રાહુલ ગાંધીને 3 વર્ષ માટે નવો પાસપોર્ટ મળશે:દિલ્હી કોર્ટે આપી મંજૂરી, સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું- માત્ર એક વર્ષ માટે જ આપવામાં આવે

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાહુલ ગાંધીના પાસપોર્ટ કેસ પર શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નવો પાસપોર્ટ જારી કરવાની અરજીને મંજૂરી આપી છે. પરંતુ કહ્યું છે કે કોર્ટનું ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માત્ર ત્રણ વર્ષ માટે માન્ય રહેશે.

માનહાનિના કેસમાં સંસદનું સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીએ તેમનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. તેમણે માગ કરી હતી કે નવો પાસપોર્ટ જારી કરવામાં આવે.

રાહુલની અરજીનો વિરોધ કરતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે 10 વર્ષ માટે પાસપોર્ટ આપવાની શું જરૂર છે? પાસપોર્ટ એક વર્ષ માટે જ આપવો જોઈએ. રાહુલ સાથે જોડાયેલી અન્ય બાબતોને ધ્યાનમાં લીધા બાદ જ આ અંગે નિર્ણય આપવો જોઈએ.

રાહુલના પાસપોર્ટ પર દલીલો...

વિરોધમાં સુબ્રમણ્યમ સ્વામીઃ સ્વામીએ કહ્યું, "રાહુલે પાસપોર્ટ 10 વર્ષ માટે માન્ય રાખવાની માગ કરી છે, જે મેક્સિમમ છે. પરંતુ આ એક ખૂબ જ ખાસ કેસ છે. પાસપોર્ટ એ મૂળભૂત અધિકાર નથી. રાહુલ પાસે 10 વર્ષ માટે પાસપોર્ટ માગવાનું કોઇ યોગ્ય કારણ નથી. માત્ર એક વર્ષ માટે પાસપોર્ટ આપવો જોઈએ અને ત્યાર બાદ તેની રિન્યૂ પ્રોસેસ થવી જોઈએ.

હાલમાં જ હું યુકે ગયો હતો. ત્યાંના એક અધિકારીએ મને કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાને બ્રિટિશ નાગરિક જાહેર કર્યા છે. ભારતીય કાયદા અનુસાર તેમની ભારતીય નાગરિકતા તરત જ ખતમ કરી દેવી જોઈએ."

સ્વામીની દલીલો પર રાઉઝ એવન્યુ કોર્ટ : સારું, સ્વામી એવું નથી કહેતા કે રાહુલ ગાંધીને પાસપોર્ટ ન આપવો જોઈએ. તેઓ માત્ર એટલું જ કહી રહ્યા છે કે તેમને એક વર્ષ માટે પાસપોર્ટ આપવામાં આવે.

રાહુલના એડવોકેટ ચીમાઃ 10 વર્ષ માટે પાસપોર્ટ આપવો એ નિયમિત વ્યવસ્થા છે. નાગરિકતા અંગે કોઈ મુશ્કેલીનો મુદ્દો નથી. વધુ ગંભીર આરોપો ધરાવતા લોકોને 10 વર્ષ માટે પાસપોર્ટ પણ આપવામાં આવ્યા હતા. આમાં 2G જેવા કેસ પણ સામેલ છે. માનહાનિના કેસમાં જામીન આપતી વખતે આ શરત રાખવામાં આવી નથી કે રાહુલે વિદેશ જતા પહેલા કોર્ટને જાણ કરવી પડશે.

એવન્યુ કોર્ટમાં રાહુલ ગાંધી: શું તમે તપાસમાં સહકાર આપવા તૈયાર છો?

રાહુલના એડવોકેટ ચીમા : હા, બિલકુલ. ક્રોસ એક્ઝામિનેશન ચાલુ છે.

સ્વામીને રાઉઝ એવન્યુ કોર્ટ: વધારે ગંભીર મામલાઓમાં પણ પાસપોર્ટ આપવામાં આવ્યા છે. રાહુલના વકીલની આ દલીલ પર તમારે કશું કહેવું છે સ્વામી?

સુબ્રમણ્યમ સ્વામીઃ જો ભૂતકાળમાં કંઈક ખોટું થયું હોય, તો તે પરંપરા ન બની જવી જોઈએ.

રાઉઝ એવન્યુ કોર્ટ: અમે બપોરે 1 વાગ્યે આ બાબતે નિર્ણય આપીશું.

સ્વામીએ કહ્યું હતું- નેશનલ હેરાલ્ડની તપાસને અસર થશે
આ પહેલા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 24 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સુનાવણી દરમિયાન બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને નવો પાસપોર્ટ આપવા માટે NOCની માગનો વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટને કહ્યું કે જો રાહુલને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવે તો નેશનલ હેરાલ્ડ કેસની તપાસ પ્રભાવિત થઈ શકે છે.

રાહુલના વકીલે કહ્યું- મુસાફરી કરવી તેમનો મૂળભૂત અધિકાર છે
રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં કહ્યું કે રાહુલ સામે કોઈ ફોજદારી કાર્યવાહી બાકી નથી અને મુસાફરી કરવી તેમનો મૂળભૂત અધિકાર છે. નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે 2015માં રાહુલને જામીન આપ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેના પ્રવાસ પર કોઈ પ્રતિબંધ લાદ્યો ન હતો.

કોર્ટે કહ્યું કે આ મામલો 2018થી પેન્ડિંગ છે. આ દરમિયાન રાહુલ ગાંધી ઘણી વખત વિદેશ ગયા છે. તેના ભાગી જવાની કોઈ શક્યતા નથી. મુસાફરી કરવી તેમનો મૂળભૂત અધિકાર છે.

ભાજપના નેતાએ રાહુલ અને સોનિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો
સ્વામીએ આ મામલે રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેના પર એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વૈભવ મહેતાએ સ્વામીને રાહુલની અપીલનો જવાબ દાખલ કરવા કહ્યું હતું.

રાહુલ ગાંધી 28 મેના રોજ અમેરિકા જવા માગે છે. આ પહેલા તેઓ 28 ફેબ્રુઆરીએ બ્રિટન ગયા હતા, જ્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું.
રાહુલ ગાંધી 28 મેના રોજ અમેરિકા જવા માગે છે. આ પહેલા તેઓ 28 ફેબ્રુઆરીએ બ્રિટન ગયા હતા, જ્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલે 23 મેના રોજ અરજી દાખલ કરીને કોર્ટને નવા પાસપોર્ટ માટે નોન-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાની માગ કરી હતી. જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ સાંસદ બન્યા બાદ પોતાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. આ પછી તેણે સામાન્ય પાસપોર્ટ માટે એનઓસી આપવાની વિનંતી કરી છે.

રાહુલ 28 મેના રોજ અમેરિકા જવા માગે છે
જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 28 મેના રોજ અમેરિકા જવા માગે છે. જ્યાં તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાં રાહુલ 29-30 મેના રોજ એનઆરઆઈને મળશે.