તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rahul Gandhi Said PM's Tax Should Not Be Collected Even If The Lives Of The People Are Lost, Rajasthan Leader Said

કોરોના વેક્સિન પર 5% ટેક્સ:રાહુલ ગાંધીએ કહ્યું- પ્રજાના જીવ જાય પણ PMની ટેક્સ વસૂલી ન જાય, રાજસ્થાનના નેતાએ કહ્યું GST વસુલ કરી કેન્દ્રએ આપદામાં કમાણીની તક બનાવી

જયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની ટીકા કરી - Divya Bhaskar
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની ટીકા કરી

કોરોના વેક્સિન અંગે રાજ્યો પાસેથી 5 ટકા વેરો વસૂલ કરવા અંગે હવે જયપુરથી લઈ દિલ્હી સુધી રાજકિય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના ભૂતપુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વેક્સિન પર 5 ટકા GST વસૂલ કરવા અંગે કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું- જનતાના પ્રાણ જાય પણ PMની ટેક્સ વસૂલી ન જાય. રાહુલના ટ્વિટ બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા સહિત અનેક મંત્રીઓ અને કોંગ્રેસ નેતાઓએ કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ ભાસ્કરને માહિતી આપી કે કેન્દ્ર સરકાર આપદાના સમયમાં પણ કમાણીની તક શોધી રહી છે. રાજસ્થાન સરકાર ત્રણ હજાર કરોડ ખર્ચ કરીને યુવાનોને વેક્સિન લગાવી રહી છે, તેમા યોગદાન કરવાને બદલે કેન્દ્ર સરકાર રાજ્ય પાસેથી 5 ટકા GST વસૂલ કરી રહી છે.

બહારથી આવતી વેક્સિન પર ટેક્સ માફ અને ભારતમાં બની રહેલી વેક્સિન પર ટેક્સ?સ્વદેશીની તરફેણ કરનારનો ગજબનું આત્મનિર્ભર મોડલ છે. PM મોદીને જાતે જ આગળ આવીને પહેલ કરવી જોઈએ અને કેન્દ્રીય નાણાં મંત્રી સાથે તાત્કાલિક GST કાઉન્સિલની બેઠક બોલાવીને કહેવું જોઈએ કે વેક્સિનથી લઈ કોરોનાની સારવારમાં કામ આવતા દરેક ઉપકરણ, દવાને GSTમાંથી હટાવવા જોઈએ.

વેક્સિન પર ટેક્સને લઈ કોંગ્રેસ આક્રમક
કોરોના વેક્સિન પર 5 ટકા GST વસુલ કરવા અંગે કોંગ્રેસે કેન્દ્ર પર આક્રમક પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં બાદ અનેક નેતાઓએ નિશાન તાક્યું છે. પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે વેક્સિન પર ટેક્સ વસૂલ કરવો તે અમાનવીય છે. પ્રધાનમંત્રીએ તાત્કાલિક દરમિયાનગીરી કરી GSTમાંથી માફી આપવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ભાસ્કરે કોરોના વેક્સિન પર 5 ટકા GST વસૂલ કરવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. જેને પગલે તે રાજકિય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો.