તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rahul Gandhi Said July Has Come..Vaccine Has Not Come, The Ministers Gave This Answer To Rahul

વાર-પલટવાર:રાહુલ ગાંધીએ કહ્યું- જુલાઇ આવી ગયો..વેક્સિન ન આવી, મંત્રીઓએ રાહુલને આપ્યા આ જવાબ

નવી દિલ્હી24 દિવસ પહેલા
રાહુલ ગાંધીએ વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું, તો બીજી તરફ ભાજપના નેતાઓએ પણ રાહુલને જવાબ આપ્યો હતો.
  • રાહુલ ગાંધીએ વેક્સિન બાબતે સરકાર પર નિશાન સાધ્યું
  • હર્ષવર્ધને કહ્યું- કોંગ્રેસે પોતાની પાર્ટીને સંભાળવા પર ધ્યાન આપવાની જરૂર

કોરોના સંકટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્ર પર હુમલો કરવાની એકપણ તક છોડવા નથી માંગતા. દરરોજ ટ્વિટ કરીને વેક્સિન, મહામારી, બેરોજગારી, અર્થવ્યવસ્થા મુદ્દે સરકારનો ઘેરાવો કરે છે. રાહુલ સરકારની વેક્સિનેશન નીતિ પર સતત હુમલા કરી રહ્યા છે. શુક્રવારે પણ રાહુલ ગાંધીએ વેક્સિન બાબતે સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું , 'જુલાઇ આવી ગયો..વેક્સિન ન આવી'. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારે વહેલી તકે મોટી સંખ્યામાં લોકોનું વેક્સિનેશન કરવું જોઈએ, જેથી ઓછા સમયમાં વધુ લોકોને વેક્સિન મળે અને સુરક્ષિત થાય.

રાહુલ ગાંધીના આ ટ્વીટ પછી સરકાર તરફથી એક પછી એક નિવેદનો આવવાનું શરૂ થયું. આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન બાદ કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તુચ્છ રાજકારણ ન કરવાની સલાહ આપી છે.

કેન્દ્રિય રેલવે મંત્રી પિયુષ ગોયલે રાહુલના ટ્વિટ પર જવાબ આપતા કહ્યું કે વેક્સિનના 12 કરોડ ડોઝ જુલાઇ મહિનામાં ઉપલબ્ધ થશે જે પ્રાઈવેટ હોસ્પિટલોની માંગથી અલગ છે. રાજ્યોને સપ્લાય વિશે 15 દિવસ અગાઉથી જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે આ સમયે કોરોના સામેની લડતમાં ગંભીરતાને બદલે તુચ્છ રાજકારણ દર્શાવવું તે યોગ્ય નથી.

રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીને સાંભળવા પર ધ્યાન આપવું જોઈએ : હર્ષવર્ધન
રાહુલ ગાંધીના વેક્સિન બાબતેના ટ્વિટ પર કેન્દ્રીય આરોગ્ય મંત્રો ડો. હર્ષવર્ધને પલટવાર કર્યો હતો. ડો. હર્ષવર્ધને ટ્વિટ કરીને કહ્યું કે ગઇકાલે જ મેં જુલાઇ બાબતે વેક્સિનના આંકડા રજૂ કર્યા હતા, રાહુલ ગાંધીને શું મુશ્કેલી છે, શું તેઓ આ વાંચતાં નથી. ડો. હર્ષવર્ધને કહ્યું કે અહંકાર અને અજ્ઞાનતાની કોઈ જ વેક્સિન નથી. કોંગ્રેસે પોતાના નેતૃત્વ અને પાર્ટીને સંભાળવા પર ધ્યાન આપવાની જરૂર છે.

રાહુલા ગાંધીને થયો નફરતનો મોતિયો : ભાજપ
પાર્ટી કાર્યાલયે આયોજાણ કરવામાં આવેલા એક સંવાદદાતા સંમેલનમાં ભાજપના પ્રવકતા ગૌરવ ભાટિયા એ દાવો કર્યો હતો કે 21 જૂન બાદથી છેલ્લા 11 દિવસમાં લોકોને સરેરાશ 62 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કાં તો સત્યને જોવા માંગતા નથી અથવા તો ભ્રમ ફેલાવવો જ કોંગ્રેસની નીતિ બની ગઈ છે. ભાટિયા એ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીના આ ટ્વિટને જોઈને દેશવાસીઓને ખૂબ જ દુખ થશે કારણ કે આંકડા જણાવે છે કે કેન્દ્ર સરકારે યુદ્ધના ધોરણે વેક્સિનેશન અભિયાન ચલાવ્યું છે.

તેમણે કહ્યું, જુલાઇ આવી ગયો પરંતુ રાહુલ ગાંધીને આ સદબુદ્ધિ ક્યારે આવશે કે વિપક્ષની ભૂમિકા રચનાત્મક હોય છે? તમને સત્તા સુખ ભોગવવાની લાલચ છે અને વડાપ્રધાન મોદી સાથે નફરત પણ છે. નફરતનો મોતિયો તમને સત્યથી દૂર કેમ કરી દે છે?

કિરણ રિજિજુએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
જ્યારે, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે, વિશાળ સ્તરના વેક્સિન અભિયાનને બદનામ કરવા માટે આ પ્રકારના બિન-જવાબદાર નિવેદનોથી ખૂબ દુખ થાય છે. ભારત સરકાર દ્વારા 75% વેક્સિન મફતમાં ઉપલબ્ધ કરાવ્યા બાદ, વેક્સિનેશનની ગતિ ઝડપી બની અને જૂનમાં 11.50 કરોડ ડોઝ આપવામાં આવ્યા. કૃપા કરીને આ ઘાતક મહામારી વચ્ચે રાજનીતિ ન કરવી જોઈએ.

ડિસેમ્બર સુધી દરેકને મળી જશે વેક્સિન ?
ખરેખરમાં, સરકાર તરફથી એક નિવેદનમાં કહેવામા આવ્યું હતું કે જલ્દી જ દેશમાં મોટાભાગના રાજ્યોમાં વેક્સિનેશન અભિયાન સમાપ્ત થઈ જશે, પરંતુ અત્યાર સુધીમાં દેશની કુલ જનસંખ્યાના ત્રીજા ભાગના લોકોને જ વેક્સિન આપવામાં આવી છે. માહિતી મુજબ, જુલાઈ મહીનામાં કેન્દ્ર તરફથી રાજ્યોને કુલ લગભગ 12 કરોડ જેટલી વેક્સિન આપવામાં આવશે. દેશમાં અત્યાર સુધી 35 કરોડથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે તેની પાસે 135 કરોડથી વધુ વેક્સિન ઉપલબ્ધ હશે. એટલે કે સરકારનું લક્ષ્ય છે કે ડિસેમ્બર સુધી વેક્સિનનો પ્રથમ ડોઝ દરેકને મળી જવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...