તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rahul Gandhi Met The Victim's Family And Said, "We Will Stand By Them Till Justice Is Served."

વધુ એક નિર્ભયાકાંડ:દિલ્હીમાં દલિત બાળકીની રેપ-હત્યા મુદ્દે રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા, કહ્યું- ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમના પડખે રહીશ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • સ્થાનિક લોકો પણ આ ઘટનાના વિરોધમાં રવિવાર રાતથી જ દેખાવો કરી રહ્યા છે

દિલ્હીમાં 9 વર્ષની દલિત બાળકી સાથે રેપ અને હત્યાના મામલામાં કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ બુધવારે પીડિત પરિવારની મુલાકાત કરી છે. આ મુલાકાત પછી રાહુલે કહ્યું હતું કે પીડિતા પરિવાર ન્યાય ઈચ્છે છે, તેમને બીજું કંઈ જોઈતું નથી. પીડિત પરિવારનું કહેવું છે કે તેમની સાથે ન્યાય નથી થયો, આ કારણે તેમને મદદની જરૂરિયાત છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ન્યાય મળવા સુધી અમે તેમની સાથે ઊભા રહીશું.

બીજી તરફ, સ્થાનિક લોકો પણ આ ઘટનાના વિરોધમાં રવિવારે રાતથી જ દેખાવો કરી રહ્યા છે. આ મામલો દિલ્હીના ઓલ્ડ નાંગલ ગામનો છે, જ્યાં સ્મશાનના વોટર કૂલરમાંથી પાણી લેવા ગયેલી 9 વર્ષની દલિત બાળકી પર રેપ થયો અને તેની હત્યા કરવામાં આવી. આ મામલામાં સ્મશાનના પૂજરી રાધેશ્યામ સહિત 4 લોકો આરોપી છે. બાળકીની માતાનું કહેવું છે કે આરોપીઓએ તેમની મરજી વગર બાળકીના અંતિમસંસ્કાર પણ કરી દીધા.

આરોપીઓએ બાળકીના પરિવારને ખોટી સલાહ આપી
પૂજારી અને તેના કેટલાક સાથીઓએ બાળકીના ઘરના સભ્યોને બોલાવીને કહ્યું હતું કે વોટર કૂલરમાંથી પાણી ભરતી વખતે કરન્ટ લાગવાથી બાળકીનું મૃત્યુ થયું છે. તેમણે બાળકીની માતાને કહ્યું હતું કે પોલીસને જાણ કરી નથી, નહિતર પોસ્ટમોર્ટમ થાત અને તેનાં અંગ કાઢી નાખવામાં આવશે, આમ કહીને આરોપીઓએ બાળકીના અંતિમસંસ્કાર કરી દીધા હતા.

કેજરીવાલ પણ પીડિત પરિવારને મળશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે તેઓ પીડિત પરિવારને મળશે અને ન્યાય મેળવવામાં તેમને મદદ કરશે. બીજી તરફ, ભીમ આર્મીના ચીફ ચંદ્ર શેખરે પણ પીડિત પરિવારની મુલાકાત કરી છે અને કહ્યું છે કે તેમનું સંગઠન બાળકીને ન્યાય અપાવવા માટે થઈ રહેલા દેખાવમાં સામેલ થશે.