મુસેવાલાના માતા-પિતાને મળ્યા રાહુલ ગાંધી:કહ્યું- પંજાબમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ; શાંતિ જાળવી રાખવી AAP સરકાર માટે શક્ય નથી

19 દિવસ પહેલા
રાહુલ ગાંધી માનસા પહોંચ્યા

કોંગ્રેસ નેતા રાહુલ હાંધી મંગળવારે માનસા પહોંચ્યા હતા. તેમણે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહ અને માતા ચરણ કૌરને મળીને દુખ વ્યક્ત કર્યું હતું. ત્યારપછી રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મુસેવાલાના માતા-પિતા જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે તે વર્ણવું મુશ્કેલ છે. તેમને ન્યાય અપાવવો અમારી ફરજ છે અને અમે તેમને ન્યાય અપાવીને રહીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે, પંજાબમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે. પંજાબમાં શાંતિ જાળવી રાખવી આમ આદમી પાર્ટી માટે શક્ય નથી. સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

કોંગ્રેસથી ચૂંટણી લડ્યો હતો મુસેવાલા
સિદ્ધુ મુસેવાલા પંજાબ કોંગ્રેસના પ્રધાન અમરિંદર સિંહ રાજા વડિંગનો ખાસ માણસ હતો. ગઈ વિધાનસભા ચૂંટણી પહેલાં મુસેવાલા કોંગ્રેસમાં સામેલ થયો હતો. તેમણે માનસા સીટથી કોંગ્રેસની ટીકિટ પર ચૂંટણી પણ લડી હતી. જોકે આમ આદમી પાર્ટીના ડૉ. વિજય સિંગલાએ તેને હરાવી દીધો હતો. ત્યારપછી આમ આદમી પાર્ટીની સરકારે તેની સિક્યુરિટી ઘટાડી દીધી હતી. તેના બીજા જ દિવસે મુસેવાલાની હત્યા થઈ હતી.

કોંગ્રેસમાં જોડાયા પછી મુસેવાલાએ દિલ્હી જઈ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી
કોંગ્રેસમાં જોડાયા પછી મુસેવાલાએ દિલ્હી જઈ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી

રાહુલ ગાંધીએ આ પહેલાં સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પ્રતિભાશાળી કલાકાર સિદ્ધુ મુસેવાલાની હત્યાથી સ્તબ્ધ અને દુખી છું. આખી દુનિયાના તેમના ચાહકો પ્રત્યે પણ મારી સંવેદના છે.

આમ આદમી પાર્ટીની સરકાર સામે આકરા પ્રહાર
પંજાબમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. આમ આદમી પાર્ટીએ 117માંથી 92 સીટ જીતીને સરકાર બનાવી હતી. હવે અહીં વિપક્ષ લો એન્ડ ઓર્ડરની ખરાબ સ્થિતિ વિશે સરકાર સામે આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જનતા અને વિપક્ષ રાજ્યની ઈન્ટેલિજન્સની નિષ્ફળતા સામે સવાલ ઉભા કરી રહી છે. એવો પણ સવાલ કરવામાં આવી રહ્યો છે કે, ધમકી પછી પણ મુસેવાલાની સુરક્ષા કેમ હટાવવામાં આવી હતી.

મૂસેવાલા હત્યાંકાડના શાર્પ શૂટર્સ
મૂસેવાલા હત્યાંકાડંમાં સુભાષ બોંદા, સંતોષ યાદવ, સૌરભ, મનજીત સિંહ, પ્રિયવર્ત ફૌજી, હરકમલ, જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ સામેલ છે. આમાં હરકમલ, રૂપા અને મનપ્રીત પંજાબના રહેવાસી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૂસેવાલાની હત્યાના 3 દિવસ પહેલા આ તમામ કોટકપુરા હાઈવે પર ભેગા થયા હતા. ત્યારપછી અહીં રોકાણ કર્યું અને તેમને 2 અજાણ્યા શખસોએ સહાય કરી હોવાની માહિતી મળી રહી છે.

પંજાબ પોલીસે 10 શાર્પ શૂટર્સની યાદી બનાવી
પંજાબ પોલીસે હિટલિસ્ટ યાદીમાં 10 શાર્પ શૂટર્સના નામ સામેલ કર્યા છે. જેમાં 8 શાર્પ શૂટર્સ સિવાય વધુ 2 ગેંગસ્ટર પણ સામેલ છે. જેમની ઓળખ બહાર પાડવામાં આવી નથી.

શૂટરો પાસે હથિયારો જોધપુરથી આવ્યા હતા
​​​​​​​
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેંગસ્ટર લોરેન્સે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને જણાવ્યું કે મૂસેવાલાની હત્યા માટેના હથિયાર રાજસ્થાનના જોધપુરથી લાવવામાં આવ્યા હતા. આ હથિયારો વિજય, રાકા અને રણજીત નામના 3 શખસો લાવ્યા હતા.

મૂસેવાલાની રવિવારે સાંજે હત્યા કરવામાં આવી હતી
​​​​​​​
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મે, રવિવારે સાંજે 5:30 વાગ્યે માણસાના જવાહરકે ગામમાં હત્યા કરવામાં આવી હતી. મૂસેવાલાની ગાડી પર લગભગ 40 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મુસેવાલાના શરીર પર 19 ઘા મળી આવ્યા હતા. જેમાં 7 ગોળી સીધી મુસેવાલાને વાગી હતી. મૂસેવાલાને ગોળી માર્યાની 15 મિનિટમાં જ મારી નાખવામાં આવ્યો હતો. બોલેરો અને કોરોલા વાહનો દ્વારા ચેઝ કર્યા બાદ થાર જીપમાં જઈ રહેલા મૂસેવાલાનું મોત થયું હતું. તે સમયે મુસેવાલા સાથે કોઈ ગનમેન નહોતો.

અન્ય સમાચારો પણ છે...