તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rahul Gandhi Is Third, Nitin Gadkari Is 10th, BJP MP From Ujjain Is First And YSR Congress MP From Nellore Is Second.

રિપોર્ટ:લૉકડાઉનમાં જનતાની મદદ કરનારા સાંસદોમાં રાહુલ ગાંધી ત્રીજા, નીતિન ગડકરી 10મા ક્રમે, ઉજ્જૈનના ભાજપના સાંસદ પ્રથમ, નેલ્લોરના YSR કોંગ્રેસના સાંસદ બીજા ક્રમે

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર: રાહુલ ગાંધી અને નીતિન ગડકરી. - Divya Bhaskar
તસવીર: રાહુલ ગાંધી અને નીતિન ગડકરી.

કોરોના લૉકડાઉન દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રના લોકોની મદદ કરવાની બાબતમાં કેરળના વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ત્રીજા નંબરે રહ્યા છે. આ મામલે ઉજ્જૈનના ભાજપના સાંસદ અનિલ ફિરોજિયા પ્રથમ અને આંધ્રના નેલ્લોરના વાયએસઆર કોંગ્રેસના સાંસદ અડાલા પ્રભાકર રેડ્ડી બીજા ક્રમે છે. આ સાંસદોએ લૉકડાઉન દરમિયાન તેમના ક્ષેત્રના લોકોની વધુમાં વધુ મદદ કરી છે. આ માહિતી દિલ્હીના સિટિઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ ગવર્નઆઇ સિસ્ટમના રિપોર્ટમાં સામે આવી છે. તે માટે આ વર્ષે ઓક્ટો.માં એક સરવે કરાયો હતો. 1 ઓક્ટો.થી 15 ઓક્ટો. દરમિયાન લોકસભાના 512 સાંસદ માટે 33,82,560 વેલિડ નોમિનેશન મળ્યા હતા.

સરવેના પ્રથમ તબક્કામાં દેશભરના લોકસભા સાંસદો માટે નોમિનેશન મંગાવાયા. તેમાં 512 સાંસદ માટે 34,23,864 નોમિનેશન મળ્યા. તેમાંથી 41,304 ગેરમાન્ય કે ખોટાં જણાયા. નોમિનેશન્સના આધારે 25 સાંસદને શોર્ટલિસ્ટ કરાયા. બીજા તબક્કામાં શોર્ટલિસ્ટ કરાયેલા સાંસદોના સંસદીય ક્ષેત્રોમાં ફીલ્ડ ઇન્ટરવ્યૂ અને ફીડબેક લેવાયા.

ટોપ 10 સાંસદ 7 પક્ષના, સૌથી વધુ 4 ભાજપના
25 સાંસદમાંથી શોર્ટલિસ્ટ કરાયેલા ટોપ 10 સાંસદમાં સૌથી વધુ 4 ભાજપના છે. બાકીના 6 સાંસદ જુદા-જુદા પક્ષોના છે. ટોપ 10 સાંસદને મળેલા પોઇન્ટ અને ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો.

સાંસદપક્ષક્ષેત્રસ્કોર
અનિલ ફિરોજિયાભાજપઉજ્જૈન77
અડાલા પી. રેડ્ડીYSR કોંગ્રેસનેલ્લોર74
રાહુલ ગાંધીકોંગ્રેસવાયનાડ70
મહુઆ મોઇત્રાટીએમસીકૃષ્ણાનગર68
તેજસ્વી સૂર્યાભાજપબેંગલુરુ67
હેમંત ગોડસેશિવસેનાનાસિક66
સુખબીર બાદલઅકાલી દળફિરોજપુર65
શંકર લાલવાનીભાજપઇન્દોર64
ડૉ. ટી. સુમથીડીએમકેચેન્નઇ63
નિતિન ગડકરીભાજપનાગપુર61
અન્ય સમાચારો પણ છે...