• Home
  • National
  • Rahul Gandhi talks to 4 Indian nurses working in different countries, discusses ways to recover from the epidemic

કોરોના પર ચર્ચા / રાહુલ ગાંધીએ અલગ-અલગ દેશોમાં કામ કરતાં 4 ભારતીય નર્સ સાથે વાત કરી, મહામારીમાંથી ઉગરવા માટેના ઉપાયો પર ચર્ચા કરી

રાહુલે કોરોના પર ચર્ચાની સીરીઝ 30 એપ્રિલ શરૂ કરી હતી.(ફાઈલ ફોટો)
X

  • રાહુલે કોરોના અને તેની અસરને લઈને એક્સપર્ટ સાથે ચર્ચાની સીરીઝ એપ્રિલમાં શરૂ કરી હતી
  • 2 મહીનામાં ઈકોનોમિ અને હેલ્થ સેકટરના 10 એક્સપર્ટ સાથે વાત કરી

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 03:32 PM IST

નવી દિલ્હી. કોરોના પર ચર્ચાની સીરીઝમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 4 નર્સ સાથે વાત કરી છે. તેમાંથી 2 મેલ અને 2 ફીમેલ છે. આ તમામ ભારતીય છે, જોકે તેમાંથી 3 ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને બ્રિટનમાં કામ કરી રહ્યાં છે. તેમની સાથેની ચર્ચાનો વીડિયો રાહુલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યો છે.

રાહુલે ચાર નર્સ સાથે કોરોના સંકટ અને તેમાંથી બહાર આવવાની રીતો પર વાત કરી છે. આ વીડિયો શેર કરવા માટે આજનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે આજે નેશનલ ડોક્ટર્સ ડે છે. 

રાહુલે 2 મહિનામાં 10 એક્સપર્ટ સાથે ચર્ચા કરી
કોરોના અને ઈકોનોમિની અસરને લઈને રાહુલ દેશ-વિદેશના એક્સપર્ટ સાથે ચર્ચા કરી રહ્યાં છે. તેમણે 30 એપ્રિલે આરબીઆઈના પૂર્વ ગવર્નર રધુરામ રાજન સાથેની વાતચીતથી આ સિરીઝ શરૂ કરી હતી. છેલ્લે 12 જૂને અમેરિકાના પૂર્વ ડિપ્લોમેટ નિકોલસ બર્ન્સ સાથે ચર્ચા થઈ હતી.
30 એપ્રિલઃ આરબીઆઈના પૂર્વ ગવર્નર રધુરામ રાજન સાથે ચર્ચા થઈ હતી. રાજને કહ્યું હતું કે ગરીબોની મદદ માટે 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની જરૂર છે.5 મેેઃ અર્થશાસ્ત્રના નોબેલ વિજેતા અભિજીત બેનર્જી સાથે વાતચીત કરી. બેનર્જીએ કહ્યું હતું કે કોરોનાની આર્થિક અસરને જોતા મોટા આર્થિક પેકેજની જરૂર છે.
27 મેઃ રાહુલે હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર આશીષ ઝા અને સ્વીડનના કૈરોલિંસકા ઈન્સ્ટીટયુટના પ્રોફેસર જોહાન ગિસેક સાથે ચર્ચા કરી હતી. પ્રોફેસર ઝાએ કહ્યું હતું કે કોરોનાની વેક્સીન અગામી વર્ષ સુધીમાં આવવાની શકયતા છે. પ્રોફેસર જોહાને કહ્યું હતું કે ભારતમાં સોફ્ટ લોકડાઉન હોવું જોઈએ. લોકડાઉન સખ્ત હશે તો અર્થવ્યવસ્થા ઝડપથી બરબાદ થશે.
4 જૂનઃ બજાજ ઓટોના એમડી રાજીવ બજાજ સાથે વાત થઈ હતી. બજાજે કહ્યું હતું કે દેશમાં લોકડાઉનથી સંક્રમણ તો અટક્યું નથી પરંતુ અર્થવ્યવસ્થા અટકી ગઈ છે.
12 જૂનઃ અમેરિકાના પૂર્વ ડિપ્લોમેટ નિકોલસ બર્ન્સ સાથે ચર્ચા થઈ હતી. બર્ન્સે કહ્યું કે જો ભવિષ્યમાં કોઈ મહામારી આવી તો બંને અમેરિકા અને ભારત મળીને ગરીબો માટે ઘણુ કરી શકે છે. કોરોના સંકટમાં પણ ભારત, અમેરિકા અને ચીનની પાસે સાથે મળીને કામ કરવાની તક હતી.
1 જુલાઈઃ દેશ-વિદેશમાં કામ કરી રહેલા 4 ભારતીય નર્સ સાથે ચર્ચા કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી