• Gujarati News
  • National
  • Rahul Gandhi Pays Tribute To Rajiv Gandhi In Sriperambudur, Where He Was Assassinated 31 Years Ago

કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરૂ:રાહુલે કહ્યું- ન્યૂઝ ચેનલો પર આખો દિવસ મોદીને દેખાડવામાં આવે છે, તેથી યાત્રા કાઢવી પડી

એક મહિનો પહેલા

કોંગ્રેસે બુધવારે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી. યાત્રા કાશ્મીર સુધી જશે. રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા યાત્રા અંગે લોકોને જાણકારી આપી. તેમને કહ્યું કે ન્યૂઝ ચેનલો પર આખો દિવસ મોદીને દેખાડવામાં આવે છે. અમને કોઈ નથી દેખાડતું, તેથી અમે યાત્રા કાઢી રહ્યાં છીએ.

રાહુલે કહ્યું- એક વ્યક્તિના હાથોમાં કરોડો લોકોનું ભવિષ્ય છે અને તે તેને યોગ્ય કરવાને બદલે વિપક્ષને ED અને CBIનો ડર દેખાડે છે.તેમને વધુમાં કહ્યું- આપણે ફરી ગુલામીના સમયમાં જઈ રહ્યાં છીએ. પહેલાં એક ઈસ્ટ ઈન્ડિયા કંપની દેશ પર રાજ કરતી હતી, હવે 3-4 કંપનીઓ આ કામ કરી રહી છે.

રાહુલ ઉપરાંત મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, દિગ્વિજય સિંહ, અશોક ગહેલોત, ભૂપેશ બઘેલ અને યોગેન્દ્ર યાદવે પણ સંબોધન કર્યું.

શ્રીપેરંબુદુર જઈને પિતાને શ્રદ્ધાંજલિ આપી
આ પહેલા બુધવારે સવારે રાહુલ ગાંધીએ શ્રીપેરુમ્બુદુરના સ્મારક પર પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં રાહુલે કહ્યું કે મેં મારા પિતાને નફરતના કારણે ગુમાવ્યા, પરંતુ હવે હું દેશને ગુમાવી શકતો નથી.
'ભારત જોડો યાત્રા'માં દરરોજ 25 કિલોમીટરની પદયાત્રા હશે અને 150 દિવસમાં 3570 કિલોમીટરની સફર કરી યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર પહોંચશે. પ્રેમ અને ભાઈચારો ફેલાવવાના હેતુથી કોંગ્રેસે આ યાત્રાનું નામ 'ભારત જોડો યાત્રા' રાખ્યું છે.

'ભારત જોડો યાત્રા' અભિયાન પહેલાં રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
'ભારત જોડો યાત્રા' અભિયાન પહેલાં રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કોંગ્રેસની આ યાત્રા 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જોવાઈ રહી છે. તેઓ કન્યાકુમારીથી લીલી ઝંડી બતાવી 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત કરાવશે. સૌથી પહેલા સવારે સાત વાગ્યે પૂર્વ પીએમ રાજીવ ગાંધીની યાદમાં પ્રાર્થના સભા કરવામાં આવશે.

યાત્રામાં ત્રણ પ્રકારના યાત્રીઓ હશે

  • ભારત યાત્રી-પદયાત્રામાં રાહુલ ગાંધીની સાથે 100 યાત્રી એવા હશે, જે શરૂઆતથી લઈ અંત સુધી તેમની સાથે ચાલશે. તે લોકો ભારત યાત્રી કહેવાશે.
  • પ્રદેશ યાત્રી- જે પ્રદેશથી આ યાત્રા નીકળશે ત્યાંના 100-100 લોકો યાત્રામાં ભાગ લેશે. તે લોકો પ્રદેશ યાત્રી કહેવાશે.
  • અતિથિ યાત્રી-જે પ્રદેશમાંથી યાત્રા નથી નીકળવાની ત્યાંના પણ 100-100 લોકો આમાં ભાગ લઈ શકે છે. આ લોકો અતિથિ યાત્રી કહેવાશે
અન્ય સમાચારો પણ છે...