તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rahul Gandhi Said: It Is Clear From The Statement Of The Defense Minister That PM Modi Misled The Country About The Encroachment Of China.

કોંગ્રેસનો ચીન મુદ્દે પ્રહાર:રાહુલ ગાંધીએ કહ્યું- સંરક્ષણ મંત્રીના નિવેદનથી સ્પષ્ટ થાય છે PM મોદીએ ચીનના અતિક્રમણ અંગે દેશને ગેરમાર્ગે દોર્યો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલી તંગદિલી અંગે સરકારે આજે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. મંગળવારે સંસદમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ચીને લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) તથા તેના આંતરિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકોની ટૂકડી તથા દારુગોળાનો જથ્થો ખડક્યો છે. જોકે ભારતીય સેના પણ તૈયાર છે અને ચીન તરફથી કોઈ પણ ગતિવિધિનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. સંસદમાં ચીન અંગે સંરક્ષણ મંત્રી તરફથી આપવામાં આવેલી માહિતીને લઈ કોંગ્રેસે તેની પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસ પાર્ટીના ભૂતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીનની સેનાની ઘૂસણખોરી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન પર લીધા છે. હકીકતમાં PM મોદીએ ગલવાનમાં જે ઘટના બની ત્યારબાદ સર્વપક્ષિય બેઠકમાં કહ્યું હતું કે ન તો કોઈ આપણા ક્ષેત્રમાં ઘુસી આવ્યા છે અને ન તો કોઈ પોસ્ટ પર કબ્જો કર્યો છે. આ બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે ભારત શાંતિ અને મિત્રતા ઈચ્છે છે.જોકે ભારત પોતાના સાર્વભૌમત્વને લઈ કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે.

ચીનનું નામ લેવાથી ડરશો નહીં
બીજી બાજુ રાહુલ ગાંધીએ કહ્યું કે સંરક્ષણ મંત્રીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પ્રધાનમંત્રી દેશને ચીનના અતિક્રમણને લઈ ગેરમાર્ગે દોરી રહ્યા છે. આપણો દેશ હંમેશા ભારતીય સેના સાથે ઉભો હતો, છે અને રહેશે, પણ મોદી જી, તમે ચીનની વિરુદ્ધ ક્યારે ઉભા રહેશો? ચીન પાસેથી આપણા દેશની જમીનને ક્યારે પાછી લાવશો? ચીનનું નામ લેવાથી ડરશો નહીં.
સુરજેવાલાએ પણ સરકારને ઘેર
આ અગાઉ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે દેશ સેના સાથે એકજૂટ છે, પણ સંરક્ષણ મંત્રીએ માહિતી આપે કે ચીન આપણા જમીન પર કબ્જો કરવાનું દુસ્સાહસ કેવી રીતે કહ્યું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન દ્વારા આપણા ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવા અંગે ગેરમાર્ગે શા માટે દોર્યા?

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો