કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનું સંબોધન:કહ્યું- એવી દુનિયા બનતા નથી જોઈ શકતા જ્યાં લોકશાહીની વ્યવસ્થાઓ ન હોય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી નવા લુકમાં દેખાયા. - Divya Bhaskar
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી નવા લુકમાં દેખાયા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નવા લુકમાં મંગળવારના રોજ બ્રિટન પહોંચ્યા હતા. પોતાના 7 દિવસના બ્રિટન પ્રવાસની શરૂઆત તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંબોધન આપીને કરી છે. રાહુલે બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, આપણે એક એવી દુનિયા બનતા નથી જોઈ શકતા, જે લોકશાહીના મૂલ્યો સાથે જોડાયેલી ન હોય. તેથી આ અંગે નવી વિચારસરણીની જરૂર છે.

રાહુલનું સંબોધન લર્નિંગ ટૂ લિસન એટલે સાંભળવાની કળા પર કેન્દ્રિત હતું. તેમણે જણાવ્યું કે, સાંભળવાની કળા ખૂબ જ પાવરફુલ હોય છે. આ દરમિયાન તેમણે લોકશાહી વ્યવસ્થાઓ માટે નવી વિચારસરણીનું આહ્વાન કર્યું. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, વિશ્વમાં લોકશાહીના માહોલને પ્રોત્સાહન આપવા માટે નવી વિચારસરણીની જરૂર છે, પરંતુ તેને કોઈના પર બળજબરીપૂર્વક થોપી ન શકાય. પોતાના સંબોધન દરમિયાન રાહુલે ભારત ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલે જણાવ્યું, આપણે એવી દુનિયાની કલ્પના નથી કરી શકતા જ્યાં લોકશાહીની વ્યવસ્થાઓ ના હોય.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલે જણાવ્યું, આપણે એવી દુનિયાની કલ્પના નથી કરી શકતા જ્યાં લોકશાહીની વ્યવસ્થાઓ ના હોય.

ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું રાહુલનું લેક્ચર...

1) પહેલા ભાગમાં ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ
કોંગ્રેસ નેતાના લેક્ચરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. તેની શરૂઆત ભારત જોડો યાત્રાથી થઈ. રાહુલે કેમ્બ્રિજના વિદ્યાર્થીઓને જણાવ્યું કે, યાત્રા એક જર્ની છે, જેમા લોકો પોતાના બદલે બીજાને સાંભળે છે. તેમણે જણાવ્યું કે, આ યાત્રા દ્વારા તેમનું ધ્યાન ભારતમાં બેરોજગારી, અન્યાય અને સતત વધી રહેલી અસમાનતા પર ગયું. રાહુલની આ યાત્રા ગત વર્ષે 7 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે 3570 કી.મી.ની યાત્રા કરી હતી. કુલ 146 દિવસની આ યાત્રામાં રાહુલ 14 રાજ્યોનો પ્રવાસ કર્યો હતો.

2) બીજા ભાગમાં બીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ
​​​​​​​
રાહુલે ભાષણના બીજા ભાગમાં સેકન્ડ વર્લ્ડ વોરનો ઉલ્લેખ કર્યો હતો, જે મુખ્ય રીતે 1991ના સોવિયત સંઘના વિઘટન પછીથી અમેરિકા અને ચીનના બે અલગ-અલગ પાસાઓ પર કેન્દ્રિત હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ઉત્પાદન સાથે સંબંધિત નોકરીઓને ખતમ કરવા સિવાય અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલા પછીથી પોતાને સમેટી લીધું છે. જ્યારે ચીને સામ્યવાદી પક્ષની આસપાસના સંગઠનો દ્વારા એકતાને પ્રોત્સાહન આપ્યું.

તેમણે ભારત અને અમેરિકા જેવા લોકશાહી દેશોમાં સતત ઓછી થઈ રહેલા મેન્યુફેક્ચરિંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ ફેરફારે વ્યાપક સ્તરે અસમાનતા અને નારાજગીને જન્મ આપ્યો છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

3) ત્રીજો ભાગ ઇમ્પેરેટિવ ફોર અ ગ્લોબલ કન્ઝરવેશન પર આધારિત
​​​​​​​
રાહુલના લેક્ચરનો ત્રીજો ભાગ ઇમ્પેરેટિવ ફોર અ ગ્લોબલ કન્ઝરવેશન વિષય સાથે સંબંધિત હતો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સમજાવ્યું કે યાત્રા એક તીર્થયાત્રા છે, જેનાથી લોકો પોતે જ જોડાઈ જાય છે, જેથી તેઓ બીજાને સાંભળી શકે.

એક ફેને રાહુલ ગાંધીની સાથે સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે કહ્યું કે, રાહુલના બ્રિટન પહોંચતા સમયની તસવીર.
એક ફેને રાહુલ ગાંધીની સાથે સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે કહ્યું કે, રાહુલના બ્રિટન પહોંચતા સમયની તસવીર.

બ્રિટનમાં ભારતીયોને પણ સંબોધિત કરશે રાહુલ
​​​​​​​
જાણકારી મુજબ, 'લર્નિંગ ટૂ લિસન ઈન ધ 21મી સેન્ચુરી' વિષય પર રાહુલ બ્રિટનમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરી શકે છે. કેમ્બ્રિજ JBSએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ભારતના પ્રમુખ વિપક્ષી પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું સ્વાગત કરીને ખુશ છીએ.

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલનો લુક. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નવા લુકમાં (જમણી) પહોંચ્યા રાહુલ ગાંધી.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલનો લુક. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નવા લુકમાં (જમણી) પહોંચ્યા રાહુલ ગાંધી.

મે 2022માં પણ કેમ્બ્રિજમાં સ્પીચ આપી હતી, મોદી પર નિવેદનની થઈ હતી ટીકા
​​​​​​​
રાહુલ ગાંધી અગાઉ મે, 2022માં કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા હતા. અહીં તેમને આઈડિયાઝ ફોર ઈન્ડિયા વિષય પર સંબોધન કરવાનું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના બંધારણીય સંસ્થાઓ જેમ કે સંસદ અને ચૂંટણી પંચને તેમનું કામ નથી કરવા દઈ રહી. ભાજપે તેમના આ નિવેદનને વખોડી દીધું હતું અને પ્રશ્ન કર્યો હતો કે, દેશના વડાપ્રધાન પર વિદેશમાં આ પ્રકારનું નિવેદન કેવી રીતે આપ્યું?

રાહુલ કેમ્બ્રિજના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, સુરક્ષાના કારણે બીજાના નામથી ડિગ્રી લીધી હતી
​​​​​​​
રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રોલ વિંચીના નામથી અભ્યાસ કર્યો હતો. તેમણે ડેવલોપમેન્ટ સ્ટડીમાં 1995માં એમફિલ કર્યું હતું. તેમણે એટલે નામ બદલવું પડ્યું, કારણ કે પિતા રાજીવ ગાંધીની હત્યા બાદ બધાને રાહુલની સુરક્ષાની ચિંતા હતી. રાહુલની ડીગ્રીને લઈને વિવાદ શરૂ થયો ત્યારે કેમ્બ્રિજના મહિલા વાઈસ-ચાન્સેલર પ્રો. એલિસન રિચર્ડે પણ પત્ર લખીને જણાવ્યું હતું કે, રાહુલે રોલ વિંચીના નામથી ડીગ્રી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...