેવાર છે? આજે દરેક દેશવાસી ન્યાયની માંગ કરી રહ્યા છે.

રાહુલને લખીમપુર જવાની UP સરકારે આપી મંજૂરી
લખીમપુર ખીરી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં રાજકારણમાં ત્રણ હોટ સ્પોટ બન્યા છે. બહારાઈચમાં જ્યાં રાકેશ ટિકૈતની ઉપસ્થિતિમાં ખેડૂત ગુરવિંદરના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ તરફ રાહુલ ગાંધી પણ આજે લખનઉથી સીતાપુર થઈને લખીમપુર ખીરી જશે.

રાહુલની સાથે પંજાબમાં CM ચરણજીત સિંહ ચન્ની, છત્તીસગઢના CM ભૂપેશ બધેલ, કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ પણ જશે.

રાહુલ 5 સભ્યોના ડેલિગેશન સાથે બપોરે 1:30 વાગે લખનઉ એરપોર્ટ પર પહોંચશે. તંત્રએ તેમના હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી આપી દીધી છે. લખનઉમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બીજી બાજુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના આગમનની માહિતી પર 10 હજાર ખેડૂતો લખીમપુર ખીરીમાં ભેગા થવાની ધારણા છે. આવી સ્થિતિમાં સ્થળ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. લખીમપુર ખેરી, સીતાપુર અને બહરાઈચમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

ભૂપેશ બઘેલ મંગળવારે લખનઉ પહોંચ્યા હતા, પરંતુ તેમને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા હતા. તે પછી તે દિલ્હી પરત ફર્યા હતા.
ભૂપેશ બઘેલ મંગળવારે લખનઉ પહોંચ્યા હતા, પરંતુ તેમને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા હતા. તે પછી તે દિલ્હી પરત ફર્યા હતા.

પ્રિયંકાએ ધરપકડ પર ઉઠાવ્યા સવાલ
પ્રિયંકા ગાંધીએ પોતાની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે મંગળવારે રાત્રે સીતાપુર ગેસ્ટ હાઉસની બહાર પ્રદર્શન કરી રહલે કોંગ્રેસનાં કાર્યકરોને ફોન દ્વારા સંબોધન કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે જ્યારે કોઈ ખેડૂત સંઘર્ષ કે આંદોલનમાં પોતાનો જીવ ગુમાવે છે ત્યારે અમે તેને મૃતક નથી માનતા, તેમણે શહીદ કહીએ છીએ. આજે એક એવી કાયર સરકાર છે તે તેમના જ ગૃહ રાજ્યમંત્રી જનતાને ધમકાવી રહ્યા છે. તે જનતાના અવાજથી ડરે છે. તેમના પુત્રએ પોતાની કારથી ખેડૂતોને કચડી નાંખ્યા છે.

સીતાપુર ગેસ્ટ હાઉસની બહાર કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા હતા. મંગળવારે રાત્રે પ્રિયંકાએ તેમને ફોનથી સંબોધ્યા હતા.
સીતાપુર ગેસ્ટ હાઉસની બહાર કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા હતા. મંગળવારે રાત્રે પ્રિયંકાએ તેમને ફોનથી સંબોધ્યા હતા.

તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના
લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસાની 6 સભ્યોની એક કમિટી તપાસ કરશે. લખનઉના IGએ જણાવ્યુ હતું કે આ મામલે કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીનો પુત્ર આશિષ મિશ્રાને આરોપી બનાવવામાં આવ્યો છે. સૂત્રો મુજન, આ કેસની તપાસ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે બુધવારે કમિટીની જાહેરાત કરવામાં આવશે.

બહરાઈચમાં મૃત ખેડૂતનું ફરીથી પોસ્ટમોર્ટમ, રિપોર્ટ આજે આવશે
લખીમપુર હિંસામાં માર્યા ગયેલા બહરાઈચના ખેડૂત ગુરવિંદર સિંહના પરિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઊભા કર્યા હતા અને મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. DM અને SPએ પરિવાર સાથે વાત પણ કરી હતી., પરંતુ તેઓ માન્ય ન હતા. ત્યાર બાદ લખનઉથી હેલિકોપત્ર દ્વારા PGIના પાંચ ડોકરતોની ટિમ ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલવામાં આવી હતી. ખેડૂતોની સંતુષ્ટિ માટે તેમની તરફથી 2 ડોકટરોને દેખરેખ માટે રાખવામા આવ્યા હતા. ત્યાર બાદ સાંજે 4.30 વાગે ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, તેનો રિપોર્ટ આજે આવશે. આજે ખેડૂત ગુરવિંદર સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ગુરુવિંદરના પોલીસની હાજરીમાં બહરાઇચમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ગુરુવિંદરના પોલીસની હાજરીમાં બહરાઇચમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

લખીમપુરમા શું-શું થયું હતું ?

  • રવિવારે ખેડૂતોને કેન્દ્રીય ગૃહ મંત્રી અજય મિશ્રાનો વિરોધ કરતાં કાળા ઝંડા બતાવ્યા હતા. આ દરમિયાન એક જીપે ખેડૂતોને કચડી નાંખ્યા હતા. જેમાં 4 ખેડૂતોના મોત થયા હતા. ત્યારબાદ ફાટી નીકળેલી હિંસામાં ખેડૂતોએ એક ડ્રાઈવર સહિત ચાર લોકોને ઢોર માર મારીને મારી નાંખ્યા હતા. હિંસામાં એક પત્રકાર પણ માર્યો ગયો હતો.
  • આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહિત 15 લોકો સામે હત્યા અને ફોજદારી ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો છે.
  • સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી થઈ હતી. સરકારે મૃતકોના પરિવારને 45 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
  • તમામ મૃતકોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે. આ સાથે, ઘટનાની ન્યાયિક તપાસ અને 8 દિવસમાં આરોપીની ધરપકડનું પણ વચન આપવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...