તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસનેતા રાહુલ ગાંધી એક વખત ફરી રજાઓ ગાળવા વિદેશ ચાલ્યા ગયા છે. રાહુલે એવા સમયે રજાઓ ગાળવાનો નિર્ણય કર્યો છે, જ્યારે પાર્ટી તેના ભવિષ્યને લઈને ચિંતા અને પુનર્ગઠનના સમયમાંથી પસાર થઈ રહી છે. એક તરફ, મોદી સરકાર ખેડૂત આંદોલન પર ઘેરાતી જઈ રહી છે. બીજી તરફ, આગામી વર્ષે થનારી બંગાળ ચૂંટણી માટે ભાજપ અત્યારથી જ એની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. આવા સંજોગોમાં રાહુલે લીધેલી રજાઓ ફરી એક વખત કુતૂહલ કરતાં વધુ વિવાદનો વિષય બની ગયો છે.
પિતાનો આવ્યો વારસો
રજાઓ ગાળવાની રાહુલની આ આદત પિતા રાજીવ ગાંધીને મળતી આવી છે. રાજીવની જેમ જ રાહુલની રજાઓ અને વિદેશપ્રવાસ પર નજર રાખવામાં આવે છે અને તેની ટીકા પણ થતી રહે છે. રાજીવ જ્યારે સત્તામાં હતા ત્યારે તેમની જીવનશૈલી પર નજીકથી નજર રાખવામાં આવતી હતી. તેમના ડિઝાઈન કરેલાં ચપ્પલ, ઝડપી કાર અને મોંઘી વસ્તુઓ માટેનું આકર્ષણ પહેલેથી જ ચર્ચાનો વિષય રહેતો હતો.
આવા સમયમાં કઈ રીતે રજાઓ ગાળી શકે છે!
પિતાની જેમ રાહુલ પણ અલગ-અલગ કારણોથી વિવાદોમાં રહ્યા છે. તેમનો તાજેતરનો પ્રવાસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નિંદાથી ઘેરાઈ ગયો છે. તેઓ પોતાની નાની પાઓલા પ્રોડેબોનની તબિયત જોવા ગયા હતા અને એની માનવીય સંબંધો પ્રત્યેની તેમની સમજ હતી. એ પછી પણ સોશિયલ મીડિયા પર તેઓ નિશાનનો ભોગ બન્યા. કહેવામાં આવ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પાર્ટીના 136મા સ્થાપના દિવસ, ખેડૂત આંદોલનની સાથે જ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં આવનારી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓના સમયે વિદેશપ્રવાસ કઈ રીતે કરી શકે છે.
શા માટે મોદી-શાહ મોડલ બધા પર ફિટ થાય છે ?
એક મહત્ત્વપૂર્ણ વાત છે કે જેની પર વિચાર કરવાની જરૂરિયાત છે. શું ગાંધી અને કોંગ્રેસે એ પ્રકારે કામ કરવું જોઈએ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરે છે ? અંતે કામ અને મોજ-મસ્તીન હદ સ્પષ્ટ છે. આ પ્રશ્ન એટલા માટે છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ રજાઓનો વિકલ્પ પસંદ કર્યો હતો.
રાજીવ ગાંધીની રજાઓ
વડાપ્રધાન અને કોંગ્રેસ-અધ્યક્ષ (1984-89) તરીકે રાજીવે નિયમિત રીતે ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ મનાવી હતી. 1985માં તે કાન્હા નેશનલ પાર્ક(મધ્યપ્રદેશ), 1986માં રણથંભોર(રાજસ્થાન) ગયા. 1987માં રાજીવ-સોનિયા અને તેમના મિત્રોની મંડળી આંદામાનમાં હતી અને 1988માં લક્ષદ્વીપમાં. રાજીવ ફોટોગ્રાફી, વન્ય જીવન અને પરિવારના નજીકના ફ્રેન્ડ્ઝની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવામાં રસ ધરાવતા હતા.
શ્રી દેવીનો સ્પેશિયલ શો
રાજીવની રણથંભોરની રજાઓની વિશેષતા એ હતી કે ફિલ્મ-અભિનેત્રી શ્રીદેવીની સિલેક્ટેડ દર્શકોની સામે પ્રસ્તુતિ. એ સમયે શ્રીદેવી દેશની સિલેક્ટેડ એક્ટ્રેસમાંથી એક હતી. મીડિયામાં આ પ્રસ્તુતિની ઘણી નિંદા થઈ હતી. જે દેશમાં લાખો ગરીબ રહેતા હોય, તેના મુખ્ય કાર્યકારીને સારો સમય પસાર કરવાની આશા ન હતી.
શું બીજા કોઈ નેતાએ પણ મનાવી છે રજાઓ
રાજીવનું રજાઓ પર જવું એ ભારતીય રાજકારણમાં એક નવી ઘટના ન હતી. એ પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુ વિધુર હતા અને ઈન્દિરા ગાંધી વિધવા હતાં. લાલ બહાદુર શાસ્ત્રીનો કાર્યકાળ ખૂબ જ નાનો રહ્યો હતો. રાજીવ યુગ પછી પણ પીવી નરસિમ્હા રાવ વિધુર હતા. જ્યારે અટલ બિહારી વાજપેયી અવિવાહિત હતા. વીપી સિંહ, ચંદ્રશેખર, એચડી દેવેગોડા અને ઈન્દ્રકુમાર ગુજરાલ વડાપ્રધાન પદ પર ઘણો સમય રહ્યા અને એ સમય લડાઈ-ઝઘડાઓની વચ્ચે નીકળી ગયો. જોકે ડો.મનમોહન સિંહ વડાપ્રધાન તરીકે દસ વર્ષ રહ્યા. જોકે રજાઓ ચર્ચામાં ન આવી.
રાહુલ ગાંધીની રજાઓનું રહસ્ય
રાહુલ ગાંધી રજાઓ ગાળવા જાય એટલે તરત જ એ મામલે ગોસિપ અને અફવા ઊડવા લાગે છે. 2017માં રાહુલ 57 દિવસ માટે સબેટિકલ પર ગયા હતા. અત્યારસુધી એવી અટકળો હતી કે તત્કાલીન કોંગ્રેસ-ઉપાધ્યક્ષ બેંગકોક, બાલી, લંડન કે યંગુનમાં હતા. રાહુલ 16 વર્ષથી રાજકારણમાં છે અને દર બે મહિનામાં તેમની વિદેશયાત્રા ચર્ચાનો વિષય બની જાય છે.
રાહુલ ગાંધીની રજાઓ પર વિવાદ શા માટે
રાહુલ વિદેશમાં રજાઓ પસાર કરવાનું પસંદ કરે છે, જ્યારે આપણે તેનું કારણ જાણવાની કોશિશ કરીશું તો કેટલાક લોકો કહેશે કે રાજીવના સમયની સરખામણીએ તો આજે મીડિયા ઘણું વધી ગયું છે. ઈલેકટ્રોનિક્સ અને સોશિયલ મીડિયો તો એ જમાનામાં ન હતાં. હાલ તેની પહોંચ સૌથી વધુ છે. વડાપ્રધાન તરીકે રાજીવ જે રિસોર્ટ્સમાં જતા હતા તેની માહિતી સંપૂર્ણ રીતે ગોપનીય રાખવામાં આવતી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.